SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક નિવેદન સ્વરશ્રુતિ મોટા ભાગે છે. આવા પાઠ ભેદો અમે જણાવ્યા નથી. પરંતુ જ્યાં મહત્ત્વના પાઠભેદો છે ત્યાં જ અમે ટિપ્પણમાં એની નોંધ કરી છે. આ રીતે, વિક્ર્મસંવત ૨૦૪૦ (ઈસવીય ૧૯૮૫)માં થયેલા શ્રીમહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશન કરતાં આ સંસ્કરણમાં કેટલીક ઘણી મહત્ત્વની વિશેષતા પણ છે, તેનું વાચકો તથા સંશોધકો ખાસ ઘ્યાન રાખે. ४० આ રીતે આ.મ.શ્રી અભયદેવસૂરિજી મહારાજે સ્વીકારેલા પાઠોવાળી એક માત્ર પ્રાચીન તાડપત્રીય પ્રતિનો ઉપયોગ કરવા પણ દેવ-ગુરૂકૃપાથી- અમે ભાગ્યવાન બન્યા છીએ એ અમારા માટે ઘણો આનંદનો વિષય છે. ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પુર્ણે, ની અતિ દુર્લભ પ્રતિના ઝેરોક્ષ ફોટાઓ જોધપુરના સ્વ.જોહરીમલજી પારેખે આજથી ૧૭ વર્ષ પહેલાં અમે જ્યારે વિક્રમસંવત્ ૨૦૪૨માં રાજકોટમાં પ્રહ્લાદ પ્લોટમાં ચોમાસું હતા ત્યારે ત્યાં મોકલી આપ્યા હતા તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ છે. ૦ તથા માં॰ માં શ્રુતિ તથા સ્વરશ્રુતિ મુખ્યતયા છે. પરંતુ ॰ તથા માં॰ બંને ખંડિત હસ્તલિખિત આદર્શો છે. કેટલાંયે પત્રો તેમાં નથી. કેટલાંયે પત્રો ખંડિત-ત્રુટિત છે. ॰ તથા માં॰ સિવાયના આદર્શોમાં શ્રુતિનું બાહુલ્ય છે. આ અંગે વિક્મ સં. ૨૦૨૪ (ઈ.સ. ૧૯૬૮)માં શ્રી મહાવીર જૈનવિદ્યાલય તરફથી પ્રકાશિત થયેલા જૈન આગમ ગ્રંથમાલા ગ્રંથાંક ૧માં વિભુત્ત અનુોદ્દારાનું = ના સંપાદકીય પ્રતિપરિચયમાં નંદી-અનુયોગદ્વારના સંશોધનને લક્ષમાં રાખીને સ્વ૦ આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે જે જણાવ્યું છે તે અક્ષરશઃ અમે નીચે આપીએ છીએ. કારણકે સંશોધનની દિશામાં તે અત્યંત મહત્ત્વનું છે. “અનુયોગદ્વારની પ્રાચીન પ્રતિઓમાં કેટલેક ઠેકાણે થતાં તં નવી રેય ઇત્યાદિ ત-વ-ધ આદિ વ્યંજનપ્રધાન પ્રયોગવાળાં સૂત્રપદો જોવામાં આવે છે, તેમ છતાં આજના પ્રાકૃતજ્ઞ વિદ્વાનો એમ માને છે કે આ પ્રયોગો વિકૃત થઈ ગયા છે અથવા લિપિવિકારમાંથી જન્મ્યા છે, પરંતુ આ માન્યતા અમારી દૃષ્ટિએ ભ્રામક છે. આજે ભાષ્ય, ચૂર્ણિ આદિ પ્રાકૃત ગ્રંથોની સેંકડો પ્રાચીન પ્રતિઓમાં એકધારી રીતે આવા પ્રયોગો હજારોની સંખ્યામાં મળતા હોય ત્યારે આવી વિકૃતપણાની કલ્પના કરી લેવી એ અમારી નજરે વધારે પડતું છે. અમારી સૂત્રવાચનામાંથી, ‘બહુ તાંતે બળિયું' એ ન્યાયે, આવા પ્રયોગો અમે ગૌણ કરી દીધા છે, છતાં પ્રાચીન પરંપરા સર્વથા ભુલાઈ ન જાય તે માટે કેટલીક વાર ઉપરવટ થઈને પણ આવા પ્રયોગો અમે રાખ્યા છે. અને ભાષ્ય, ચૂર્ણિ આદિ સાથેનાં સૂત્રપ્રકાશનોમાં અમે આવા પ્રયોગોને ગૌણ કરવાનું પસંદ નહિ કરીએ. આ જ રીતે પદના આદિ સ્વરમાં તે વ્યંજનનો ઉમેરો કે જે અર્વાચીન વૈયાકરણોને સમ્મત નથી તેવા તો ધનાળ-સં૦ લધિજ્ઞાન, તૂજા-સંપૂTM આદિ જેવા પ્રયોગો વિશેષાવશ્યકભાષ્ય, કલ્પબૃહદ્ભાષ્ય, અંગવિજ્જા આદિમાં મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. શ્રી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની પ્રાકૃત કુવલયમાલાકથા આદિમાં પણ આવા પ્રયોગો આવે છે, એટલે વિદ્વાનોએ આવા પ્રયોગોના વિષયમાં પુનઃ વિચાર ક૨વો પ્રાપ્ત થાય છે. આવા પ્રયોગોથી ભાષાપારંપર્યની વિસ્મૃતિને લીધે શાસ્ત્ર દુર્ગમ જરૂર થાય છે, છતાં ભાષાશાસ્ત્રીઓને માટે આ રીતે-એટલે કે પ્રાચીન પરિવર્તન કરવું-અણગમાકારક બનવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy