________________
श्री सिद्धाचलमण्डन-श्री ऋषभदेवस्वामिने नमः । श्री शान्तिनाथस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्येभ्यो नमः ।
જિનઆગમ જયકા (પ્રસ્તાવના)
અનંત ઉપકારી અરિહંત પરમાત્માની પરમકૃપાથી તથા પરમ પૂજ્ય પરમોપકારી પિતાશ્રી તથા સદ્ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી, પંચમ ગણધર ભગવાનું સુધર્માસ્વામીથી પરંપરાએ પ્રાપ્ત થયેલા શ્રી સ્થાનાંગસૂત્રના તૃતીય વિભાગને અનેક પ્રાચીન – પ્રાચીનતમ હસ્તલિખિત આદર્શોને આધારે સંશોધિત કરેલી નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાનું શ્રી અભયદેવસૂરિ વિરચિત ટીકા સાથે પ્રકાશિત કરતાં અમને અપાર આનંદનો અનુભવ થાય છે.
વિક્રમ સંવત ૨૦૫૬માં અમારૂં. બદ્રીનાથ (ઉત્તરાંચલ) માં ચોમાસું હતું ત્યારથી આ સંશોધન કાર્ય ચાલતું હતું, પરંતુ દૂર દૂરના લાંબા લાંબા પ્રવાસ આદિ કારણે આના પ્રકાશનમાં ઘણો જ વિલંબ થતો ગયો. શ્રી જૈન શ્વે. નાકોડા પાર્શ્વનાથ તીર્થમાં આવ્યા પછી બે વિભાગ પ્રકાશિત થયા હતા. નાકોડાતીર્થથી વિહાર કર્યા પછી અમે અહીં લોલાડા (શંખેશ્વરજી તીર્થથી ૧૨ કિ.મી. દૂર) ગામમાં ચાતુર્માસ રહ્યા છીએ. હવે આ ત્રીજો વિભાગ પ્રકાશિત થાય છે. સ્થાનાંગસૂત્રનાં દશ અધ્યયનો છે, તેમાં પ્રથમ વિભાગમાં ૧-૨-૩ અધ્યયન, દ્વિતીય વિભાગમાં ૪-પ-૬ અધ્યયન પ્રકાશિત થયાં હતાં. આ તૃતીય વિભાગમાં ૭-૮-૯-૧૦ અધ્યયન પ્રકાશિત થાય છે. આ રીતે હવે આ ગ્રંથ પરિપૂર્ણ થાય છે.
વિક્રમ સં. ૨૦૪૧ (ઈ.સ. ૧૯૮૫) માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ તરફથી જૈન આગમ ગ્રંથમાલા ગ્રંથાંક ૧૯(૧), ૧૯(૨) માં પ્રકાશિત થયેલા મૂલમાત્ર શ્રી સ્થાનાંગસૂત્રની ગુજરાતી પ્રસ્તાવનામાં તથા સટીક પ્રકાશિત થયેલા સ્થાનાંગસૂત્ર ભાગ-૧,૨ ની ગુજરાતી પ્રસ્તાવનામાં અમે ઘણી હકીકતો જણાવી છે. એટલે એનું પુનરાવર્તન ન કરતાં, મુખ્ય વાત જણાવીએ છીએ.
આ.શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિના શિષ્ય અભયદેવસૂરિએ અજિતસિંહસૂરિના શિષ્ય યશોદેવગણની સહાયથી વિક્રમસંવત્ ૧૧૨૦માં આની રચના કરી છે અને દ્રોણાચાર્ય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org