________________
પ્રાસંગિક નિવેદન
પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનન્દસૂરિમહારાજશ્રીએ સંપાદિત કરેલો કોઈ પણ આગમગ્રંથ તેમનાથી ઉત્તરવર્તી સંપાદકોને વિવિધ રીતે ઉપકારક અને પ્રેરક છે જ; એટલું જ નહિ, જેમને આગમ સાહિત્યની સાથે કોઈ ને કોઈ સંબંધ છે તે સર્વે કોઈ પૂજ્યપાદ આગમોદ્ધારકજીના તે તે વિષયમાં ઋણી છે એ એક હકીકત છે. પૂજ્યપાદ આગમોદ્ધારક મહારાજ સાહેબે સંપાદિત કરેલા જે જે ગ્રંથોનું જે કોઈએ પણ પુનર્મુદ્રણ કર્યું છે તેઓ તે તે ગ્રંથોના પુનર્વિચારણીય પાઠોના સંબંધમાં પૂજ્યપાદ આગમોદ્ધારકની વાચનાથી ભિન્ન વાસ્તવિક પાઠો આપી શક્યા હોય તેવું જવલ્લે જ જણાય છે. એટલે કે પૂજ્યપાદ આગમોદ્ધારકજીનું પ્રકાશન એક ધ્રુવબિંદુ સમાન ગણાયું છે. આ વસ્તુમાં તેઓશ્રીની આજીવન જ્ઞાનસાધના અને બહુશ્રુતતા જ મુખ્ય કારણ છે. તેઓશ્રીનું શ્રુતસ્થાવિર્ય આપણ સૌને વંદનીય છે તેમાં બે મત નથી, છતાં ઉત્તરોત્તર થતી આવૃત્તિઓમાં ન થવું જોઈએ તે સ્થાનમાં પણ અનુકરણ થયેલું જોવામાં આવે છે. મોટા દ્રવ્યય અને શ્રમથી આપણે જે નવીન સંશોધન અને પ્રકાશનો કરીએ તેમાં સવિશેષ ચોક્સાઈ રાખવી જોઈએ, એ ધ્યાનમાં લાવવા માટે.... વિચાર કરવો આવશ્યક છે. તેને સર્વ બહુશ્રુત પુરુષો ક્ષમ્ય ગણશે.” (પૃ૦ ૧૬-૧૭)
આગમ પ્રભાકરજીના ઉપર જણાવેલા આ સૂચનને ધ્યાનમાં રાખીને અમારું આગમ સંશોધનનું કામ ચાલે છે. તેમાં ટીકા સહિત સ્થાનાંગસૂત્રનો આ પ્રથમભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ સંશોધન કાર્યમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે તેમનો આભાર આ ગ્રંથની પ્રસ્તાવનામાં અમે આપેલો છે.
ધાર્મિક, સામાજિક, રાજકીય આદિ વિવિધ ક્ષેત્રોમાં અત્યંત અગ્રેસર, દીર્ઘદર્શી, સૂક્ષ્મ ચિંતક, સમાજ તથા જિન શાસનના પરમ હિતૈષી તથા શ્રી જૈન શાસનની ઉન્નતિ જેમનો પ્રાણ હતો તે શ્રી જૈન શ્વે. નાકોડ પાર્શ્વનાથ તીર્થના અધ્યક્ષ શ્રી પારસમલજી ભંસાલી અહીં નાકોડા તીર્થમાં ચતુર્માસ કરવા માટે અમને લાવ્યા હતા. નાકોડા તીર્થમાં વિશાળ પ્રાચીન શાસ્ત્રસંગ્રહ તથા સંશોધન કેન્દ્રને ઉભું કરવાની તેમની ઉત્કટ ભાવના હતી. તે અનુસાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ હાર્ટની બાયપાસ સર્જરી કરાવ્યા પછી મુંબઈમાં ૨૯-૯-૨૦૦૨ના દિવસે તેમનો આકસ્મિક સ્વર્ગવાસ થવાથી આ સટીક સ્થાનાંગસૂત્રના પ્રકાશનને જોવા માટે તે રહી શક્યા નથી, એ અમને ઘણું ઘણું ખટકે છે. તેમણે જે અત્યંત ઉદારતા તથા ઉત્સાહથી અમને અહીં સંશોધનાદિની અનુકૂળતા કરી આપી છે તે અવિસ્મરણીય છે. તે માટે તેમને હજારો ધન્યવાદ ઘટે છે.
દેવ-ગુરૂની અસીમ કૃપાથી તૈયાર થયેલા આ પ્રથમ વિભાગને પ્રભુના કરકમલમાં સમર્પિત કરીને આજે અપાર ધન્યતા અનુભવું છું. શ્રી જૈન છે. નાકોડા પાર્શ્વનાથ તીર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપો.મેવાનગર-૩૪૪૦૨૫, (વાયા-બાલોતરા), પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરશિષ્યજિ બાડમેર, રાજસ્થાન,
પૂજ્યપાદ સદ્ગુરૂદેવ મુનિરાજશ્રીભુવનવિજયાન્તવાસી, વિક્રમ સં.૨૦૫૯, માગશર સુદિ ૨,
મુનિ જંબૂવિજય શુક્વાર, તા.૯-૧૨-૨૦૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org