SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર નામથી પ્રસિદ્ધ થયા જો કે ખરી પ્રસિદ્ધિમાં તો આત્મારામજી નામજ રહ્યું. અત્યારે પણ તેઓશ્રી આત્મારામજી નામથી જ ઓળખાય છે. આ મહાત્માનું જ્ઞાન અતિ વિશાળ હતું. ઉપદેશ શક્તિમાં તો કોઈ એવું પ્રભાવકપણું હતું કે જેથી સ્વાર દર્શનોના શ્રોતાઓ ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થયા. અસ્મલિત ગંભીર વાગુધારા, વચન માધુર્ય, પદાર્થને સ્કુટ દર્શાવવાની કળા અને સમયસૂચકતા વિગેરે એટલાં બધાં લોકપ્રિય થઈ પડ્યાં કે જેથી તેમનો ઉપદેશ સાંભળવા લોકો તલસી રહેતાં હતાં. અન્ય દર્શનીયોનાં શંકાના સમાધાનો પણ એવી શાંતિપૂર્વક અને યુક્તિપૂર્વક કરવામાં આવતાં કે જેથી તે સાંભળનાર વારંવાર આવવાની ઈચ્છા ધરાવતા હતા. પોતાના સાચા પાંડિત્યથી તેઓ દેશ-પરદેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, નહિં કે આડંબર અને કોલાહલથી. મુનિવર્ગને પણ વાચના આપવામાં ઉત્સાહી હતા અને તે પણ એવી શાંતિપૂર્વક આપતાં કે જેથી હમેશાં તેમની પાસે મોટો મુનિ સમુદાય કાયમ રહેતો. ભવ્ય આકૃતિ અને ગાંભીર્યાદિ ગુણોથી મુનિ સમુદાયમાં તેમનો કાબુ પણ પ્રશંસનીય હતો. એટલા બધા લોકપ્રિય હતા કે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આજુબાજુના ગામોમાંથી પણ મહાનું લોક સમુદાય ભેળો થતો. લોકો તેમનો સામૈયા વિગેરેથી મહાન સત્કાર કરતા. અદ્યાપિ સુરત વિગેરેમાં તેમનું સામૈયું લોકો સંભારે છે. શિકાગો (અમેરિકા) માં ધર્મ પરિષદ મળી હતી. તેમાં મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું હતું પરંતુ વાહનમાં મુસાફરી કરવાથી મુનિ આચારમાં અલના થાય માટે તેઓશ્રી ત્યાં ગયા નહીં પરંતુ તેમણે જૈનધર્મ સંબંધી એક મોટો નિબંધ લખ્યો, તે લઈને ગાંધી વીરચંદ રાઘવજી ચિકાગો ગયા અને પરિષદમાં વ્યાખ્યાન દીધું. ડોક્ટર ડોલ્ફ હોર્નલને પણ એમના તરફ બહુમાન હતું. તેઓશ્રી વ્યાખ્યાન દેવું, વાચના આપવી, અન્યોની શંકાનાં સમાધાન કરવા છતાં પોતાના નિયમિત સ્વાધ્યાયમાં અલના થવા દેતા નહીં. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો પણ લખ્યા છે કે જે ગ્રંથો તેમના અનેક શાસ્ત્રોના અભ્યાસનું સૂચન કરાવતા આદરપૂર્વક વંચાય છે. તે ગ્રંથોમાં ૧ તત્ત્વનિર્ણયપ્રાસાદ, ૨ જૈન તત્ત્વાદર્શ, ૩ ચિકાગો પ્રશ્નોત્તર, ૪ અજ્ઞાન તિમિર ભાસ્કર, ૫ સમ્યકત્ત્વશલ્યોદ્ધાર, ૯ જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર વિગેરે અનેક છે. તેઓએ અનેક પૂજાઓ, સ્તવનો, સક્ઝાયો વિગેરે રચી પોતાના કવિત્વનો પણ અનુભવ દર્શાવ્યો છે. સંગીત કળા પણ તેમની પ્રશંસનીય હતી. તેઓશ્રી ૧૯૪૭ માં પુનઃ પંજાબમાં ગયા અને શ્રાવકોને દઢ કર્યા. ૧૯૫૧ ના મહા શુદિ ૧૩ ને દિવસે પટ્ટીમાં ૫૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. પુનઃ ૧૯૫૨ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસ ૧૭૫ બિબોની પ્રતિષ્ઠા કરી. આવી રીતે જૈન શાસનમાં અનેક ઉપકાર કરી, સંવેગી માર્ગમાં ૨૧ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કરી, સંવત્ ૧૯૫ર ના જેઠ શુદિ ૭ ને મંગળવારે મધ્યરાત્રીએ પંજાબ દેશમાં ગુજરાંવાલા ગામમાં અનેક શિષ્યાદિ મુનિવર્યો અને શ્રાવકવર્ગોને શોકાતુર મૂકી આ જૈન શાસનનો ઝગમગતો તારો છેવટે પંજાબમાંજ અસ્ત પામી ગયો. | ગુજરાંવાલા એમના અગ્નિદાહ ના સ્થાને એક મહાન સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું છે. એ સિવાય ગુજરાત, માળવા, મારવાડ, પંજાબમાં અનેક ગામો અને શહેરોમાં એમની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે તથા એમના પુનિત નામથી અંકિત અનેક પાઠશાળાઓ ચાલે છે. સિદ્ધગિરિ ઉપર મુખ્ય ટુંકમાં પણ એમની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. એમના શિષ્યો ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy