SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૧ આ ગુણની અવશ્ય જરૂર છે. વિદ્વત્તા છતાં લોકપ્રિયતાના અભાવે બીજાઓને જોઈએ તેવા લાભ આપી શકાતો નથી. કીર્તિવિજયજી મહારાજાની આજ્ઞાથી ગુરૂ સાથે વિહાર કરતા પ્રથમ ચાતુર્માસ તેમણે ૧૮૭૭ માં મેડતા નગરમાં કર્યું. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી મરૂભૂમિમાં વિચરતા અનેક તીર્થોની યાત્રા કરી ભવ્ય કુમુદ વનને વિકસ્વર કરતા ગુજરાતમાં રાધનપુર નગરે આવ્યા એ સં. ૧૮૭૮ માં ચાતુર્માસિક સ્થિરતા ત્યાંજ કરી, ત્યાર પછી શંખેશ્વરજી આદિ તીર્થોની યાત્રા કરી ગુરૂવર્ય સાથે રાજનગર આવ્યા અને ગુરૂવર્ય સાથે સંવત ૧૮૭૮, ૭૯, ૮૦ ત્રણ ચોમાસાં રાજનગરમાં કર્યા. આ અવસરે કીર્તિવિજયજી મહારાજા વૃદ્ધાવસ્થા પામ્યા હતા. મહારાજશ્રી મણિવિજયજી દીક્ષા દિવસથી માંડી ઉપવાસાદિ તપ સિવાયના બીજા દિવસોમાં એકાસણું જ કરતા હતા. તે પણ ઠામ ચોવિહાર એટલે આહાર અવસરેજ પાણી વાપરતા, તે સિવાય બીજા અવસરે પાણી પણ લેતા ન્હોતા. નાની કે મોટી તપસ્યા હોય, વિહારમાં હોય કે સ્થાને હોય, શરીરે આબાધા હોય કે શાંતિ હોય, પરંતુ પ્રાયઃ ચોવિહાર એકાસણું કરતા હતા. તપના ઉત્તર પારણે અને તપને પારણે પણ એકાસણું કરતા. ખરૂંજ છે જે :- માનનો ચેન ત: ૪ પંથ | ગુરૂમહારાજશ્રી કસ્તુરવિજયજી વર્ધમાન તપનાં આયંબીલ દરરોજ કરે અને તેમના આ નૂતન શિષ્ય ચોવિહાર એકાસણાં કરે. આ સ્થિતિમાં ૧૮૭૯ ના ચોમાસામાં ૨૭ વર્ષની ઉમ્મરે સોળ ઉપવાસ કર્યા, અને બીજે વર્ષે સં. ૧૮૮૦ માં અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે માસક્ષમણ કર્યું અને ત્રીજા ચોમાસામાં સં. ૧૮૮૧ માં બત્રીસ ઉપવાસ કર્યા. આવી રીતે રાજનગરનાં ત્રણે ચોમાસામાં મહાન તપસ્યા કરી, ત્યાગી તપસ્વી ગુરૂના શિષ્યમુનિશ્રી મણિવિજયજી તપસ્વી બન્યા. આટલી નાની વયમાં અને માત્ર પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં આવી મોટી તપસ્યા થાય એ પુદ્ગલાનંદી શરીર સેવકોને તો ખરે આશ્ચર્ય ઉપજાવે. પરંતુ સંસારની સ્થિતિ જાણી, કર્મબંધના સ્થાનોને વિચારી, નિર્જરાના અભિલાષી થઈ, શરીરની મૂછ છોડી, આત્મશક્તિની જેણે પીછાન કરી છે તેને તપસ્યામાં મુંઝવણ થતી નથી, પરંતુ તે તે અંશે શારીરિકાદિ મૂછના બંધનથી મુક્ત થવાથી અધિકાધિક આનંદ થાય છે. રાજનગરનાં ત્રણે ચોમાસામાં શ્રીમદુને આવી રીતે તપસ્યા, ગુરૂભક્તિ વિગેરેનો અપૂર્વ લાભ મળ્યો. આ અવસરમાં સંવત ૧૮૮૦ માં અમદાવાદમાં લુહારની પોળમાં તેઓ સહિત બાર મુનિવરોનાં ચોમાસાં હતાં. અમદાવાદથી વિહાર કરી કાઠિયાવાડ ગયા અને સંવત ૧ ચોમાસુ પાલીતાણામાં કર્યું. એ ચોમાસામાં સોળ ઉપવાસ કર્યા. ત્યાંથી વિચરતા રાજનગર આવ્યા અને સંવત ૧૮૮૩ નું ચોમાસું રાજનગરમાં કર્યું. એ ચોમાસામાં પણ સોળ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૪ નું ચોમાસું ખંભાતમાં કર્યું. ત્યાં આઠ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૫ નું ચોમાસું રાજનગરમાં કર્યું. સં. ૧૮૮૬ માં રાધનપુર ચોમાસુ કર્યું. ચોમાસા પછી કચ્છમાં વિચર્યા ત્યાંની ભદ્રેશ્વર વિગેરે અનેક સ્થળોની યાત્રા કરી. સં. ૧૮૮૭ અને ૧૮૮૮ માં ભૂજનગરમાં બે ચોમાસા કર્યા. ત્યાંથી પાછા વળતાં સં. ૧૮૮૯ માં રાધનપુર ચોમાસું કર્યું. રાધનપુરના ચોમાસા પછી વિહાર લંબાવ્યો. ગુજરાત થી નીકળી મરૂબરમાં વિચર્યા. ત્યાં પંચતીર્થી આદિ અનેક તીર્થોની યાત્રા કરતા અનેક ભવ્ય જીવોને ઉપકાર કરતા મુનિવર્ય બનારસ પહોંચ્યા અને સંવત ૧૮૯૦ નું ચોમાસુ બનારસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy