________________
૧૨
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર કર્યું. મારવાડ અને પૂર્વદેશમાં જ્યાં શ્રાવકોની વસ્તી થોડી થોડી હોવા છતાં નિરતિચાર ચારિત્રનું પાલન કરતા પદ્મસુંદર નામના મુનિ સાથે ગુરૂ મહારાજ ત્યાં વિચર્યા. બનારસના ચોમાસામાં આયંબીલ ઉપર નવ ઉપવાસનો તપ કર્યો. બનારસના ચોમાસા પછી ત્યાંથી આગળ પૂર્વે દેશમાં વિચરી સમેત શીખરજીની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરી સંવત ૧૮૯૧ નું ચોમાસુ કીસનગઢમાં કર્યું. ૧૮૯૨ નું ચોમાસુ પણ મારવાડમાં પુષ્કરણામાં કર્યું. ત્યાંથી વિચરતા મારવાડ ગુજરાત થઈ ૧૮૯૩ નું ચોમાસું જામનગરમાં કર્યું. એ ચોમાસામાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ૧૮૯૪ માં રાજનગર ૧૮૯૫, ૯૬ કચ્છ દેશમાં ભૂજનગરમાં (ભૂજનાં ચાર ચોમાસાં ૮૭, ૮૮, ૯૫, ૯૬ માં કર્યા તેમાં દશ અને બાર ઉપવાસની તપસ્યા કરી. ક્યા ચોમાસામાં કરી તે જાણવામાં નથી. સં. ૧૮૯૭ માં પાલીતાણામાં ચોમાસુ કર્યું. ૧૮૯૮ જાણવામાં નથી. ૯૯ પીરાનપુર, ૧૯૦૦ લીબડી. ૧૯૦૧ વાંકાનેર, ૧૯૦ર લીંબડી, ૧૯૦૩ વિસલપુર, ૧૯૦૪ પીરાનપુર, ૧૯૦૫ જાણવામાં નથી. ૧૯૦૬ રાજનગર, ૧૯૦૭ જાણવામાં નથી. ૧૯૦૮ રાધનપુર, ૧૯૦૯ થી ૧૯૧૫ સુધી રાજનગર. ૧૯૧૬ પાલીતાણામાં શ્રીદયાવિમળજીને ભગવતિના યોગોહન કરાવી ભાવનગરમાં ગણિપદ આપી ત્યાં ચોમાસુ કર્યું. ૧૯૧૭ રાધનપુર. ૧૯૧૮ જાણવામાં નથી. ૧૯૧૯ પાલીતાણા. ૧૯૨૦ પીરાનપુર. ૧૯૨૧ વસો. ૧૯૨૨ થી ૩૫ સુધીનાં છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગર માં કર્યાં. ૧૯ર૩ ના જેઠ સુદ ૧૩ પંન્યાસ શ્રી સૌભાગ્યવિજયજીએ પંન્યાસ પદ આપ્યું.
અન્ય અન્ય સ્થળોમાં સર્વ મળી ૫૯ ચોમાસાં થયાં તેમાં ૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરણા, ૧ જામનગર, ૧ વાંકાનેર, ૧ વિસલનગર, ૧ ભાવનગર, ૧ વસો, ૨ લીંબડી, ૩ પાલીતાણા, ૩ પીરાનપુર, ૪ ભૂજ, ૪ સ્થળો જાણવામાં નથી, ૫ રાધનપુર, ૨૮ રાજનગર.
અઠ્ઠાવન વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં ગુજરાત, કાઠિયાવાડ, રાજપુતાના અને પૂર્વદેશમાં સમેતશીખર પર્યત વિચર્યા પછી કારણસર સાત ચોમાસાં લાગલગટ અમદાવાદમાં થયાં. ત્યાર પછી વૃદ્ધાવસ્થા છતાં પણ કાઠિયાવાડ, પછી ઉત્તર ગુજરાત, વળી કાઠિયાવાડ, ત્યાંથી ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિચરી, શારીરિકબળ અતિ ક્ષીણ થવાથી લગભગ સીત્તેર વર્ષની અવસ્થા પછીના ૧૪ ચોમાસાં રાજનગરમાં કર્યા. તપસ્યા :
શ્રીમની તપશ્ચર્યા તો કોઈ અવર્ણનીય હતી. સતત વિહાર છતાં પણ નિયમિત તપસ્યા તો તેઓની ચાલુ જ રહેતી હતી એકંદરે ૧ બત્રીસ ઉપવાસ, ૧ માસક્ષમણ, ૩ સોલ ઉપવાસ, ૧ બાર ઉપવાસ, ૧ દશ ઉપવાસ, ૫ અઠ્ઠાઈ, ચાર ઉપવાસ તે સિવાય અનેક અઠ્ઠમ, છઠ અને તિથિ વિગેરેના છૂટા ઉપવાસો જેની ગણત્રી કરવામાં આવી નથી. તથા આયંબીલ વર્ધમાન તપની એકત્રીસ ઓળીઓ કરી હતી ઉપવાસ સિવાયના દિવસોમાં બીલ એકાસણાં તો ચાલુ જ રહ્યાં. એકાસણી કરવા છતાં એકવાર એટલે ભોજનના અવસરે જ પાણી પીવું એ બહું વિચારણીય છે શારીરિક અને માનસિક કાબુના અભાવે કેટલાકો જો કે રાત્રીભોજન કરતા નથી પરંતુ શયનપર્યત પાણી પીવે છે. એકાસણામાં પણ નિયમિત આહારના અભાવે કેટલાકોને સાંજ સુધીમાં અનેકવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org