________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૩
પાણી પીવાની જરૂર પડે છે, પરંતુ એકાસણું કરનારને ઉણોદરી કરે અને સ્નિગ્ધ આહારની લોલુપતા છોડે તો અભ્યાસના પરિણામે ચોવિહાર એકાસણાનો તપ સુખપૂર્વક કરી શકે છે. આ તપ કરનારને આહાર પાણીનું પારવશ્ય અને તેનાથી ઉત્પન્ન થતાં અનેક દુઃખોમાંથી કેટલો બચાવ થઈ શકે છે તે વિચારવાથી સહેજે જણાઈ આવશે. ભૂખ્યો થાય એને ભૂખનું દુઃખ અને તેનાં સાધનોની પ્રાપ્તિ માટે અનેક વિટંબણાઓ. એવીજ રીતે તરસ્યાને પણ. પરંતુ જેણે સુધા અને તૃષા ઉપર કાબુ મેળવ્યો છે તેને એ દુ:ખ અને વિટંબણાઓ નથી. જો કે ઔદારિક શરીરની સ્થિતિજ એવી છે કે તેને આહાર પાણી તો અવશ્ય જોઈએ છે પરંતુ નિયમિત મનુષ્ય અભ્યાસના પરિણામે એમાંથી ઘણા અંશે મુક્ત થઈ શાંતિ મેળવી શકે છે. જ્યારે અનિયમિત અને આહારાદિનો લોલુપી મનુષ્ય જીંદગીભર અશાંતિ સેવે છે. માટે સર્વાશે મુક્ત ન થવાય તો પણ તપનો અનુક્રમે અભ્યાસ કરનાર અનેક વિટંબણાઓથી મુક્ત થઈ શકે છે, એને આત્મશક્તિનું નિદર્શન થાય છે, મહાન નિર્જરાનો ભાગી થાય છે, એનો આત્મા હળવો થાય છે. અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે.
મુનિવર્યશ્રીમાં માત્ર બાહ્ય તપસ્યાનો જ આદર હતો એટલું જ નહીં પરંતુ અત્યંતર તપસ્યા વિનય, વૈયાવચ્ચ વિગેરે તો તેમનાં અસ્મલિત ચાલુજ રહેતાં. કહેવાય છે જે ‘સની તપ: શોધ:' ધ એ તપનું અજીર્ણ છે. વાતોમાં અને અનુભવોમાં એવા ઘણા પ્રસંગો જોવામાં આવે છે. પરંતુ પ્રશમોદધિશ્રી મહાવીર પ્રભુનું અહોનિશ ધ્યાન ધરતા આ મહાત્માશ્રીના નિર્મલ હૃદયમાંથી પ્રશમ પરિણતિના સદ્ભાવે ક્રોધ તો ક્યારનોએ પલાયન કરી ગયો હતો. કહેવું પડશે કે આ મહર્ષિ ક્ષમા અને શાંતિની તો અપ્રતિમ મૂર્તિ હતી. શિષ્ય વર્ગ :
૧. અમૃતવિજયજી – કચ્છ દેશના ગઢ ગામનિવાસી વીસા ઓસવાલ જ્ઞાતીય આશપાળ શ્રેષ્ઠી અને કર્માલા નામની તેમની સ્ત્રી તેમના પુત્ર ઉભયચંદ્ર (અભયચંદ્ર નામ સંભવિત લાગે છે.) ૧૮૯૮ માં દીક્ષા અંગીકાર કરી તેમનું નામ અમૃતવિજયજી રાખવામાં આવ્યું. આ એમના પ્રથમ શિષ્ય થયા. એમના શિષ્ય મુનિશ્રી નેમવિજયજી થયા. નેમવિજયજીને બે શિષ્યો પુન્યવિજય અને મોતીવિજય થયા તેમાં હાલ એક મોતીવિજયજી વિદ્યમાન છે. (પાલીતાણાવાળા)
૨. બુદ્ધિવિજયજી (બુટેરાવજી) - એમનો જન્મ પંજાબ દેશમાં ૧૮૯૩ માં થયો હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા એમણે યોગ્ય ગુરૂના અભાવે ૧૮૮૮ માં ઢંઢક મતમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પરંતુ પાછળ થી જેમ જેમ સૂત્રો વાંચતા ગયા, તેમ તેમ એ મત વિપરીત લાગવાથી સંવત ૧૯૦૩ માં સ્વયમેવ મુહપત્તિ તોડીને સત્યમાર્ગ અંગીકાર કરી સંવેગી બન્યા, પરંતુ તે દેશમાં સદ્ગુરૂનો યોગ ન હોવાથી ત્યાં કેટલીક મુદત વિચરી કેટલાક ગૃહસ્થોને યોગ્ય માર્ગ દર્શાવી, તેમને મૂર્તિપૂજકો બનાવી, બીજા બે પોતાના સાધુઓને પણ પોતાના માર્ગે જોડ્યા, વળી એક શ્રાવકને પણ ૧૯૦૮ માં સંવેગમાર્ગની દીક્ષા આપી. પછી પંજાબથી નીકળી મારવાડ થઈ ગુજરાતમાં આવ્યા. અને રાજનગરમાં મહારાજશ્રી મણિવિજયજી પાસે સંવેગી તપગચ્છની દીક્ષા અંગીકાર કરી. યોગવહનદી ક્રિયા પંન્યાસ સૌભાગ્યવિજયજીના હાથે થઈ. વડી દીક્ષા અવસરે તેમનું બુટરાવજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org