________________
પ્રાસંગિક નિવેદન
સંભવ જરૂર છે, પ્રાચીન યુગમાં આચાર્ય શ્રી અભયદેવસૂરિ, આચાર્ય શ્રી મલયગિરિ આદિએ દુર્ગમતાને કારણે પરિવર્તનો જરૂર કર્યાં છે, પરંતુ આજના ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આવું પરિવર્તન યોગ્ય છે કે નહિ ?- એ વસ્તુ અમે ભાષાશાસ્ત્રીઓ ઉપર છોડીએ છીએ."(પૃ૦૮-૯)
“આગમોદ્ધારક પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિમહારાજે જૈન આગમો ઉપરના ચૂર્ણિ, ટીકા, ટિપ્પનક આદિ જે વ્યાખ્યાગ્રંથોને સંશોધન ક૨વાપૂર્વક પ્રકાશિત કર્યા છે તે એક દોડતી આવૃત્તિ હોઈ તેમાં અશુદ્ધિ રહે તે અક્ષમ્ય નથી. તેમજ હકીકતથી તેઓ પોતે પણ અજ્ઞાત ન હતા. આ જ કારણને લઈને તેઓશ્રીએ આચારાંગસૂત્રચૂર્ણિના અંતમાં આ પ્રમાણેનો ઉલ્લેખ કર્યો છેप्रत्नानामप्यादर्शानामशुद्धतमत्वात् कृतेऽपि यथामति शोधने न सन्तोषः परं प्रवचनभक्तिरसिकता प्रसारणेऽस्यां प्रयोजिकेति विद्वद्भिः शोधनीयैषा चूर्णिः क्षाम्यतु चापराधं श्रु
।
પૂજ્યશ્રીનો આ ઉલ્લેખ તદ્દન પ્રામાણિક અને સત્ય છે. અમે પણ આચારાંગચૂર્ણિની સંખ્યાબંધ પ્રતિઓ- જેમાં ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારોની તાડપત્રીય પ્રતિઓનો સમાવેશ થાય છે- જોઈ અને તપાસી, તો જણાયું કે આવી એક જ કુલની અશુદ્ધતમ પ્રતિઓને આધારે સંશોધન કરવું એ કઠિન કામ છે. પરંતુ અમારા સદ્ભાગ્યે માનો કે જિનાગમાભ્યાસી જૈન મુનિવરોના સદ્ભાગ્યે માનો, પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારમાંથી આચારાંગચૂર્ણિની જુદા કુલની એક ખંડિત તાડપત્રીય પ્રતિ મળી આવી ત્યારે અમારામાં આચારાંગચૂર્ણિના સંશોધન માટે હિમ્મત આવી. આ જ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રચૂર્ણિની જુદા કુલની એક અપૂર્ણ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારે જ અમને આપી છે, જેના આધારે તેનું સંશોધન પણ અમારા માટે લગભગ સરળ બન્યું છે. અમારા આ કથનનો આશય એ છે કે- જૈન આગમોના સંશોધન માટે પ્રયત્ન કરનારે જ નહિ, પણ કોઈ પણ શાસ્ત્રના સંશોધન કરનારે તે તે આગમ કે શાસ્ત્રના જે જે વ્યાખ્યાગ્રંથોનો ઉપયોગ કરવો હોય તે તે વ્યાખ્યાગ્રંથોનું પ્રાચીન પ્રાચીનતમ પ્રતિઓના આધારે સંશોધન કર્યા વિના તેનો ઉપયોગ કદીય કરવો ન જોઈએ. પૂજ્યશ્રી સાગરાનંદસૂરિમહારાજની આવૃત્તિઓ જૂની ઢબના સંપાદનરૂપ હોઈ, તેમાં તેઓશ્રીએ ખૂટતા કે વધતા સૂત્રપાઠોની જે પૂર્તિ કરી છે કે કાઢી નાખ્યા છે કે સુધાર્યા છે કે પરિવર્તિત કર્યા છે તેવા પાઠો અમને અમારા પાસેની અને તે સિવાયની અમારી જોયેલી કોઈ પણ પ્રતિમાંથી મળ્યા નથી. આવે સ્થળે જો પૂજ્યશ્રીએ ગોળ કે કાટખૂણ કોષ્ઠકની નિશાની રાખી હોત તો તે સંશોધક વિદ્વાનો માટે વિશેષ અનુકૂળ થઈ પડત. પરંતુ તેઓશ્રીએ પોતાની પુરાણી ઢબને કારણે તેમ કર્યું નથી. આ અનુભવ અમને પૂજ્યશ્રીસંપાદિત અનુયોગદ્વારસૂત્ર અને ચૂર્ણિ, પ્રજ્ઞાપનોપાંગસૂત્ર અને તેની મલયગિરીયા વૃત્તિ આદિ ઘણા ગ્રંથોમાં થયો છે.
વ્યાખ્યાગ્રંથો અશુદ્ધ હોય ત્યારે સૂત્રપાઠોને શુદ્ધ કરવાનું કામ ઘણુ વિષમ બને છે. એટલે તે તે આગમને તૈયાર કરતાં પહેલાં તેના ઉપરના વ્યાખ્યાગ્રંથોનું સંશોધન એકાન્ત અનિવાર્ય જ માનવું જોઈએ. નંદસૂત્ર, અનુયોગદ્દારસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રના સંપાદનમાં અમે આ પદ્ધતિ જ અપનાવી છે અને ઉત્તરોત્તર પ્રકાશિત થનારા જૈન આગમગ્રંથો માટે અમારી આ જ પદ્ધતિ ચાલુ રહેશે- એવો અમારો આંતરિક વિશ્વાસ છે.” (પૃ૦ ૧૨-૧૩)
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org