________________
પ્રસ્તાવના
૩૩
સ્વકલ્પનાથી પણ વ્યાખ્યા કરેલી છે. સ્વકલ્પનાથી કરેલા લખાણમાં અમને કેટલેય સ્થળે અસંગતિ લાગી છે. કોઈક સ્થળે અમે આ વાત ટિપ્પણમાં જણાવી પણ છે. આ ગાથાવિવરણમાં કયા કયા ગ્રંથોમાંથી તેમણે ઉતારા કર્યા છે તે વિવરણકારોએ ખાસ લખ્યું નથી. પરંતુ ઘણી મહેનત કરીને તે તે ગ્રંથોમાંથી શોધવા માટે અમે ઘણો પરિશ્રમ કર્યો છે. વળી ગાથાવિવરણ વાંચતા એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ભ૦ શ્રી અભયદેવસૂરિજી મહારાજે ઉદ્ધત કરેલા પાઠો તેમની સમક્ષ જે હસ્તલિખિત આદર્શો હતા તેમાંથી ઉદ્ધત કરેલા છે. પરંતુ તે પછી જે ટીકાકારો થયા તેમણે તેમની સમક્ષ જે આદર્શો હતા તેના આધારે ટીકાઓ રચી છે. એટલે વિવરણમાં જે ગાથાઓ આપી છે તે તેમની સમક્ષ વિદ્યમાન સ્થાનાંગટીકાના પાઠો પ્રમાણે આપી છે, પરંતુ તેમણે જે ટીકા લખી છે તે, તે તે ટીકાકારો સમક્ષ જે પાઠો હતા તે પ્રમાણે લખી છે. એટલે ગાથાના પાઠોમાં તથા ગાથાવિવરણમાં જે થોડો થોડો ભેદ જોવા મળે છે તેનું કારણ ઉપર જણાવ્યું તે છે. વાચકોએ તેમાં મુંઝાવું નહિ. ગાથાઓનો અર્થ સ્વયં સમજી લેવો.
ગાથાવિવરણકારોએ જે વિવરણ લખ્યું છે તે પણ તેમની સામે જે હસ્તલિખિત આદર્શો હતા તેના આધારે લખ્યું છે. એટલે તેમની સમક્ષ વિદ્યમાન હસ્તલિખિત આદર્શોમાં રહેલી હજારો અશુદ્ધિઓ ગાથાવિવરણમાં પણ આવેલી છે.
પૂ. આ૦ મ0 શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના આ૦ મ૦ શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય તથા બંધુ આ૦ મ0 શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજના હાથમાં આ ગાથાવિવરણ તથા તેને ઉપરથી કોઈકે કરેલી પાંડુલિપિ (પ્રેસકોપી) આવી હતી. તેમણે આના ઉપર થોડા સંસ્કાર પણ પ્રારંભમાં કર્યા હતા. તે પછી તેમણે આની પાટણ તથા લીંબડીમાં ભંડારમાં રહેલી કાગળ ઉપર લખેલી પ્રતિ આ૦ મ0 શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ ઉપર મોકલી હતી. શ્રી વિજયમુનિચંદ્રસૂરિજીએ પણ ઘણી મહેનત કરીને તે તે ગ્રંથોની મુદ્રિત ટીકાઓ મેળવીને તેમાં રહેલા પાઠભેદોની નોંધ કેટલાક ભાગ સુધી કરી છે. શ્રીમુનિચંદ્રસૂરિજી મારા મામા તપસ્વિપ્રવર સ્વ૦ શ્રી વિલાસવિજયજી મહારાજના શિષ્ય તથા પુત્ર તપસ્વી મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી મહારાજના શિષ્ય તથા પુત્ર છે. એટલે મુનિચંદ્રસૂરિજી મારા ભત્રીજા થાય છે. તેમણે આ ગાથાવિવરણની પાટણ તથા લીંબડીની પ્રતિ તથા પ્રેસકોપી મારા ઉપર મોકલી આપી.
સ્થાનાંગટીકામાં ઉદ્ધત ગાથાઓને સમજવામાં આ વિવરણ ઉપયોગી થશે એમ સમજીને આ સ્થાનાંગસૂત્ર પછી આ ગાથાવિવરણને સ્વતંત્રગ્રંથ તરીકે જોડી દીધું છે. આ પ્રથમ ભાગ પુરતું જ ગાથાવિવરણ આપ્યું છે. ગાથાવિવરણમાં જે અશુદ્ધ પાઠો હતા તે પાઠોને તે તે મૂળટીકા ગ્રંથો જોઈને સુધારવાનો અમે અમારી મતિ પ્રમાણે યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. ગાથાવિવરણમાં તે તે ટીકાગ્રંથોના કેટલાક પાઠો સ્થાનાંગટીકા સમજવા માટે તદ્દન અનાવશ્યક હતા છતાં ગાથાવિવરણકારોએ લખ્યા છે એટલે અમે અનાવશ્યક લાગતા પાઠોને પણ રાખી લીધા છે કે જેથી ગાથાવિવરણગ્રંથનો ઉદ્ધાર થાય અને ગાથાવિવરણકાર વિદ્વાનોનો શ્રમ પણ સાર્થક થાય. વાચકશ્રી સુમતિકલ્લોલ તથા વાદીન્દ્રશ્રી હર્ષનંદન ગણિએ વિક્રમ સંવત ૧૭૦પમાં આ વિવરણ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org