________________
૨
પ્રસ્તાવના
૧૧. એક સ્થળે ચૂર્ણિ અને નેમિચન્દ્રીયટીકામાં સુગમ હોવાને કારણે વ્યાખ્યા નથી. અહીં પાઇયટીકાની વ્યાખ્યાને અનુસરીને તથા ઉપયુક્ત પ્રતિઓને પાઠભેદોના ધ્વનિને અનુલક્ષીને પાઈલટીકાસમ્મત સૂત્રપદ મૂલમાં સ્વીકાર્યું છે. જુઓ, ૫૦ ૨૫૦ ટિ૦ ૪.
૧૨. સૂત્રાંક ૧૬૬ (છઠ્ઠા અધ્યયનના પાંચમા સૂત્રોક) પછી મુદ્રિત પાઇયટીકા અને મુદ્રિત નેમિચન્દ્રીયટીકાના સંપાદકજીએ આપેલી મૂલવાચનામાં થાવર જંગમ જેવ૦ સૂત્રશ્લોક સ્વીકારેલો છે. આ પ્રક્ષિપ્ત સૂત્રશ્લોક અહીં ઉપયુક્ત પ્રાચીનતમ ૩ ૧ પ્રતિમાં તથા . પ્રતિમનથી, શાર્પેન્ટીયર સંપાદિત આવૃત્તિમાં પણ નથી. આ સૂત્રોકની અમૌલિક્તા માટે પૃ. ૧૦ ૮૧ માના ૧૨મા ટિપ્પણમાં વિસ્તારથી જણાવ્યું છે; આના નિર્ણયમાટે ઉત્તરાધ્યયનસૂત્રની નેમિચન્દ્રીયવૃત્તિની બાર પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓનાં અવતરણ પણ આપ્યાં છે.
૧૩. ૨૧૮મા શ્લોક (આઠમા અધ્યયનના દસમા શ્લોક)ના પૂર્વાર્ધનો પાઠ સમગ્ર સૂત્રપ્રતિમાં છે તેથી તે મૂલવાચનામાં સ્વીકાર્યો છે. ચુર્ણિ અને પાઈયટીકામાં આ પાઠને પાઠાન્તર રૂપે જણવ્યો છે. અહીં નેમિચન્દ્રીયટીકાસમ્મત પાઠ પાઈયટીકાસમ્મત પાઠના જેવો જ છે. અર્થની દૃષ્ટિએ ભેદ ન હોવાથી અહીં સમગ્ર સૂત્રપ્રતિઓના પાઠને પ્રાધાન્ય આપ્યું છે.
૧૪. ૨૪૬મા શ્લોક (નવમાં અધ્યયનના ૧૮ મા શ્લોક)ના ઉત્તરાર્ધના પ્રારંભમાં ગોમૂત્રા સૂત્રપદ છે તેના બદલે અદ્યાવધિ પ્રકાશિત સમગ્ર આવૃત્તિમાં સદા આવું ખોટું સત્રપદ છે. ચૂર્ણિ, પાઈયટીકા અને નેમિચન્દ્રીયટીકાની મુદ્રિત આવૃત્તિઓમાં પ્રતીકરૂપે આવેલો પાઠ પણ
સૂર છે. અહીં ઉપયુક્ત રે ૧ કે ૨ સંજ્ઞક તાડપત્રીય પ્રતિઓમાં તથા ચૂર્ણિ, પાઈયટીકા અને નેમિચન્દ્રીયટીકાની હસ્તલિખિત પ્રતિઓમાં પ્રતીકરૂપે લેવાયેલ મોબૂટ શુદ્ધ પાઠ મળ્યો છે. અહીં જાણવવાનું એટલું જ કે અર્થહીન કસ્તૂરા સૂત્રપદના સ્થાને સાર્થક અને શુદ્ધ મૌલિક સૂત્રપદ સોનૂ મળ્યું છે તેનો ખૂબ આનંદ છે. જુઓ, પૃ૦ ૧૨૦ ટિ. ૨૦.
* ૧૫. ૫૯૫ ક્રમાંવાળો શ્લોક (૧૮મા અધ્યયનનો ૪૫મો શ્લોક) પ્રક્ષિપ્ત છે. આ શ્લોક ૩૧ સિવાયની શેષ પ્રતિઓમાં મળે છે. નેમિચન્દ્રીયટીકાની મુદ્રિત તથા હસ્તલિખિત પ્રતિઓમાં આ શ્લોકને મૂલવાચનામાં સ્વીકારેલો હોવાથી અહીં પણ એને મૂલમાં જ સ્વીકાર્યો છે. જુઓ, પૃ. ૧૭૪ ટિ૦ ૧૧.
૧૬. ૬૧૨ ક્રમાંકવાળો શ્લોક (૧૯મા અધ્યયનનો ૮મો શ્લોક) ર પ્રતિમાં, શાર્પેન્ટીયરસંપાદિત આવૃત્તિમાં તેમ જ ને સંજ્ઞક મુદ્રિત આવૃત્તિમાં નથી. પ૦ સંજ્ઞક મુદ્રિત આવૃત્તિમાં આ શ્લોકને પ્રક્ષિતરૂપે જણાવ્યો છે. આમ છતાં અહીં ઉપયુક્ત રે ૨ સિવાયની પ્રાચીન–પ્રાચીનતમ સૂત્રપ્રતિઓમાં આ શ્લોક મળે છે તેથી, તેમ જ આ શ્લોકમાં આવેલા સfor IIM સૂત્રપદની ચૂર્ણિમાં વ્યાખ્યા પણ છે, તેથી આ શ્લોક મૌલિક વાચનાનો નિશ્ચિત થયાથી અહીં તેને મૂલવાચનામાં સ્વીકાર્યો છે. જુઓ, પૃ. ૧૭૭ ટિ. ૧.
૧૭. ૯૭૩માં શ્લોક (પચીસમા અધ્યયનના ૨૧મા શ્લોક)ની પછી શાર્પેન્ટીયરસંપાદિત આવૃત્તિમાં તવત્તિયં વિણ તંતં શ્લોક વધારે છે. આ શ્લોકને પ૦ સંજ્ઞક મુદ્રિત આવૃત્તિમાં પુસ્તકાન્તરમાં અધિક પાઠરૂપે ઉપલબ્ધ સૂત્રપાઠ તરીકે જણાવેલ છે. અહી ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિઓમાં (વા સિવાયની) આ અધિક શ્લોક નથી તેથી, તેમ જ પાઇયટીકા અને નેમિયટીકામાં આની વ્યાખ્યા નથી તેથી અહીં તેને મૂલવાચનામાં લીધો નથી. પચીસમા અધ્યયનની ચૂર્ણિવ્યાખ્યા અતિ સંક્ષિપ્ત છે તેથી તેમાં પણ આ શ્લોકનો ઉલ્લેખ નથી. જુઓ, પૃ૦ ૨૨૪ ટિ. ૧૫.
૧૮. ૯૭૯હ્મા શ્લોક (પચીસમા અધ્યયનના ૨૭મા શ્લોક)ની પછી ગહરા પુત્રરંગો બ્લોક આવે છે. તેને અહીં પ્રક્ષિપ્ત સૂત્રપાકરૂપે મૂલવાચનામાં આપ્યો છે. આ શ્લોક પ્રાચીનતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org