________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
સુશોભિત માંડવીમાં શરીરને પધરાવ્યું. હજારો મુખથી ‘જય જય નંદા, જય જય ભદ્દા' ના ઉચ્ચારો થવા લાગ્યા માર્ગમાં સ્થાને સ્થાને હાથ જોડી વંદના કરતા લોકો સોના રૂપાના પુષ્પો વિગેરેથી વધાવવા લાગ્યા એમ કરતાં માંડવી નગર બહાર નીકળી અને શુદ્ધ ભૂમિ ઉપર ચંદનાદિની ચિતામાં શબનો અગ્નિ સંસ્કાર થયો. અને દાદાશ્રી મણિવિજયજીનું નામ, સ્મરણ માત્ર રહ્યું.
નિર્વાણના સમાચાર ઠામ ઠામ પહોંચી ગયા. સર્વ કોઈ સાંભળી ઉદાસ થયા. રાંદેરમાં રત્નસાગરજી ચોમાસુ હતા ત્યાં પણ સમાચાર પહોંચ્યા સાથે રહેલા દાદાશ્રીજીના શિષ્ય મુનિશ્રી સિદ્ધિવિજયજીને સમાચાર સાંભળતાં હૃદય વજ્રહત થયું, છેવટે પણ ગુરૂવર્યનો સમાગમ ન થયો. ગુરૂ મહારાજની વંદના અને સેવાની અભિલાષા મનમાં ને મનમાં જ રહી, આથી ઘણું લાગી આવ્યું; પરંતુ ભાવિ આગળ શો ઉપાય ? ગૌતમ સ્વામી જેવાને પણ છેવટે ગુરૂ દર્શનનો વિરહ રહ્યો તો બીજાને માટે શું કહેવું. છેવટે મુનિવર્ય શ્રીરત્નસાગરજી વિગેરેએ તેમને સમજાવી શાંત કર્યા. સંઘ સમક્ષ દેવવંદનની ક્રિયા કરવામાં આવી અને તેમણે ઉપવાસનું પચ્ચખ્ખાણ કર્યું ત્યારથી માંડી અદ્યાપિ પર્યંત આસો શુદ ૮ ને દિવસે તેઓશ્રી દરવર્ષે ઉપવાસ કરે છે ! ધન્ય છે ! એ ગુરૂભક્ત શિષ્યોને !
આ પ્રમાણે પરમપૂજ્ય તપસ્વી દાદાશ્રી મણિવિજયજી મહારાજ ૧૮૫૨ માં જન્મ્યા, ૧૮૭૭ માં દીક્ષા ગ્રહણ કરી, ૧૯૨૨ નાં જેઠ શુદ ૧૩ ના દિવસે પંન્યાસ પદ મળ્યું અને ૧૯૩૫ ના આસો શુદ ૮ ને દિવસે સ્વર્ગવાસી થયા. સર્વ મળી લગભગ ૫૯ વર્ષ ચારિત્ર પાવન કર્યું.
રાજનગર જૈન વિદ્યાશાળા
વીર સં. ૨૪૫૦ વિમ સં. ૧૯૮૦
ભાદ્રપદ કૃષ્ણ દશમી. મેઘવિજ્ય.
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org