________________
૨૬
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
મહર્ષિઓનાં ગુણોકીર્તન પદ્યો
ચોપાઈ
જય જય જગદોત્તમ મહાવીર, ગૌતમ ગણધર વડા વજીર; ધીર વીર ગંભીર ગુણવંત, પ્રણમું પદકજ ધરી બહુ ખંત. ૧
શાસન ધુર વહે અણગાર, શ્રી સુધર્મ પંચમ ગણધાર; તાસ પરંપર ગુરૂ ગુણ ભર્યા, સૂરિ પુરંદર બહુ વિસ્તર્યા. ૨ એકસઠમી પાટે સૂરિરાયા, વિજયસિંહ થયા ગુરૂરાય; સત્ય કપુર તાસ ક્ષમા નિવાસ, જેહની ધારે સુરગણ આશ. ૩
સવૈયા છંદ (અંગ્રેજી ચાલમાં)
શ્રી જિન ઉત્તમ વદન મલયથી, વચન સરસ ચંદન સુખદાય; આત્મ પ્રદેશે સ્પર્શ થયાથી, અપૂર્વ પરમાનંદ પમાય.
ગુરૂપદ પદ્મની સેવા વિધીથી, પ્રગટ શુદ્ધ નિજ આત્મ સ્વરૂપ; પ્રત્યક્ષ થાતાં અવિચળ કીર્તિ, જગ જયકારી વધે અનૂપ.
શુદ્ધ ભાવની આત્મ પરિણતિ, કસ્તુરીની સહજ સુગંધ; તપસી શ્રી કસ્તુરવિજયજી, ભરી પાપના તોડે બંધ.
શ્રદ્ધા સમ્યગુ મહા વ્રતધારી, ગિરૂઆ ગુણ મણિ આગર જે; ક્ષમા સહિત નીત્યે તપ કરતા, મણિવિજયજી દાદા તેહ.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org