________________
પ્રસ્તાવના
આ દુષ્કર કાર્યનો પણ સ્વીકાર કર્યો અને આ કાર્ય સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આયંબિલ કરવાની ઉગ્ર પ્રતિજ્ઞા લીધી. વિસ્તારથી આ બધી વાતો સટીક સમવાયાંગના પ્રકાશન સમયે જણાવવા અમારી ભાવના છે.
આ ગ્રંથોને પ્રમાણભૂત બનાવવા માટે તે યુગના પ્રકાંડ વિદ્વાનું અનેક અનેક જૈનાચાર્યોએ આમાં સહયોગ આપ્યો છે. અભયદેવસૂરિમની તટસ્થતા પણ અત્યંત આશ્ચર્યજનક છે. જ્યાં જ્યાં પોતાને સ્પષ્ટ ન જણાયું ત્યાં તેમણે અત્યંત સરળ રીતે આ વાતનો નિર્દેશ કર્યો છે.
તેમને જે સૂત્રપાઠ મળ્યો તેમાં અક્ષર પણ અધિક ઉમેર્યા સિવાય સ્પષ્ટ જણાવી દીધું છે. સૂ૦ દરર માં તેમને સંવે જાલીને એટલો જ પાઠ હસ્તલિખિત આદર્શોમાં મળ્યો. પરંતુ છંદનો ભંગ થતો હતો. માત્ર તદ ઉમેરવાની જ જરૂર હતી. તે પણ એમણે સ્પષ્ટ જણાવી દીધું કે તદ ઉમેરવાથી ગાથા પુરી થાય છે. પણ આદર્શોમાં ત૮ નથી.
ભગવાન્ મહાવીર પરમાત્મા ગણધર ભગવાનોને દીક્ષા આપ્યા પછી ૩qન્ને રૂ વા વિજાપુ રૂ વા યુવે ડું વા આ ત્રિપદી સંભળાવે છે. અને અતિશય લબ્ધિસંપન્ન ગણધર ભગવાનો આ ત્રણ માતૃકાપદને આધારે દ્વાદશાંગીની રચના કરે છે. આ વાત જૈન સંઘમાં અત્યંત સુપ્રસિધ્ધ છે. એટલે આ દ્વાદશાંગીના રચયિતા બધા ગણધર ભગવાન છે. તેમાં પાંચમા ગણધર સુધર્માસ્વામી છેલ્લા નિર્વાણ પામ્યા એટલે બધા ગણધરો પોતાનો ગણ સુધર્માસ્વામીને સોંપીને નિર્વાણ પામ્યા તેથી આપણી પરંપરામાં સુધર્માસ્વામીથી દ્વાદશાંગી આવી છે. કેટલાક દિગંબર આચાર્યોના કથન પ્રમાણે દ્વાદશાંગીની રચના ઈદ્રભૂતિ ગૌતમસ્વામીએ કરી હતી અને તેમણે જ સુધર્માસ્વામીને એ દ્વાદશાંગી કહેલી હતી. એટલે પણ આપણી પરંપરામાં આવેલી દ્વાદશાંગી શ્રી સુધર્માસ્વામીથી ચાલી આવે છે આ જ વાત ફલિત થાય છે, એટલે આ તૃતીય અંગ સ્થાનાંગસૂત્રના રચયિતા પંચમ ગણધર ભગવાન્ સુધર્માસ્વામી છે.
પ્રારંભમાં મૌખિક રીતે જ આગમોના અધ્યયન-અધ્યાપનની પરંપરા હતી. તેથી અનેક અનેક અનેક કારણોથી વિસ્મૃતિ થવા આદિ કારણે જ્યારે આ. ભ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલ્લભીપુરમાં સૂત્રોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં ત્યારે જે શ્રુતજ્ઞાન શ્રમણોમાં કંઠસ્થ રહેલું હતું તેમાં જે જે કેટલાક સંસ્કારો કરવામાં આવ્યા તે પણ અત્યારે આપણા આગમ ગ્રંથોમાં છે. મૂળ અર્ધમાગધી ભાષામાં લખાયેલા આગમ ગ્રંથોમાં દેવર્કિંગણી ક્ષમાશ્રમણ પછી પણ કેટલાક ભાષા સંબંધી સંસ્કારો થતા રહ્યા હશે, એમ લાગે છે. અગિયાર અંગોનાં પદોની સંખ્યાનું જે પ્રમાણ જુદા જુદા ગ્રંથોમાં વર્ણવ્યું છે તેની સાથે સરખાવતાં એમ ચોક્કસ જણાય કે વર્તમાનમાં વિદ્યમાન આગમોના પાઠોમાં ઘણી જ મોટી પદસંખ્યા ઘટી ગઈ છે. સ્થાનાંગના દશમા અધ્યયનમાં સૂ. ૭૫૫ માં દશ અધ્યયનની બનેલી જે દશ દશાઓનું વર્ણન આવે છે. તે આજે મળતા આગમ ગ્રંથોમાં કંઈક અંશે મળે છે, કંઈક અંશે નથી મળતું. તે જોતાં પણ એમ લાગે છે કે વર્તમાનમાં પ્રચલિત આ.ભ. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરેલી વાચનામાં કેટલુંક પરિવર્તન તથા પ્રક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org