SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન (૧૦) ૨૦૦૧ સંસ્થાની શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ, મુંબઈ-૩૬ના મકાનનું નવનિર્માણ કરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે શ્રી જૈન ઉદ્યોગગૃહના (સી.પી.ટેક) સ્થિતના મકાનના ચોથા-પાંચમા માળે સને ૨૦૦૧માં ૨૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી, શ્રી સી.પી.ક ખાતે હંગામી ધોરણે વિદ્યાર્થીગૃહ શરૂ કરવામાં આવ્યું. ઉદ્દેશો અને અમલીકરણ તેમજ એકવીસમી સદી તરફ પ્રયાણ : શરૂઆતમાં જે મૂળભૂત નિયમો ઘડવામાં આવ્યા હતા તે અનુસાર આજ રીતે આજે આઠ દાયકાથી સંસ્થા મક્કમપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે. જેમાં નીચેના મૂળભૂત નિયમો અમલમાં છે. (૧) દરેક શાખામાં વિદ્યાર્થીઓને નિયમિત જિનપૂજા કરી શકે તે માટે મુંબઈ, અંધેરી, વડોદરા, વલ્લભવિદ્યાનગર તેમજ ભાવનગર શિખરબંધી દેરાસરજી બનાવેલ છે. જયારે - પૂના, અમદાવાદ, ઉદયપુરમાં ઘર દેરાસર છે. પૂનામાં ટુંક સમયમાં શિખરબંધી દેરાસર બાંધવા માટે નિર્ણય લેવાયેલ છે. (૨) ધાર્મિક અભ્યાસક્રમ માટે દરેક શાખામાં ધાર્મિક શિક્ષકો દ્વારા ક્લાસ ચલાવવામાં આવે છે. નિયમિત ધાર્મિક પરિક્ષાઓ લેવામાં આવે છે. અને પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવાસ, ડેવલપમેન્ટ શિબીરો, ઉગ્ર તપશ્ચર્યાઓને પ્રોત્સાહન માટે સુવિધાઓ આપવામાં આવે છે. (૪) વિદ્યાર્થીઓના સાંસ્કૃતિ વિકાસ માટે સ્પર્ધાઓ, રમત-ગમત તેમજ વ્યાયામના સાધનો ઉપલબ્ધ હોય છે. (૫) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા “આંતર શાખા હરિફાઈ યોજવામાં આવે છે. અને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવે છે. (૬) વિદ્યાર્થીઓને “જનરલ નોલેજ” માટે શાખાઓમાં છાપાં, મેગેજીન-સારાં પુસ્તકો તેમજ વિશાળ લાઈબ્રેરીઓ સ્થાપવામાં આવી છે. (૭) એકવીસમી સદી તરફ જઈ રહેલ વિશ્વમાં આપણે પાછળ ન રહીએ તે માટે વિદ્યાર્થીઓને અદ્યતન ફર્નીચર તેમજ સાત્વીક ભોજન અને કોમ્યુટર શિક્ષણ માટે શાખામાં જ કોમ્યુટર સુવિધા આપવામાં આવી રહી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૮૭ વર્ષ દરમ્યાન, સમાજના હજારો નવયુવાનોને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001028
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages579
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy