SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ (પૂ. બા મહારાજની સંક્ષિપ્ત જીવનરેખા) ૧૧ ગુરૂવારે તે અંગેની અનેક ઉછામણીઓ વીસા-નીમા ભવનના ઉપાશ્રયમાં બોલવામાં આવી, પાલિતાણા જૈન સંઘ તરફથી પાલિતાણા શહેરમાં ખાસ પાખી રાખવામાં આવી. ગુજરાત તથા કચ્છના ઘણા ભાઈ-બહેનો આવી પહોંચ્યા. ત્રણ વાગે ‘જય જય નંદા, જય જય ભટ્ટા' ના દિવ્ય ધ્વનિ સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. * હાથી ઉપર તેમનો ભવ્ય ફોટો તથા પાલખીમાં તેમનો દેહ પધરાવીને અંતિમ યાત્રા ફરતી ફરતી પાલિતાણા શહેરમાં ફરીને છેવટે આદિનાથ મનોહરશ્રી જૈન સોસાયટીમાં આવી અને ત્યાં વિમલગચ્છાધિપતિ પં. પ્રદ્યુમ્નવિમલજી મહારાજના સંપૂર્ણ સહકારથી ત્રિસ્તુતિક તપસ્વિપ્રવરશ્રી રવીન્દ્રવિજયજી મહારાજ (અવધૂત) તરફથી આ કાર્ય નિમિત્તે ભેટ મળેલા વિશાળ પ્લોટમાં મૂળ ઝીંઝુવાડાના વતની ગોકુળ આઈસ્ક્રીમવાળા નવીનભાઈ બાબુલાલ કુબેરદાસ ગાંધીએ મોટી બોલી બોલીને અગ્નિ સંસ્કારની પવિત્ર વિધિ કરી હતી. આ પ્રસંગે જીવદયાની ટીપ આદિ અનેક અનેક ધર્માનુષ્ઠાનો થયાં હતાં. દેવવંદનમાં ૧૦૦ જેટલાં સાધ્વીજી ભગવંત પધારેલાં હતાં. રાજકોટથી આવેલા શ્રી શશિકાંતભાઈ કીરચંદભાઈ મહેતાએ મારાં માતુશ્રીને સંઘમાતા વિશેષણથી વિભૂષિત કર્યાં હતાં. આ નિમિત્તે સંઘમાતા સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મહારાજના ગુણાનુવાદની સભા પાલિતાણામાં બિરાજમાન સાધુ ભગવંતોએ જંબૂદીપ આરાધના ભવનમાં પોષ સુદિ ૧૪ રવિવારે (તા. ૧૫-૧-૯૫) બપોરે ત્રણ વાગે રાખેલી હતી. તથા પોષ વિદ ૧ મંગળવારથી પોષ વિદ ૫ શનિવાર સુધી પંચાહ્નિક શ્રી જિનેન્દ્રભક્તિમહોત્સવ, તેમના શિષ્યાપરિવાર તથા ભક્તપરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો. પોષ વદિ ૫ શનિવારે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન દાદાના દરબારમાં રાખવામાં આવ્યું હતું તથા દાદાની સુવર્ણવ૨ખથી ભવ્ય અંગ રચના કરવામાં આવી હતી. શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવવા રાજકોટવાળા શશિકાંતભાઈ મહેતા આદિ પધાર્યા હતા. હું તો માતા-પિતારૂપી પરમાત્મામાં સમાઈ ગયો છું અને એ દ્વારા જ તીર્થંકર અરિહંત પરમાત્મામાં સમાઈ જવું એ મારા જીવનનું સંપૂર્ણ ધ્યેય છે. આ ધ્યેયને પૂર્ણ કરવામાં પરમાત્મા મને સંપૂર્ણ સહાય કરે એવી અંતઃકરણપૂર્વક શ્રી આદીશ્વરદાદા તથા શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરૂં છું. આ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનરહસ્યવૃત્તિનું મુદ્રણ થઈ ગયા પછી મારાં પરમાત્મસ્વરૂપ પૂ. માતુશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાથી આ શ્રદ્ધાંજલિ અહિં આપી છે. સં. ૨૦૫૧, મહા સુદિ ૧ મંગળવાર તા. ૩૧-૧-૯૫ વીસાનીમા ભવન જૈન ઉપાશ્રય, તળેટીરોડ, પાલિતાણા -૩૬૪ ૨૭૦ (ગુજરાત રાજ્ય). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy