SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રકાશકીય નિવેદન (૨) ૧૯૪૬ અમદાવાદમાં શ્રી જેસીંગભાઈ ભોળાભાઈ વિદ્યાર્થી ગૃહ શરૂ કરવામાં આવ્યું. (૩) ૧૯૪૭ મહારાષ્ટ્રમાં પૂના શહેરમાં શ્રી ભારત જૈન વિદ્યાલયના નામે શેઠશ્રી ગગલભાઈ હાથીભાઈ જેવા આગેવાનના સહકાર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું. (૪) ૧૯૫૪ વડોદરા શહેરમાં ચાલતી સંસ્થા શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમના સંચાલકોએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સંચાલન સોંપી દીધું. એટલે પ.પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિમાં સંસ્થાએ કાર્યભાર સંભાળીને નામ આપ્યું શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ. (૫) ૧૯૬૪ ગુજરાત રાજય સરકારે ખાસ શિક્ષણ સુવિધાઓને ધ્યાનમાં રાખીને વલ્લભવિદ્યાનગર શહેરનો વિકાસ કર્યો. સને ૧૯૫૪માં વડોદરા શાખાની શરૂઆત થયા બાદ દશ વર્ષ પછી આપણી આ પાંચમી સંસ્થા શરૂ કરવામાં આવી. અને આ સંસ્થાને શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ નામ આપવામાં આવ્યું. (૬) ૧૯૭૦ ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્ર તરફથી આવતા વિદ્યાર્થીઓની જરૂરીયાતને લક્ષ્યમાં રાખીને શાખા ખુલ્લી મુકવામાં આવી. આ સંસ્થાને શ્રી મણીલાલ દુર્લભજી વિદ્યાર્થીગૃહ નામ આપવામાં આવ્યું. (૭) ૧૯૭૨ પ.પૂ.આચાર્યશ્રી વલ્લભસૂરીશ્વરજીના જન્મ શતાબ્દીની વર્ષ ૧૯૭૦ માં જૈન સમાજમાં ધામધુમથી ઉજવણી થઈ હતી. ગુરૂદેવની જન્મ શતાબ્દી નિમિત્તે ઓલ્ડ બોયઝ યુનિયનના પ્રયાસોથી ગુરૂદેવનું નામ જોડીને “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” અંધેરીમાં શાખા શરૂ કરી. (૮) ૧૯૯૪ સને ૧૯૪૬ના વર્ષથી કરેલો સંકલ્પ અને ૧૯૯૨માં સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે કન્યા છાત્રાલય શરૂ કરવાના દઢ નિર્ધારના ફળ સ્વરૂપ સને ૧૯૯૪માં અમદાવાદમાં કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવ્યું અને આ શાખાને શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા કન્યા છાત્રાલય નામ આપવામાં આવ્યું. (૯) ૨૦૦૧ ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજયમાં શાખા શરૂ કરવાનો સંકલ્પ પુરો થયો. ઉદયપુર મુકામે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલ્મની. એસોસીએશન, યુ.એસ.એ.ના સહકારથી ૮૦ વિદ્યાર્થીઓની કેપેસીટી સાથે પૂર્ણ થયો. અને શાખાને ડો. યાવન્તરાજ પુનમચંદજી અને શ્રીમતી સંપૂર્ણ જૈન વિદ્યાર્થીગૃહ નામ આપવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001028
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages579
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy