________________
૩૨
પ્રસ્તાવના
સ્થાનાંગસૂત્રનાં સ્થાન, ક્રિસ્થાનવ એમ ટ્રસ્થાન સુધી દશ અધ્યયનો છે. કેટલાંક અધ્યયનોના અનેક ઉદ્દેશકો પણ છે. ક્રિસ્થાન, ત્રિસ્થાન તથા ઘા સ્થાન માં દરેકમાં ચાર ઉદ્દેશકો છે, પથ્થસ્થાનમાં ત્રણ ઉદ્દેશકો છે. માટે જ બધા થઈ સ્થાનાંગના એકવીસ ઉદ્દેશનકાલ તથા સમુદ્રેશનકાલ છે. એક પદાર્થો જગતમાં કેટલા છે, બે પદાર્થો કેટલા છે, .. એમ દશ પદાર્થો કેટલા છે. આ વાતો શ્રી સ્થાનાંગસૂત્રમાં વર્ણવેલી છે. સ્થાનાંગસૂત્રમાં અનેક અનેક વાતો હોવાથી તેમજ ટીકાકારે ઘણી સ્પષ્ટતા કરી હોવાથી સમુદ્ર જેવો આ ગ્રંથ છે.
આ રીતે સટીક સ્થાનાંગસૂત્ર ઘણું મોટું હોવાથી ચાર ભાગમાં મુદ્રિત કરવાની અમારી ભાવના છે. પ્રથમ ભાગમાં ૧-૨-૩ અધ્યયન, દ્વિતીય ભાગમાં ૪-૫-ક અધ્યયન, તૃતીય ભાગમાં ૭-૮-૯ અધ્યયન અને ચતુર્થ ભાગમાં ૧૦મું અધ્યયન તથા અનેકવિધ પરિશિષ્ટો આદિ પ્રકાશિત કરવાં, આ રીતે અમે આયોજન અત્યારે વિચારેલું છે.
એક પદાર્થ કેટલા છે, બે પદાર્થો કેટલા છે, ઈત્યાદિ રીતે ગ્રંથ રચવાની પદ્ધતિ બૌદ્ધોમાં પણ હતી. બૌદ્ધોના પાલિત્રિપિટકમાં મંગુત્તરનાથ ( ત્તર નિય) ગ્રંથ પણ આવો છે. એમાં આવતા પદાર્થોની તથા શબ્દોની તુલના કરવા જેવી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિક્રમ સંવતું ૨૦૪૧ના સંસ્કરણમાં અમે ચતુર્થ પરિશિષ્ટમાં વીદ્ધ વનિત્રિટિતુના છાપી છે. તે જોઈ લેવા ખાસ ભલામણ છે. તથા તેની પ્રસ્તાવનામાં(પૃ.૧૮-૧૯, ૨૧-૨૨) સ્થાનાંગના પરિચયમાં સ્થાનાંગનાં અધ્યયનો, ઉદ્દેશાઓ, વિષય, પરિમાણ વગેરે વિષે અમે કંઈક સંક્ષિપ્ત વર્ણન કરેલું છે. વિશેષ કંઈ કહેવાનું હશે તે સ્થાનાંગના ચોથા ભાગની પ્રસ્તાવનામાં આવશે.
સ્થાનાંગમાં ક્ષેત્રના પર્વતો-નદીઓ આદિ જુદા જુદા પદાર્થોનું વર્ણન આવે છે. લોકના ઉર્ધ્વલોક-તિર્યશ્લોક-અપોલોકનાં ચિત્રો સામે હોય તો જ એ વાતો બરાબર સમજાય. એટલે ચતુર્થવિભાગમાં ભિન્ન ભિન્ન ચિત્રપટો(નકશા) આપવાની પણ અમારી વિચારણા છે જેથી તે તે વર્ણનો બરાબર સમજાય.
આ સ્થાનાંગટીકાનું વાંચન કરતાં અભ્યાસીઓએ વિક્રમ સં. ૨૦૪૧માં છપાયેલું સ્થાનાંગસૂત્ર સામે રાખવું અત્યંત જરૂરી છે. અત્યંત જરૂરી અનેક ટિપ્પણો તથા પરિશિષ્ટો એમાં અમે આપેલા છે.
આ ભ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજે સ્થાનાંગસૂત્રમાં આવતા તે તે પદાર્થોને સ્પષ્ટ કરવા માટે જુદા જુદા ગ્રંથોમાંથી અનેક અનેક અનેક પાઠો ટીકામાં ઉદ્ધત કરેલા છે. પૂર્વાપરસન્દર્ભ જોયા વિના આ પાઠો સ્પષ્ટ રીતે સમજવા બહુ કઠિન છે. એટલે તે તે પાઠોને સમજવા માટે ખરતરગચ્છીય વાચક શ્રી સુમતિકલ્લોલ તથા વાદીન્દ્રશ્રી હર્ષનન્દન ગણીએ ભેગા મળીને સ્થાનાંગટીકાગતગાથાવિવરણ નામનો ગ્રંથ લખેલો છે. આમાં તેમણે સંસ્કૃત ઉદ્ધરણો તથા પ્રાકૃત ગદ્ય ઉદ્ધરણો સંપૂર્ણ પણે છોડી દીધાં છે. માત્ર ગાથાઓનું જ વિવરણ લખ્યું છે. આ જે વિવરણ લખ્યું છે તે પણ તે તે મૂળગ્રંથોની ટીકા આદિ જોઈને તેમાંથી લગભગ ઉતારા રૂપે જ લખ્યું છે. કોઈક સ્થળે તેમણે તે તે પાઠોનું પ્રસંગ અનુસાર સંકલન પણ કરેલું છે. કોઈક સ્થળે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org