________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
અઢારમી ઓગણીસમી સદિના કેટલાક ભાગ સુધી યતિઓનું સામ્રાજ્ય અધિકર બળવાન હતું, શિથિલાચાર અધિકાધિક વૃદ્ધિ પામ્યો હતો, પરિણામે શાસનમાં તેવા લોકોત્તર મહર્ષિઓની ઓછાશ થતી ગઈ એટલે કે તેવા સંવેગી ત્યાગી મુનિવરોની સંખ્યા ઘણીજ અલ્પ થઈ ગઈ.
જો કે પરમાત્મા મહાવીરદેવનું શાસન આ યુગના અંતપર્યત પણ જીવતું અને જાગતું રહેવાનું જ છે, તેના ઝળહળતા પ્રકાશને કોઈ પણ આવરી શકે એમ નથી છતાં તેવા સમયમાં તેના વિસ્તારમાં કાંઈક ટુંકી મર્યાદા થાય ખરી પરંતુ વચમાં વચમાં તેવા પ્રભાવક મહાપુરૂષોના પ્રતાપે ફરીથી વિસ્તૃતદશા પ્રાપ્ત થાય છે.
તે અવસરનો શ્રાવકવર્ગ પણ “યતિઓથી જ અમારાં ધર્મનું સંરક્ષણ થયું છે' એમ સમજી શિથિલાચારીઓનો અંતેવાસી થયો હતો. આવા કટોકટીના સમયમાં પણ તેવા આદર્શ મહાત્માઓએ પ્રાણાંત કષ્ટો વેઠીને જૈનશાસનની ધર્મધ્વજા વિસ્તીર્ણ પ્રદેશમાં ફરકાવી હતી, તે સંવેગી મહાત્માઓએ ગહન પ્રદેશોમાં વિહાર કરી અનેક પરિષદો અને ઉપસર્ગો સહન કરી દુનિયાને ત્યાગ માર્ગનું સાચું ભાન કરાવ્યું હતું. જેથી શ્રાવકવર્ગમાં ધીમે ધીમે શિથિલાચારીઓ પ્રત્યે મંદ આદર થવા લાગ્યો અને ત્યાગી મહર્ષિઓ પ્રત્યે તેમની અભિરૂચી વૃદ્ધિ પામવા લાગી. ઓગણીસમી સદીમાં પણ તે શિથિલાચારીઓનું જોર હતું. તેઓના તેમજ તે સિવાય ઢેઢક લંકા વિગેરે અનેક વિપક્ષીઓના પ્રત્યાઘાતોની સામા થઈ અનેક મહાત્માઓએ અડગ સેવા બજાવી છે.
નિગ્રંથશિરોમણિ પરમગુરૂવર્ય દાદા શ્રી મણિવિજયજી આ મહર્ષિઓમાંના એક હતા તેમના ગુપ્ત પણ અદ્ભુત ગુણો-આત્મબળ, ત્યાગ તથા કર્તવ્યપરાયણતા વિગેરે જોતાં આ ટુંક જીવનચરિત્ર તો એક ઘણો અલ્પ પ્રયત્ન કહેવાય તો પણ ઉપકાર, માર્ગદર્શન અને આત્મજીવનના ઉત્કર્ષના ઉદ્દેશથી એ મહામુનિનું જીવન અતિશય ઉપકારક છે. એમના જીવન સંબંધી વિશેષ હકીકત મળી શકી નથી. માત્ર થોડીક હકીકત કંઈક ટીપ્પનકરૂપે મળેલી તે ઉપરથી તથા કેટલીક હકીકત ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરિશ્વરજીના મુખથી સાંભળી આ ઉભયના આધારે તે પૂજ્ય ગુરૂ ગુરૂટ્યનું સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમો જન્મ
હજારો જિનમંદિરો, અનેક લોકોત્તર તથા લૌકિક તીર્થો, પૌષધ શાળા, વિદ્યાશાળા, ધર્મશાળા, દાનશાળાઓથી વિભૂષિત, ધનધાન્યાદિથી ભરપૂર, અનેક તપોવીર, દાનવીર, ધર્મવીરોની જન્મભૂમિ, ગુર્જરભૂમિનાં ચુંઆલ નામે વિભાગમાં, અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં, શ્રી(મલ્લીનાથ) ભોયણી તીર્થથી નૈઋત્યકોણમાં, અઘાર નામના ગામમાં વીસાશ્રીમાળી વણિક જ્ઞાતીય જીવનદાસનામે શ્રેષ્ઠી રહેતા હતા. જેમને શીલ સુગંધી ગુલાબ સમાન ગુલાબબાઈ નામનાં ધર્મપત્ની હતાં. પતિ-પત્ની ઉભય શ્રીજિનધર્મનાં પરમભક્ત હતાં. સંતોષપૂર્વક ગૃહસ્થાવાસનું પાલન કરતાં જિનભક્તિ, ગુરૂભક્તિ, અને આવશ્યકાદિ સજ્જિાનું આરાધન કરવામાં મશગુલ રહેતાં હતાં. તેઓને
૧. રામપુરા (ભંકોડા) પાસે આવેલા આ અઘારગામનું હમણાં કેટલાક સમયથી નામ બદલીને અશોકનગર નામ રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org