SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર વિશેષ અભ્યાસ હતો. જ્ઞાન દશામાં જાગ્રત પ્રમાદના પારિવારી હઠ કદાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતા જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સામાચારીનું યથાઈ શુદ્ધ આરાધન કરી, અકિંચન નિરૂપ લેપ, નિત્સંગી આ બાળ બ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૯ (ઓગણસાઠ) વર્ષ પર્યંત વિશુદ્ધ ચારિત્રઆરાધન કરી ભવ્ય જીવોને અનેક ઉપકાર કર્યા અને કરાવ્યા. નિર્વાણ : પાછળ જણાવ્યા મુજબ શારીરિક સ્થિતિની મંદતાથી છેવટનાં ૧૪ ચોમાસા રાજનગરમાં થયાં ત્યાં પણ યથાશક્તિ તપસ્યા, ભાવના, ધ્યાન વિગેરેમાં સમય નિર્ગમન કરતા. એવી અવસ્થામાં પણ એકાસણાથી ઓછી તપસ્યા તો કરતાજ નહીં. શરીર દિવસે દિવસે નિર્બળ થવા લાગ્યું. સંવત ૧૯૩૫ ના આશ્વિન માસની ઓળી આવી એ અવસરમાં શરીર છેક શિથિલ થયું છતાં તપસ્યાના અભ્યાસી અને અભિલાષી મહાત્માએ શુદ ૮ ને દિવસે સવારે ચોવિહાર ઉપવાસનું પચ્ચખ્ખાણ કર્યું. એવામાં શેઠ પ્રેમાભાઈ ગુરૂ વંદન કરવા આવ્યા તેમને મહારાજશ્રીના ઉપવાસ કર્યાના સમાચાર મળ્યા એટલે તેમણે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી જે :- “સાહેબ ! આવી સ્થિતિમાં આજે ઉપવાસ !” મહારાજજીએ કહ્યું “મહાનુભાવ ! આજે તો કરવો જ જોઈએ, જેટલું લેવાય તેટલું લઈ લેવું.” શેઠે ઘણું કહ્યું પરંતુ મહારાજજીએ તો એજ ઉત્તર દીધો છે : “આજે તો અવશ્ય ઉપવાસ કરવોજ છે.” ગુરૂ મહારાજના ગુણોથી વિશેષ પરિચિત હોવાથી શેઠ સમજી ગયા અને વિશેષ આગ્રહ ન કર્યો. જીંદગીભરની આરાધના અભ્યાસે ખરેખરૂં કાર્ય બજાવ્યું. અણાહારી પદના સાચા અભિલાષીએ જીંદગીભરમાં અનેકવાર ચારે આહારનો ત્યાગ કરી અણાહારી પદ માટે સતત પ્રયત્ન સેવી છેવટનો આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. શરીર બિલકુલ શિથિલ થઈ ગયું છતાં જીંદગીભરમાં જેમણે ક્રિયામાં ખામી ન આવવા દીધી તેને છેવટે પણ કેમ ખામી આવે ! દિવસ સંપૂર્ણ થયો, સાંજે પ્રતિક્રમણ કર્યું અને સંથારા પોરિસી ભણાવી તે અવસરે ૫. ગુલાબવિજયજી વિગેરે મુનિવર્ગ અને શ્રાવકોનો સમુદાય પાસે બેઠો હતો ગુરૂ મહારાજને સંથારામાં શયન કરાવ્યું છતાં ગુરૂ મહારાજ જાગ્રત દશામાં ધ્યાનારૂઢ જણાયા. મહારાજને પૂછ્યું ‘આપના હૃદયમાં શેનું ધ્યાન છે ?” ગુરૂ મહારાજે ઉત્તર દીધો. “શ્રી તીર્થરાઇનરીનાય નમ:' આ પ્રમાણે ધ્યાન કરતાં ક્ષણાંતરમાં તે પરમ પવિત્ર શાસન ઉપકારી અનેક શિષ્ય પ્રશિષ્યોના ગુરૂ મહારાજનો અમર આત્મા અમરવિમાનમાં ગુરૂવર્યોની સેવા કરવા ચાલ્યો ગયો. સઘળું શૂન્ય થઈ ગયું. શહેરમાં હાહાકાર થઈ ગયો. આવા શાંત ગુણી મહાત્માના દર્શન હવે નહીં મળે ! અરેરે ! શું પ્રસન્નમુદ્રા ! શું તેમની દિવ્ય આકૃતિ ! હવે મણિદાદા ક્યાં મળશે ! તે પ્રશાંત દિવ્ય ચક્ષુનાં દર્શન ક્યારે થશે ? તે ગંભીર પ્રસન્ન મુખથી ધર્મલાભના આશીર્વચનો હવે ક્યારે સાંભળીશું ! હા ! દાદા મહારાજ ગયા ! પ્રાતઃ કાલે સર્વ સંઘ ભેળો થયો. મહાન ગુરૂ ગુણોને સંભારતા આંખોમાંથી આંસુઓ પાડતા શબને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, ચંદનથી ચર્ચા કરી મુનિ વેશ પહેરાવ્યો. પછી સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy