________________
પ્રસ્તાવના
૨૭
# ૧, ૪ ૨ પ્રતિઓમાં છે, જ્યારે કાગળ ઉપર લખાયેલી શેષ પ્રતિમાં નથી. પાઇયટીકા અને નેમિચન્દ્રીયટીકામાં આ શ્લોકને ૯૭૯મા મોટુયં૦ શ્લોકના પાઠભેદરૂપે જણાવેલ હોવાથી તેને મૂલવાચના સૂત્રમાંક આપ્યો નથી, જુઓ પૃ. ૨૨૫ ટિ. ૧૮. ચૂર્ણિમાં આ સમગ્ર અધ્યયનની વ્યાખ્યા અતિ સંક્ષિપ્ત છે તેથી તેમાં આનો ઉલ્લેખ નથી.
૧૯. જ્યાં પૂર્વસૂત્રનાં પદો પ્રમાણે ઉત્તરસૂત્રોનાં પદો આવતાં હોય છે ત્યાં તે તે ઉત્તરસૂત્રના પાઠને ટૂંકાવીને સંક્ષેપમાં લખવામાં આવે છે. આ હકીકત અનેક આગમગ્રંથોની પ્રાચીન-પ્રાચીનતમ પ્રતિઓ જોતાં સહેજે જોઈ-જાણી શકાય છે. અહીં પણ ૧૫૬૬, ૧૧૬૭, ૧૧૬૮, ૧૧૭૦, ૧૧૭૧ અને ૧૧૭૨મા સૂત્રનો સંપૂર્ણ પાઠ પૂર્વસૂત્રવત જણાવીને મૂલવાચનાનો સંક્ષિપ્ત પાઠ સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં છે. આથી અહીં સૂત્રપ્રતિઓના પાઠને એટલે સંક્ષિપ્ત પાઠને પ્રાધાન્ય આપ્યું છે. શાર્પેન્ટીયરસંપાદિત અને નેસંજ્ઞક મુકિત આવૃત્તિમાં આ છ સૂત્રોનો સંપૂર્ણ પાઠ મૂલવાચનામાં આપ્યો છે, અને તે તે સંપાદકજીએ સ્વયં સૂચવેલા પાકરૂપે સમજવો જોઈએ. અહીં ૨ ૧ સંજ્ઞક પ્રતિના શોધકે પણ સ્પષ્ટ રીતે સમજવા-સમજાવવાના આશયથી, ૧૧૭૦ થી ૧૧૭ર સૂત્રના સંક્ષિપ્ત મૌલિક સૂત્રપાઠની પછી ઉમેરાનું ચિહ્ન કરીને બહાર માર્જીનમાં વિસ્તૃત પાઠ લખેલો છે.
૨૦. ૧૩૫૫મા શ્લોક (૩૩માં અધ્યયનના ૧૦મા શ્લોક)માં આવેલા સાયનિબં સૂત્રપદના બદલે ર૦ વા૦ અને તે સંજ્ઞક મુદ્રિત આવૃત્તિઓમાં અને તે ૧ તથા અ ૧ સંજ્ઞક હસ્તલિખિત પ્રતિઓમાં વસાયનોળિગં સૂત્રપદ છે. અહીં મૂલમાં સ્વીકારેલા વસાવળિs સૂત્રપદને અનુસરીને પાઈયટીકામાં વ્યાખ્યા છે, આથી અહીં તેને મૂલમાં સ્વીકાર્યું છે. ચૂર્ણિ અને નેમિચન્દ્રીયટીકામાં આ સ્થાનની વ્યાખ્યા નથી. આ ઉપરથી જાણી શકાશે કે પ્રાચીનતમ પ્રતિએ આપેલ પાઠની પણ ચકાસણી કરીને સૂત્રપદોને મૂલવાચનામાં સ્વીકારવા માટે શક્ય પ્રયત્ન ક્યો છે. જુઓ, પૃ. ૨૮૬ ટિ. ૬. પ્રસ્તુત સાયળિગં સૂત્રપદની મૌલિકતા પ્રજ્ઞાપના સૂત્રના આધારે પણ સ્પષ્ટ થાય છે, તે પણ સૂચિત ટિપ્પણમાં નોંધ્યું છે.
૨૧. ૧૪૩૧ ક્રમાંકવાળા શ્લોક (૩૪મા અધ્યયનના ૬૧મા શ્લોક) ના અંતિમ દિg પદની પછી શાહ ૦ ને સંજ્ઞક મુદ્રિત આવૃત્તિઓમાં તથા ૩ ૧ ૦ ૨ સંજ્ઞક પ્રતિ સિવાયની હસ્તલિખિત સૂત્રપ્રતિઓમાં મુખ પદ વધારે મળે છે. આ મુળ પદ પાઇયટીકા અને નેમિચન્દ્રીયટીકાની વ્યાખ્યામાં અથનુસંધાન માટે વ્યાખ્યાકારે પોતા તરફથી સૂચવેલા મુનિ શબ્દના આધારે પ્રક્ષિપ્ત થયેલું હોય એમ જાણી શકાય છે. જુઓ, પૃ૦ ૨૯૨ ટિ૨૨.
૨૨. ૧૫૧૨ ક્રમાંકવાળી ગાથા (૩૬મા અદયયનની ૬૦મી ગાથા) સમગ્ર સૂત્રપ્રતિમાં છે અને તે નેમિચન્દ્રીયટીકાસમ્મત પણ છે. આ ગાથાને પાઈયટીકામાં વાચનાન્તરમાં ઉપલબ્ધ ગાથા તરીકે જણાવી છે. જુઓ, પૃ૦ ૩૦૩ ૦િ ૬.
૨૩. ૧૫૧૯મો શ્લોક (૩૬ મા અધ્યયનનો ૬૭મો શ્લોક) સમગ્ર સૂત્રપ્રતિમાં છે. પાઇયટીકા અને નેમિચન્દ્રીયટીકામાં “આ શ્લોક પ્રત્યતરમાં મળતો નથી” એમ સૂચવ્યું છે. જુઓ, પૃ. ૩૦૪ ટિ. ૩.
૨૪. ૧૯૩૯મો શ્લોક (૩૬માં અધ્યયન ૧૮૭મો શ્લોક) ૦ ૦ ને સંજ્ઞક મુદ્રિત આવૃત્તિઓમાં તથા કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં પણ મળતો નથી, છતાં પાઈયટીકા અને નેમિચન્દ્રીયટીકાની વ્યાખ્યા મુજબ આ શ્લોક મૂલવાચનાનો છે તે નિશ્ચિત થાય છે. આ નિર્ણય માટે અહીં ઉપયુક્ત અને અનુપયુક્ત કુલ તેત્રીસ હસ્તલિખિત પ્રતિઓ જોઈને વિરતારથી ટિપ્પણ લખ્યું છે. જુઓ, પૃ૦ ૩૧૮ ટિ. ૧૯. અહીં ટિપ્પણમાં પાઈયટીકા અને નેમિચન્દ્રીયટીકાના સંપાદનમાં થયેલા અનવધાનને પણ સૂચવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org