SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમપીયૂષપયોનિધિ પરમતપસ્વી પૂજ્યપાદ પન્યાસજી મહારાજ શ્રીમાન્ મણિવિજ્યજી ટાણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર શાર્દૂલવિક્રિડિત દાદાદેવ સુધર્મના સદ્ગુરૂ ચિંતામણિ તુલ્ય જે પૂજ્યારાધ્ય પ્રશસ્ત ભવિજનને દેતા સદાનંદ તે જે જન્મ બ્રહ્મચારિ શ્રેષ્ઠ તપસી ક્ષાજ્યાદિ ધર્મે ભર્યા તે સાધુત્તમ પં. મણિવિજયજી વંદુ થવા નિર્જરા. ભૂમિકા ચૌદમેં ચુંમાલીસ ગ્રંથરત્નોના પ્રણેતા પરમર્ષિ શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવેલા “ચંતિતવ્યમુત્તમપુનિર્શનેy” આ એકજ વચન જેઓના સ્મરણમાં હશે તેઓને “મહાપુરૂષોના જીવનચરિત્રો એકથી અનેક વાર શા માટે લખવાં કે વાંચવા ?' એનું રહસ્ય અગમ્ય નથી. મકાન ચણનારા કારીગરોને જેમ નકશાનો આધાર લેવો પડે છે, નૂતન ચિત્રકારને જેમ ભિન્ન ભિન્ન શિલ્પીઓના જુદાજુદા નમુનાઓનો આધાર લેવો પડે છે, તેમ આ દુનિયામાં નવીન અસાધારણ અનુભવ પ્રમાણે જીવન ઘડવામાં નિર્બળતાની છેક હદે પહોંચવા જેવી આપણી દયાજનક સ્થિતિમાંથી કાંઈક અપૂર્વ બળ, અપૂર્વ ઉત્સાહ, અપૂર્વ ગુણ તેમજ અપૂર્વ ઉદય પ્રાપ્ત કરવામાં આપણને આ લોકમાં થઈ ગયેલા તે લોકોત્તર મહાપુરૂષોના જીવનચરિત્રો સત્ય આધાર રૂપે છે. એ ચરિત્રો, વાંચનારને અને સાંભળનારને ખચિત ઉપકારક અને માર્ગદર્શક છે એ નિઃસંશય છે. ૧. વર્તમાન કાળે વિક્રમ સંવત્ ૨૦૫૫ માં વિચરતા તપગચ્છના શ્રી સાધુસંઘનો ૭૫ થી ૮૦ ટકા જેટલો ભાગ જેમના પરિવાર રૂપ છે તે પૂજ્યપાદ પ્રપ્રમગુરૂદેવ શ્રી મણિવિજયજી દાદાનું જીવનચરિત્ર તેમના શિષ્ય સંઘસ્થવિરા પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજે જ્યારે તેઓ મુનિ અવસ્થામાં હતા ત્યારે વિઝ્મસંવત્ ૧૯૮૦ માં જે લખેલું હતું અને તેમના જ શિષ્યરત્ન પૂ.મુનિરાજ શ્રી મનોહરવિજયજી (તે પછી આચાર્યદેવશ્રી મનોહરસૂરીશ્વરજી) મહારાજે લખેલા સુંદર રાજાની સુંદર ભાવના યાને શીલસત્ત્વની કસોટી આ નામના પુસ્તકમાં છપાયેલું હતું તે અહીં અક્ષરશઃ ઉદ્ધત કરવામાં આવે છે. કોઈક જ સ્થળે યત્ કિંચિત્ સુધારો કરેલો છે તે પૂ.પા.આ. શ્રી વિજય મનોહરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂ.પા.આમ શ્રી વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે સુધારેલા પુસ્તકને આધારે કરેલો છે. આ પુસ્તક શેઠ સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા-ડોશીવાડાની પોળ, અમદાવાદ તરફથી વિક્રમસંવત્ ૧૯૮૦ માં પ્રકાશિત થયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy