________________
પ્રસ્તાવના
આદિ થયેલું છે. સૂ. ૭૫૫ માં દીર્ધદશાના શુક્ર અધ્યયનમાં ટીકાકારે સોમિલ બ્રાહ્મણની વિસ્તારથી જે કથા નિરયાવલિકાના આધારે આપી છે, તેને મળતી વાત ભગવતીમાં બીજા કોઈ સોમિલ બ્રાહ્મણના પ્રસંગમાં પણ આવે છે, આવી વાત જ્ઞાતાધર્મકથામાં થાવસ્ત્રાપુત્રના અધ્યયનમાં શુક પરિવ્રાજકના સંબંધમાં પણ આવે છે. પાત્રો જુદાં છે, પણ કેટલીક વાત એક જ પ્રકારની આવે છે. તૃતીય પરિશિષ્ટના ટિપ્પણમાં આ પાઠો અમે આપ્યા છે. ઐતિહાસિક દષ્ટિએ ધ્યાન ખેંચનારી આવી ઘણી ઘણી વાતો આમાં જોવા મળે છે.
નિયુક્તિ ગ્રંથોનું આવશ્યક આદિ દશ ગ્રંથો ઉપર ચતુર્દશપૂર્વધર ભગવાન્ ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિની રચના કરી છે, આ વાત અત્યંત પ્રસિદ્ધ છે. પરંતુ અત્યારે મળતા આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં નિર્યુક્તિની ખરેખર કેટલી અને કઈ ગાથાઓ છે આ વાત નક્કી કરવાનું કામ બહુ જ કઠિન છે. ભાષ્યગાથાઓ- સંગ્રહણીગાથાઓ-પ્રક્ષિપ્ત ગાથાઓ તેમાં કેટલી મિશ્રિત થઈ ગઈ છે, એ મોટો વિચારણીય પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે, દિગંબર સંપ્રદાયમાં અત્યંત માન્ય તથા પ્રાચીન ગણાતા વટ્ટકેરઆચાર્ય વિરચિત 'મૂનાવાર માં ૧૨ અધિકાર છે. આમાં સાતમા પડાવશ્ય અધિકારમાં પ્રારંભમાં બે ગાથાઓ છે- ITI પનોwારે મરદંતાdi तहेव सिद्धाणं । आइरिय उवज्झाए लोगम्मि य सव्वसाहूणं ।।१।। आवासयणिज्जुत्ती वोच्छामि जहक्कमं समासेण । आयरियपरंपराए जहाऽऽगदा आणुपुव्वीए ।।२।।
મૂનાવાર ની આ ગાળામાં ૩ાવરફ્યુનિર્યુક્ટિ નો ઉલ્લેખ કર્યો છે અને આમાં ૧૮૯ ગાથાઓ જ છે. પરંતુ આપણે ત્યાં જે સાવનિર્યુક્ટ્રિ ગ્રંથ પ્રચારમાં છે તેમાં, લગભગ ૧૬૩૭ ગાથાઓ હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૧૮૯)માં લાખાબાવલ-શાંતિપુરીથી પ્રકાશિત થયેલા નિર્યુક્તિસંગ્રહમાં છે. તથા આગમોદયસમિતિથી પ્રકાશિત થયેલા હારિભદ્રીવૃત્તિસહિત આવશ્યકનિર્યુક્તિગ્રંથમાં ૧૬૨૩ ગાથાઓ છે. સટીક સ્થાનાંગસૂત્રના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં (પૃ૦ ૩૫) પણ આ વાત અમે સંકેત રૂપે સંક્ષેપમાં જણાવી જ છે. એટલે જ્યાં
જ્યાં અમે આવશ્યકનિયુક્તિ આદિનો ઉલ્લેખ કર્યો છે તથા ગાથાક્રમાંક આપ્યો છે તે માત્ર પ્રચલિત વ્યવહાર-પરંપરાને અનુસરીને જ આપ્યો છે.
વળી, આવશ્યકનિયુક્તિની આપણા પ્રાચીન ગ્રંથભંડારોમાં તાડપત્ર અથવા કાગળ ઉપર લખેલી જેટલી પ્રતિઓ મળે છે તે બધામાં નંદિસૂત્રમાં આવતી પ્રારંભની વિરાવલીની લગભગ બધી ગાથાઓ આવશ્યકનિર્યુક્તિના પ્રારંભમાં જ મળે છે. પરંતુ આવશ્યકનિર્યુક્તિની ચૂર્ણિહારિભદ્રીવૃત્તિ-મલયગિરીયવૃત્તિ આદિ વૃત્તિઓ મળે છે તે બધામાં એ ગાથાઓની કોઈ જ વ્યાખ્યા નથી. તેમાં સામાનવોદિયના સુયના વેવ ગોદિના | તદ માપmવિના
વત્તિના વ પંવમયે 9 Tી આ ગાથાથી જ સામાયિકનિર્યુક્તિ (આવશ્યકનિર્યુક્તિ) શરૂ ૧. ઈતિહાસના જાણકારો આ ગ્રંથ યાપનીય સંપ્રદાયનો છે એમ માને છે. યાપનીયસંઘના અનુયાયીઓ સ્ત્રીમુક્તિ તથા કેવલિભક્તિને સ્વીકારતા હતા, તેમજ શ્વેતાંબરોને માન્ય ઘણા આગમગ્રંથોને પણ સ્વીકારતા હતા. વઢ-પાત્રને પણ અમુક રીતે તેઓ સ્વીકારતા હતા. સામાન્ય રીતે પાપનીય સાધુઓ નગ્ન રહેતા હતા. આ યાપનીયોનું ઘણું સાહિત્ય પાછળથી દિગંબર પરંપરામાં સમાઈ ગયું છે. શ્વેતાંબર તથા દિગંબર પરંપરા અલગ અલગ થઈ તેના પ્રારંભિક સમયની આ વાતો છે, એટલે અનેક અનેક પ્રાચીન ગાથાઓ થોડા કે વધારે પાઠભેદ સાથે બંને પરંપરાઓમાં વ્યાપક રીતે સમાઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org