SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના થાય છે. એટલે બધા નિર્યુક્તિગ્રંથોમાં ખરેખર ચતુર્દશપૂર્વધર ભગવાન્ ભદ્રબાહુ સ્વામિવિરચિત નિર્યુક્તિ ગાથાઓ કઈ છે, એ અત્યંત અત્યંત જટિલ પ્રશ્ન છે. દ્વિતીય વિમા ના પૃ૦ ૫૯૭ ૫૦ ૧૧ નું એક તુલનાત્મક ટિપ્પણ આ તૃતીય વિમા ના ટિપ્પણોના પ્રારંભમાં લીધું છે. આ સ્થાનાંગસૂત્રમાં આવતી દશવિધ ધર્મ, પ્રાયશ્ચિત્ત આદિ સંબંધી કેટલીયે વાતો દિગંબર ગ્રંથોમાં પણ મળે છે. શ્વેતાંબર-દિગંબર પરંપરાઓ ઘણાં જ વર્ષો પૂર્વે છૂટી પડી ગઈ હોવાથી કેટલીક વાતોમાં નામભેદ-ક્રમભેદ-અર્થભેદ પણ કંઈક અંશે જોવા મળે છે. દિગંબર પરંપરામાં પણ કેટલીકવાર ગ્રંથોમાં વર્ણનમાં પરસ્પરભેદ જોવા મળે છે. આ ગ્રંથનું પ્રમાણ ઘણું મોટું થઈ ગયું હોવાથી આ ગ્રંથના ટિપ્પણોમાં અમે આવી થોડી જ વાતો લીધી છે. વિશેષ જિજ્ઞાસુઓએ આવી વાતો સ્વયં જ દિગંબર આદિ ગ્રંથોમાં જોઈ લેવી. સ્થાનાંગસૂત્રમાં સૂ૭૪૭માં ગણિત સંબંધી વાતો આવે છે. ગણિત અમારો વિષય નથી. એ અંગે શું શું પ્રાચીન સાહિત્ય મળે છે, તેની તપાસ કરતાં કરતાં પ્રાચીન ગ્રંથોમાં આર્યભટવિરચિત ગણિતપાદ, મહાવીરાચાર્ય(દિગંબર)વિરચિત ગણિતસારસંગ્રહ, શ્રીપતિવિરચિત ગણિતતિલક (સિંહતિલકસૂરિવિરચિત ટીકાસહિત) તથા શ્રીધરવિરચિત ત્રિશતી (પાટીગણિત) આટલા ગ્રંથો અમારા જાણવામાં આવ્યા. તેમાં ગણિતતિલક G... ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં વડોદરા ઈ.સ.૧૯૩૭માં છપાયેલું મળ્યું. મોતીલાલ બનારસીદાસ દિલ્હીના શ્રી નરેન્દ્ર પ્રાશની મૈને ઘણી જ મહેનત કરીને વારાણસીમાંથી મુદ્રિત પુસ્તક શોધી કાઢીને ગણિતપાદ તથા ગણિતસારસંગ્રહની ફોટોસ્ટેટ કોપી અમારા ઉપર મોકલી આપી. તથા ઘણી ઘણી ઘણી તપાસ કરતાં ત્રિશતીની હસ્તલિખિત પ્રતિ શ્રી કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર- શ્રી મહાવીર આરાધના કેન્દ્ર- કોબામાં છે એમ અમારા જાણવામાં આવ્યું. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ તથા શ્રી અજયસાગરજી મહારાજના ઘણા ઘણા સૌજન્યથી તેની ફોટોસ્ટેટ (ઝેરોક્ષ) કોપી પણ અમને મળી. અમને જણાવતાં અત્યંત અત્યંત આનંદ થાય છે કે સ્થાનાંગસૂત્ર ૭૪૭ની ટીકામાં પૃ.૮૫૬માં આ.શ્રી અભયદેવસૂરિજી મહારાજે ઉદ્ધત કરેલા બંને પાઠો અમને ત્રિશતીમાં મળી ગયા. ભાસ્કરાચાર્યવિરચિત સિદ્ધાંતશિરોમણિ (લીલાવતી) ગ્રંથ મળે છે, પણ તે અભયદેવસૂરિમહારાજ પછીનો ગ્રંથ છે. આ સંબંધમાં જૈન વિશ્વભારતી-લાડનૂ-રાજસ્થાનથી પ્રકાશિત કાપ માં તેરાપંથી આ૦ શ્રી નથમલજીએ હિંદી ભાષામાં લખેલું વિસ્તૃત ટિપ્પણ પણ ઉપયોગી સમજીને અમે તૃતીય પરિશિષ્ટમાં લીધું છે. સૂટ ૭૧૬ની ટીકામાં પૃ૦ ૮૨૨ માં પતિ સંવનનાહિ, તવેવ સૂ સૂક્ષ્મવૃદ્ધિગમ્, શ્રિયતે વઝીન્ને જગતતિ આ પ્રમાણે પાઠ છે, પરંતુ ગણિતના સંસ્કૃતગ્રંથોમાં પરાંનાં જાતિમ્ મળે છે; ઘણી તપાસ કરવા છતાં વન્દ્ર નામનો ગણિતનો પ્રકાર અમારા જોવામાં ક્યાંયે આવ્યો નથી. અભયદેવસૂરિમહારાજને વઝ શબ્દથી શું અભિપ્રેત છે તે અમને સમજાતું નથી. આર્યભટ્ટવિરચિત ગણિતપાદમાં સૂક્ષ્મગણિતની વાત આવે છે પણ એ સૂક્ષ્મગણિત તદન જુદી વસ્તુ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) તરફથી વિ. સં. ૨૦૨૪ (ઈ.સ. ૧૯૬૮) માં જૈન આગમ ગ્રંથમાલા ગ્રંથાંક ૧ માં પ્રકાશિત થયેલા નંવિસુતં-મyયો દારાડું ની ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy