________________
- ૧૭
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર થયા હતા તેમનાં નામો આ પ્રમાણે :- ૧ લક્ષ્મીવિજયજી, ૨ સંતોષવિજયજી, ૩ રંગવિજયજી, ૪ રત્નવિજયજી, ૫ ચારિત્રવિજયજી, હું કુશળવિજયજી, ૭ પ્રમોદવિજયજી, ૮ ઉદ્યોતવિજયજી, ૯ સુમતિવિજયજી, ૧૦ વીરવિજયજી, ૧૧ કાંતિવિજયજી, ૧૨ વિજયજી, ૧૩ અમરવિજયજી. સુમતિવિજયજી, કાંતિવિજયજી અમરવિજયજી એ ત્રણ હાલ વિદ્યમાન છે. તથા શ્રી લક્ષ્મીવિજયજી, ચારિત્રવિજયજી, પ્રમોદવિજયજી, ઉદ્યોતવિજયજી, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, જયવિજયજી તથા અમરવિજયજીનો શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી એમના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર લગભગ ૯૦ ની સંખ્યામાં છે. એમના પરિવારના મુનિ વર્ગમાં કેટલાક સારા વિદ્વાનો, વક્તાઓ, અને લેખકો છે. તેમજ ગુજરાત, માળવા, મેવાડ, મારવાડ, પંજાબ દક્ષિણ વિગેરે સ્થળોમાં વિચરી અનેક પ્રકારે ઉપકારી કરી રહ્યા છે.
એમના મુખ્ય પટ્ટધર આચાર્યશ્રી વિજયકમળસૂરિશ્વરજી છે જેઓ મહાન ભવ્યાતિકૃતિવાળા પ્રતાપી, સરળ અને નિસ્પૃહી મહાત્મા છે. એમનું જન્મસ્થળ, માતાપિતા, જન્મતીથી વિગેરે જાણવા માટે અનેકવાર પ્રયત્નો થયા છતાં એ નિસ્પૃહી મહાત્માના મુખથી કાંઈ પણ જાણી શકાયું નથી. તેમજ એમના સિવાય કોઈપણ અન્ય જણાવી શકે એવું નથી. લગભગ સિત્તેર વર્ષની ઉમરે પહોંચ્યા છે, શરીર અશક્ત થયું છે છતાં બાળકની માફક શ્લોકો ગોખે છે. ગામડાઓમાં વિચરતાં ત્યાંના ઠાકરો વિગેરેને જીવદયાનો ઉપદેશ દેતાં તેમની શરમથી જરા પણ સ્કૂલના ન પામતાં બેધડક સ્પષ્ટ ઉપદેશ દે છે. એમના ઉપદેશથી અનેક હિંસકોએ હિંસા છોડી છે. પ્રાયઃ ગામડાઓમાં વિશેષ વિચરે છે. કોઈપણ સમુદાયના ગુણવાન મુનિવર્ગ ઉપર તેઓ બહુ પ્રેમ ભરી દૃષ્ટિએ જુએછે.
() આનંદવિજયજી (પંન્યાસ) એમનું જન્મસ્થળ વિગેરે કાંઈ જાણવામાં નથી. એમના શિષ્ય વર્ગમાં હાલ મુનિવર્યશ્રી હર્ષવિજયજી શિષ્ય પરિવાર સહિત વિચરે છે. એમના પરિવારમાં નવ મુનિઓનો પરિવાર છે.
(૭) ચંદનવિજયજી - એમનો શિષ્ય પરિવાર નહોતો. - ૩ - પ્રેમવિજયજી - સંવત્ ૧૯૨૪ માં વાગડ (કચ્છ) માં રહેતા યતિ પદ્મવિજયજીને સંવેગી દીક્ષા અંગીકાર કરવા ભાવના જાગ્રત થઈ અને ગુરૂની શોધ માટે ગુજરાતમાં આવ્યા ત્યાં મણિવિજયજી મહારાજની સરળતા, શાંતિ વિગેરે ગુણોથી આકર્ષાઈ તેમની પાસે ફરી દીક્ષા લેવા વિચાર કર્યો અને યોગોદ્ધહન કરી વડી દીક્ષા લઈ તેમના શિષ્ય થયા. તેમનું નામ પ્રેમવિજયજી દીધું. ત્યાર પછી તેઓ પ્રાય: વાગડમાં વિચર્યા છે. તેમના શિષ્ય મુનિવર્યશ્રી જિતવિજયજી થયા તેમનો જન્મ પણ વાગડમાં થયો હતો. ગુજરાત કાઠિયાવાડમાં કેટલાંક ચોમાસાં કરી તેઓશ્રી પણ વૃદ્ધાવસ્થામાં વાગડમાં વિશેષ રહ્યા તેઓશ્રી પણ એક મહાન ત્યાગી, તપસ્વી હતા, વાગડદેશમાં એમણે મહાન ઉપકાર કર્યો છે આજે આખો વાગડ દેશ એમના ઉપકારને સંભારે છે. ગયા વર્ષના અષાઢ માસમાં પલાસવા ગામે તેમનો દેહોત્સર્ગ થયો તેમના શિષ્યો મુનિવર્યશ્રી હીરવિજયજજી, વીરવિજયજી તથા ધીરવિજયજી અને હર્ષવિજયજી હતા. હાલ મુનિવર્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org