________________
પ્રસ્તાવના
આ ગાથાવિવરણ શોધી કાઢવા માટે આ મ૦ શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીમહારાજનો તથા મને તે આપવા માટે આ મ0 શ્રી મુનિચંદ્રસૂરિજીમ0 નો હું ઘણો ઘણો આભારી છું.
ગાથાવિવરણની અમારી જાણ પ્રમાણે પાંચ હસ્તલિખિત પ્રતિઓ મળે છે. છાણીના ભંડારમાં તેનો ગ્રંથાંક ૧૭૧ છે, શ્રીહંસવિજયજી જૈન લાયબ્રેરી- વડોદરામાં તેનો ગ્રંથાંક ૪૭ છે, જૈનાનંદપુસ્તકાલય-સુરતમાં તેનો ગ્રંથાંક ૧૬૦૭ છે. આ મહ શ્રી મુનિચંદ્રસૂરિએ તે મેળવવા પ્રયત્ન કર્યો, પણ એ મળી શકી નથી. માત્ર પાટણ (ગ્રંથાંક ૯૮૯૬) તથા લીંબડી (ગ્રંથાંક ૪૩૨)ની જ પ્રતિ અમારા પાસે આવી છે.
આ ભાગમાં સ્થાનાંગટીકાગતગાથાવિવરણ અમે આપ્યું છે. પરંતુ અનુભવથી અમને જણાયું છે કે આ ગાથાવિવરણ અશુદ્ધિઓનો મોટો ભંડાર છે. એને શુદ્ધ કરવામાં અપાર શક્તિ અને સમય જાય છે. એના બદલે જે જે પ્રાચીનગ્રંથોના વિવરણમાંથી તેમણે સંદર્ભો લીધા છે તે તે પ્રાચીન ગ્રંથોમાંથી સીધા જ તે તે સંદર્ભોને ટિપ્પણોમાં જ સમાવી લઈએ તો વધારે સારું છે. એટલે હવે પછીના ભાગોમાં ગાથાવિવરણ નહીં અપાય. પરંતુ મૂળ ગ્રંથોમાંથી સીધાં જ તે તે વિવરણો ટિપ્પણોમાં જ સમાવી લેવાશે.
ગાથાવિવરણ પછી ત્રણ પરિશિષ્ટો અમે જોડેલાં છે. ગાથાવિવરણમાં જે ગાથાઓનું વિવરણ રહી ગયું છે તે તથા બીજા પણ અનેક સાક્ષિપાઠોનું વિવરણ આદિ તથા ટીકાકારે જે કેટલીક કથાઓ સૂચિત કરી છે તે બધું પ્રથમ પરિશિષ્ટમાં (ટિણનાનિ) આપેલું છે. પ્રથમ વિભાગમાં જે સાક્ષિપાઠો ગ્રંથકારે અન્ય ગ્રંથોમાંથી ઉદ્ધત કર્યા છે તેની પૃષ્ઠક્રમ અનુસાર સૂચિ દ્વિતીય પરિશિષ્ટમાં આપેલી છે. તૃતીય પરિશિષ્ટમાં સંપાદનમાં ઉપયોગમાં લીધેલા ગ્રંથોની સૂચિ તથા સંકેત વિવરણ આપેલાં છે.
સ્થાનાંગસૂત્રમાં ભિન્ન ભિન્ન વિષયોની અનેક અનેક વાતો છે. એ સ્પષ્ટ કરવા માટે આ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજે અનેક અનેક અનેક ગ્રંથોમાંથી સાક્ષિપાઠો ઉદ્ધત કરીને આપ્યા છે. એટલે આ ટીકા ગ્રંથ સાક્ષિપાઠોનો સમુદ્ર છે. એનાં મૂળસ્થાનો શોધવા માટે અમે અમારાથી થાય તેટલો ખૂબ ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો છે. છતાંયે કેટલાકના મૂળ સ્થાનો અમે શોધી શક્યા નથી. કયાં તો તે તે ગ્રંથો સુધી અમારી દૃષ્ટિ પહોંચી નથી અથવા તો અમારા પાસે તે તે ગ્રંથો હાજર નથી. હજુ પણ જો મૂળ સ્થાનો જોવા મળશે તો આના છેલ્લા ભાગમાં આપવા અમારી ભાવના છે.
નવાંગીટીકાકાર આ મ0 શ્રી અભયદેવસૂરિજી મહારાજ પાસે તે ગ્રંથોના સારા સારા પ્રાચીન હસ્તલિખિત આદર્શો હશે. તેમાંથી તેમણે ઘણા ઘણા પાઠો ઉદ્ધત કરીને સ્થાનાંગટીકામાં આપ્યા છે. પરંતુ આજે તે તે ગ્રંથોની જે ટીકા મળે છે તેમાં થોડા જુદા જુદા પાઠો સામે રાખીને ટીકા રચવામાં આવેલી છે. તેથી આ મ0 શ્રી અભયદેવસૂરિજી મહારાજે ઉદ્ધત કરેલા પાઠોથી આજે પ્રકાશિત થયેલા ગ્રંથોમાં થોડા પાઠભેદ જોવામાં આવશે. અમે સ્થાનાંગટીકામાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org