________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
દાદાશ્રી મણિવિજયજી મહારાજ) પોતાના ગુરૂવર્ય તપસ્વી કસ્તુરવિજયજી મહારાજના નામનો જાપ કરતા કરતા દર્દીના પેટ ઉપર હાથ ફેરવતા એટલે તેનો દુઃખાવો શાંત થઈ જતો. જોકે એ પોતેજ સરળ અને શાંત તપસ્વી હોવાથી એમનો હાથ જ એવો લબ્ધિવાન હોઈ શકે છતાં ગુરૂ પ્રત્યે કેટલું બધું એમના હૃદયમાં માન અને શ્રદ્ધા હશે ? આજે હશે કોઈ એવો પુન્યશાળી શ્રદ્ધાળું ગુરૂ ભક્ત !
શ્રીમદ્દ્ના અપ્રતિમ ગુણો :
બાલ્યાવસ્થાથીજ સદ્ગુણી અને ધર્માત્મા માબાપના ઉત્સંગમાં ઉછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું ! એ માબાપે એમનામાં તે તે સદ્ગુણોની એવી અક્ષય સુવાસ ફેલાવી હતી કે જે તેમની જીંદગીપર્યંત અખુટજ રહી. આ વિનિત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધીમાં નાના મોટા સર્વની ગોચરી પાણી વિગેરે વેયાવચ્ચમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદિ મ્લાન થયું નહીં, સાનુકુળ પ્રતિકુળ પ્રસંગોમાં, વિહારમાં તપસ્યામાં કદીપણ વચન અને વદન વિકારી ન થયાં. મળતાવડાપણું એટલું બધું કે જેથી સ્વપર સમુદાયના કોઈ પણ મુનિઓની એમના પ્રત્યે ભિન્ન ભાવના ન્હોતી એ એમના અન્ય અન્ય સમુદાયના મુનિઓ સાથેના સહવાસોથી જાણી શકાય છે. ડહેલાના કે વી૨ના કે લુહારની પોળના સાગર સમુદાયના કે વિમળ સમુદાયના સઘળા મુનિઓ સાથે વિચર્યા છે. અને ચોમાસાંઓ પણ તેમની સાથે કર્યાં છે. વળી પાછળ જણાવ્યા મુજબ ખરતર ગચ્છીયમુનિ સાથે પણ સમ્મેત શીખર પર્યંતનો વિહાર કર્યો, તેમની પ્રીતિ સંપાદન કરી, આટલું છતાં પણ શ્રદ્ધા અને આચારમાં ખામી ન આવી. અન્યનું કાર્ય કરવામાં કેટલી બધી તીવ્ર અભિલાષા કે જ્યારે મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીને દીક્ષા આપી ત્યારે પોતાની લગભગ બ્યાસી વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થા અને શરીર બિલકુલ અશક્ત છતાં રાંદેરમાં રત્નસાગરજી મસાના દર્દથી પીડાતા હતા તેમની સેવા કરવા માટે પોતાની શારીરિક સ્થિતિનો વિચાર ન કરતાં મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીને તેમની પાસે મોકલ્યા. તેઓ એકલા જઈ શકે એમ ન હોવાથી સાથે પોતાના બીજા શિષ્ય શુભવિજયજીને પણ મોકલ્યા. જો કે આવી અવસ્થામાં ગુરૂવર્યને છોડી જવું એ તેમને ભયંકર લાગ્યું, છતાં ગુરૂઆજ્ઞાને આધીન થઈ વિનિત શિષ્યે ગુરૂને વંદના કરી, તેમની આજ્ઞાથી વિહાર કર્યો. હૃદય ભેદાયું પરંતુ ગુરૂ આજ્ઞાપાલનમાં સ્વકર્ત્તવ્યને અધિક ગણતા છૂટા તો પડ્યા, છૂટા પડ્યા તે પડ્યા જ, પછી ગુરૂ શિષ્યનો મેળાપ ન થયો. અન્યની સેવા માટે આવા સ્વાર્થ ત્યાગી તે મહાત્માને કોટીશઃ વંદના હો ! કેટલીક વાર તપસ્વીઓમાં
૨૩
સહનશીલતાની ન્યૂનતા હોવાથી કષાય પ્રકૃતિ વિશેષ જોવામાં આવે છે. પરંતુ આ પ્રશાંત મહાત્માએ તેને તો પ્રથમથીજ દેશવટો દીધો હતો. રાજનગરમાં ઉપાશ્રયોનો કાંઈક પક્ષપાત હોવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે જવામાં કાંઈક શૈથિલ્ય હતું પરંતુ આ મહાનુભાવ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ ગાંભીર્ય શાંતિ અને અસાધરણ નિસ્પૃહતા વિગેરે ગુણોથી આકર્ષાઈ પ્રાયઃ સર્વ કોઈ એમના દર્શન અને વંદનનો લાભ લેતા એમના અનુભવીઓ કહે છે. જે આહા૨પાણી કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કોઈ પણ અવસરે એમના હાથમાં પુસ્તક કે નવકારવાળી પ્રાયઃ હોય, નવકારવાળી ગણવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org