________________
૨૦
પ્રસ્તાવના
વાદ રૂપે અને ખીજા વાદ્યોને મિથ્યાવાદરૂપે વર્ણવેલા છે. નિર્યુક્તિની ૧૧૯ મી ગાથામાં ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, ૩૨ વિનયવાદી—આ રીતે ૩૬૩ પાખંડીઓનો ઉલ્લેખ છે તેમાં જે ક્રિયાવાદ વિવક્ષિત છે તે એકાન્તવાદરૂપ છે માટે મિથ્યાવાદ છે, અહીં (સ્૦ ૫૫૫ માં)ર જે ક્રિયાવાદ વિવક્ષિત છે તે અનેકાન્તવાદ રૂપ છે માટે સમ્યવાદ છે, આ વાત વૃત્તિમાં સ્પષ્ટ કરી છે. તેથી જ નિયુક્તિમાં પણ ‘ક્રિયાવાદ સમ્યગ્વાદ છે અને ખીજા વાદો મિથ્યાવાદ છે આવો વિભાગ પાડેલો છે. ખીજા શ્રુતસ્કંધમાં સૂ॰ ૭૧૭ માં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી મોક્ષની વાત કરે છે છતાં તે મિથ્યા હોવાથી તેમના ૩૬૩ ભેદોને અધર્મપક્ષમાં ગણેલા છે.
તેરમું અધ્યયન—આ અધ્યયનનું પ્રથમપદ દત્તક્રિય હોવાથી આનું નામ આત્તક્રિય (યાથાતથ્ય) છે. સાધુ પુરુષ અને અસાધુ પુરુષનું યથાર્થ સ્વરૂપ કેવું હોય છે તેનું આમાં સુંદર ચિત્ર આપેલું છે.
ચૌદમું અધ્યયન—આનું નામ ગ્રંથ (પ્રન્થ) છે. ગ્રન્થ એટલે પરિગ્રહ. ખાદ્ય તથા અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને શિષ્ય બનેલા સાધુએ કેવી રીતે વર્તન કરવું, ગુરુની કેવી રીતે ઉપાસના–આરાધના કરવી જોઈ એ અને કેવી રીતે જ્ઞાનાદિ મેળવવાં જોઈએ તેનું સુંદર વર્ણન આ અધ્યયનમાં છે.
પંદરમું અધ્યયન—આનાં નમય, માયાગ્નિ અને સંહિય એવાં ત્રણ નામો છે. નમતીતં આ પદથી આ અઘ્યયનની શરૂઆત થતી હોવાથી આનું નમતીત નામ છે, યમક અલંકારથી આની રચના હોવાથી આનું યમીત નામ છે એમ સમવાયાંગસૂત્રની વૃત્તિમાં નવાંગવૃત્તિકાર અભયદેવસરિ મહારાજનું કહેવું છે. પહેલી લીટીનું જે છેલ્લું પદ છે તે તે પછીની ખીજી લીટિમાં પહેલા પદ રૂપે આવે, આવી સૂચના ધણા જ શ્લોકોમાં હોવાથી આનું નામ માયાગિન (ઞાાનીય ) છે એમ નિયુક્તિ, ચૂર્ણિ તથા વૃત્તિમાં કહ્યું છે. આ રીતે લીટીઓમાં પરસ્પર સાંકળ હોવાથી આનું સંગતિ (સંહિજ્જા) નામ પડુ (કેટલાક કહે) છે. જુઓ પૃ૦ ૧૧૧ ટિ*
ભાવનાયોગથી જેનો આત્મા શુદ્ધ થયેલા છે તે આ સંસારસમુદ્રને (નૌકા જેમ પાણીમાં તરી જાય છે તેમ) તરી જાય છે—સર્વ દુઃખોમાથી છૂટી જાય છે......જે સેવન કરતા નથી તે આ સંસારમાં મુક્ત (જેવા) છે......જેની ઇચ્છાઓનો અંત આવી ગયો છે તે પુરુષ ખીજાઓને માટે ચક્ષુ સમાન છે.........મનુષ્યજન્મ દુર્લભ છે, મૃત્યુ પામ્યા પછી સમ્યજ્ઞાન મળવું દુર્લભ છે. વીર્યં પ્રગટાવી પૂર્વકૃત કર્મ ખપાવી દો...ઇત્યાદિ અનેક ઉપદેશાત્મક વાતો આમાં છે.
१. असियसयं कि रेयाणं अक्किरियाणं च होइ चुलसीती । अण्णाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसा ॥ ११९ ॥ ૨. ક્રિયાવાદની પ્રરૂપણા કરવા માટે સાચો અધિકારી કોણ છે તેનું વર્ણન સૂ. ૨૫૫માં છે.
3. " सम्मद्दिडी किरिया वादी मिच्छा य सेसगा वाई । जहिऊण मिच्छवायं सेवह वायं इमं सच्चं ॥१२१॥" —સૂત્રતા નિયુત્તિ “સમ્યગ્દષ્ટિ: .........નિયામ્ ‘અસ્તિ' લ્યેયમૂત! વિતું શીજમચૈતિ क्रियावादी सर्वानपि कालादीन् कारणत्वेनाभ्युपगच्छन् तथात्म-पुण्य-पाप-परलोकादिकं चेच्छन् क्रियावादी सम्यग्दृष्टित्वेनाभ्युपगन्तव्यः । शेषकास्तु वादा अक्रियावादा ऽज्ञानवाद - वैनयिक वादा मिथ्यावादा इत्येवं द्रष्टव्याः " - वृत्ति पृ० २१० । “क्रियावादित्वे ऽपि सति सम्मद्दिट्टिणो चेव एगे सम्मावादी, अवसेसा चत्तारि वि समोसरणा मिच्छावादिणो ” – चूर्णि पृ० २०७ । ૪. મોક્ષાર્થીઓ જેનું આહ્વાન-ગ્રહણ કરે છે તે આદાનીય પદાર્થો જ્ઞાન-દર્શન-ચારિત્રનું આમાં પ્રતિપાદન છે માટે આનું આાદાનીય નામ છે એવો અર્થ પણ વૃત્તિમાં આપેલો છે,
'',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org