________________
૨૪
પ્રસ્તાવના
છે; જયારે ચૂર્ણિકાર સામે આ પાઠ ન હતો. ચૂર્ણિકારની સામે પાઠભેદરૂપે પણ જો આ પાઠ હોત તો તેઓએ અન્યત્ર અનેક પાઠભેદોની નોંધ લીધી છે તેમ આ પાઠની પણ પાઠભેદરૂપે નોંધ જરૂર લીધી હોત. ચૂર્ણિકારની સામે આ ત્રીજા ચરણના સ્થાને ગqળો વાળTI[ [ ] આવો પાઠ જ હતો. આથી જ આની વ્યાખ્યા કરતાં તેઓએ સ્પષ્ટીકરણ કર્યું છે કે બિનહિ પ્રતીય, જુઓ, પૃ૦ ૧૦૯ ટિ. ૭. પાઇયટીકાકાર મહારાજે અનેક સ્થળે ચૂસિમ્મત પાઠોની નોંધ લીધી છે, પણ આની નોંધ લીધી નથી તે સૂચક છે.
૨. ચૂર્ણિકાર મહારાજના સમયમાં ૨૦૪ ક્રમાંકવાળો સૂત્રશ્લોક (સાતમા અધ્યયનને ૨૬ મો શ્લોક) મૂલવાચનામાં ન હતો, પણ પ્રસ્તુત શ્લોકનું જે ઉત્તરાર્ધ છે તેને ૨૦૩ ક્રમાંકવાળા સૂત્રોક (સાતમા અધ્યયનને ૨૫ મા શ્લોક)ના ઉત્તરાર્ધના પાઠભેદરૂપે જણાવ્યું છે. અર્થાત સોના નેવાકર્થ મi = મુઝો મિસ (૨૦૩ ક્રમાંકવાળા સત્રશ્લોકનું ઉત્તરાર્ધ)ના બદલે કેટલાક દૂનિri મ સેવે 7િ મે સુયં આ પ્રમાણે બોલે છે, એમ ચૂર્ણકારે સ્પષ્ટીકરણ કર્યું છે. ચૂણિનિર્દિષ્ટ આ પાઠભેદરૂપ ઉત્તરાર્ધના આગળ ૬૬ છાનનિય ૪ સરકે નાવર્ડ આ પૂર્વાર્ધયક્ત સંપૂર્ણ સૂત્રલોક સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે અને તે મુજબ પાઈયટીકા તથા નેમિચન્દ્રીયટીકામાં સ્વતંત્ર સંપૂર્ણ મૂલસૂત્રશ્લોક પ્રમાણે વ્યાખ્યા છે.
. ૧૧૦૨ ક્રમાંકવાળા સૂત્ર (૨૯ મા અધ્યયનના બીજા સૂત્રોના અંતમાં જણાવેલા ૭ર મા અને ૭૩મા દ્વારના સૂત્રપદને અનુસરીને આગળ ૧૧૭૪મું અને ૧૧૭૫ મું (૨૯મા અધ્યયનનું ૭૪ મું અને ૭૫ મું) સૂત્ર ચૂર્ણિમાં છે. ધારસંખ્યા પ્રરૂપકસૂત્ર (૧૧૦૨)ને અનુસરતાં આ બે સૂત્રોના મૂલપાઠથી ભિન્ન પાઠ (જે સમગ્ર સૂત્રપ્રતિઓમાં પણ છે તે જ) પાઇયટીકાકારને મળેલો છે. તેથી પોતાને ઉપલબ્ધ પાઠ પ્રમાણે પાઈયટીકામાં વ્યાખ્યા છે. આમ છતાં અહીં નિદિષ્ટ ચૂણિસમ્મત મૌલિક પાઠની નોંધ પાઈયટીકામાં છે, જુઓ, પૃ. ૨૫૭ ટિ૦ ૧૭. અહીં નેમિચન્દ્રીયટીકા પાઈયટીકા પ્રમાણે છે.
૪. ૧૩ ૬૫ ક્રમાંકવાળા સૂત્રલોક (૩૩મા અધ્યયનના વીસમા શ્લોક) માં વેદનીયાકર્મની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત જણાવી છે. અહીં પાઇયટીકાકારે મૂલપાઠને અનુસરતી વ્યાખ્યા કરીને “વેદનીય કર્મની જધન્ય સ્થિતિ બાર મુહૂર્તપ્રમાણ છે” એમ મતાંતર નોંધ્યું છે, આ ઉપરાંત “આ મતાંતરનો અભિપ્રાય અમે જાણી શકતા નથી એમ પણ પાઈયટીકાકારે લખ્યું છે. અહીં પાઇયટીકાકારે જે મતાંતર જણાવ્યું છે તે જ આપણી અને પાટીકાકારના પહેલાંની આગમિક કર્મગ્રંથવિષયક મૌલિક પરંપરા છે. આ વસ્તુ જણાવવા માટે પ્રસ્તુત પાઠ ઉપર વિસ્તારથી ટિપ્પણ લખ્યું છે તે અભ્યાસી વાચકો સમજી શકશે. ચૂર્ણિમાં વેદનીયકર્મની સ્થિતિ જઘન્યથી બાર મુહૂર્ત જણાવી છે. અને અંગત રીતે આભાસ થાય છે કે ચૂર્ણિકાર મહારાજની સામે આ સ્થાનમાં સમગ્ર જૈન વાડ્મયને અનુસરતો જે “વેદનીયકર્મની જઘન્યથી બાર મુહૂર્ત સ્થિતિને દર્શાવતો’ પાઠ હશે તે લુપ્ત થઈને તેના સ્થાનમાં સમગ્ર સૂત્રપ્રતિઓમાં છે તે પાઠ આવેલો હોવો જોઈએ. આની વિશેષ માહિતી માટે જુઓ, પૃ. ૨૮૩ ટિ૧૩. અહીં પાઈલટીકાકાર મહારાજે આ પાઠની ચકાસણી કેમ ન કરી, એ પણ સૂચક છે. નેમિચન્દ્રીયટીકામાં પ્રસ્તુત સંદર્ભને સુગમ જણાવીને વ્યાખ્યા કરી નથી.
ઉત્તરાધ્યયનસૂત્રના સંશોધન અને મૂલવાચના અંગે જ્ઞાતવ્ય વિગતો
૧. શક્ય હોય ત્યાં સુધી આચાર્યશ્રી નેમિચન્દ્રસૂરિની વ્યાખ્યાએ સ્વીકારેલી વાચના મૂલપાદરૂપે આપવી” એમ પૂજ્યપાદ શ્રી આગમપ્રભાકરજી મહારાજસાહેબે સૂચવેલું. આના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org