________________
૨૨
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
સાથે દીક્ષા અંગીકાર કરી, વિદ્યાવિલાસી ભોજ રાજનું નગર બધું વિદ્વાન, થોડા વર્ષો ઉપર અમદાવાદમાં સુબાજી રવચંદ જેચંદની વિદ્યાશાળામાં શેઠ મનસુખભાઈ, ઝવેરી છોટાભાઈ, શા. મગનલાલ વિગેરે પોતાની બાલ્યાવસ્થામાં શાસ્ત્રાભ્યાસ કરતા હતા, તે અવસરે વિદ્યાશાળામાં શહેરના અનેક વિદ્યાર્થીઓ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. જેમાંના કેટલાએ શાસ્ત્રના જાણ સારા શ્રોતાઓ થઈ શક્યા હતા. શાસ્ત્રકારો પણ કહે છે જે :- મદીનનો યેન તિઃ સ પ્રસ્થા: | અગ્રગામીઓને આમાં કરવું, કરાવવું, અને અનુમોદન કરવું એ ત્રણેનો લાભ મળી શકે છે. તીર્થયાત્રાઓ -
તીર્ઘપુ વશ્વમળતો મ શ્રત્તિ ”
તીર્થયાત્રાનો મુસાફર સંસારની મુસાફરીથી મુક્ત થઈ જાય છે લગભગ ૧૯ વર્ષના દીક્ષા પર્યાયમાં શ્રીમદે તીર્થયાત્રાનો પણ અનન્ય લાભ લીધો છે. જ્યારે સમેત શીખરજીની યાત્રાની અભિલાષા થઈ ત્યારે તીર્થ સ્થાન અતિદૂર, આહાર પાણીની અગવડ અને વિકટ વિહાર હોવાથી અન્ય કોઈ મુનિ હામ ભીડી શક્યા નહીં; ત્યારે શાસ્ત્ર આજ્ઞાને સંપૂર્ણ માન આપી, એકાકી વિહારનો કોઈ પણ પ્રકારે આદર ન કરતાં, અન્ય મુનિની ગવેષણા કરવા માંડી, તે અવસરે પદ્રશેખર નામના એક ખરતરગચ્છીય મુનિવર મળી આવ્યા. શુદ્ધ હૃદયની ઉત્કટ અભિલાષા આગળ અંતરાય ક્યાં ટકી શકે ! બે મુનિવરો તૈયાર થયા. કોઈ પણ ગૃહસ્થની સહાય વિના ગગનની માફક નિરાલંબ અને વાયુ પેરે અપ્રતિબદ્ધ વિહાર કરી, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસ ત્યાગ રૂપ તપનું બહુમાન કરતા, સંવત ૧૮૮૯, ૯૦ અને ૯૧ માં અનુક્રમે બનારસ, કીસનગઢ અને પુષ્કરણામાં ચાતુર્માસિક સ્થિરતા કરી, સમેતશીખરાદિ તીર્થોની યાત્રા કરી, તીર્થકર મહારાજાઓનાં પુનિત પાદકમળથી પવિત્ર થયેલ ભૂમિની સ્પર્શના કરી, જન્મ સફળ કર્યો. પુરૂષ પ્રત્યન શું ન કરે ! પીસ્તાલીસવાર સિદ્ધાચલજીની યાત્રાઓ કરી, તેમાં ત્રણ ચોમાસાં કર્યાં અને કેટલીયે વાર નવ્વાણુ યાત્રાઓ કરી, સાતવાર ગિરનારની યાત્રાઓ કરી, પાંચવાર અર્બુદગિરિની યાત્રા કરી. ત્રણવાર અમદાવાદની શહેરયાત્રા કરી. બે વાર સૂર્યમંડન પાર્શ્વનાથને ભેટ્યા. એકવાર સૌરાષ્ટ્રનાં સર્વ તીર્થોનાં દર્શન કર્યા. એકવાર શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણોની સ્પર્શના કરી. ગૃહસ્થાવાસમાં પણ એકવાર સિદ્ધાચલજી, એકવાર ગિરનાર અને બેવાર આબુતીર્થની યાત્રાઓ કરી હતી, રેલ્વે વિગેરે સાધનોનો જ્યારે અભાવ હતો તેવા અવસરમાં પણ સિદ્ધાચળ, ગિરનાર અને આબુજીની તીર્થયાત્રાનો લાભ અપાવનાર માબાપની ધાર્મિક સ્થિતિ કેવી સુંદર ભાવનાવાળી હશે તે આ ઉપરથી જ જણાઈ આવે છે. ગુરૂપ્રેમ :
એમની દીક્ષા પછી એઓશ્રી ગુરૂ મહારાજ સાથે કેટલાં વર્ષ રહ્યા તે સાધનના અભાવે જાણવામાં આવ્યું નથી, પરંતુ એમનો ગુરૂ પ્રેમ અને ગુરૂ ભક્તિ તો અદ્વિતીય હતી, એમ તેમના આચરણો ઉપરથી પણ જાણી શકાય છે. કહેવાય છે કે ગુરૂમહારાજના અવસાન પછી પણ જ્યારે સમુદાયમાં કોઈ મુનિને પેટમાં દુઃખાવો વિગેરે સામાન્ય વ્યાધિ થાય ત્યારે એ (સરળ અને ગુરૂભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org