________________
પ્રકાશકીય નિવેદન
ઉછરતી પેઢીને વિદ્યાનું અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શક્તિશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે.
८
સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પુણ્યામાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો ! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે ! આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા !
જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે. જે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજકલ્યાણના સહભાગી બનશે.
સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશીષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વપ્ર સિદ્ધ કરીએ એજ અભ્યર્થના.
મુંબઈ-૩૬ તા.૨૮-૪-૨૦૦૩
Jain Education International
લિ.સેવકો
ખાંતિલાલ ગોકળદાસ શાહ સુબોધરત્ન ચીમનલાલ ગારડી
પ્રકાશચંદ્ર પ્રવીણચંદ્ર ઝવેરી માનદ્ મંત્રીઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org