SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૧ સોળમું અધ્યયન–આનું નામ જાદા (ગાથા) છે. ૧ મધુર ઉચ્ચારણથી આનું ગાન કરવામાં આવે છે માટે, ૨ સામુદ્રક છંદમાં આની રચના છે માટે, તથા ૩ પૂર્વેના પંદર અયનોમાં કહેલી વાતોનો સાર આમાં સંગૃહીત કરેલો છે માટે આ ગાહા કહેવાય છે, એમ ગાહા શબ્દના ત્રણ અર્થ નિર્યુક્તિમાં આપેલા છે. છંદોનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં સામુદ્રક અંદનું ૩ ને સત સામે નવ સામુદ્રમ્ આ લક્ષણ આપ્યું છે. આ લક્ષણ અહીં ઘટતું જણાતું નથી એટલે નિર્યુક્તિમાં સામુદ્રિક છંદનો શો અર્થ વિવક્ષિત છે તે વિચારણીય છે. અત્યારે આ અધ્યયન ગદ્યમાં છે છતાં આની ચૂર્ણિ તથા વૃત્તિ જોતાં એમ લાગે છે કે કોઈક કાળે આ અધ્યયન કોઈ પણ રીતે ગાવામાં આવતું હશે.' આ અધ્યયનમાં માહણ, શ્રમણ, ભિક્ષ તથા નિગ્રંથનું સ્વરૂપ સમજાવ્યું છે. જે સર્વ પાપકર્મોથી વિરત છે, રાગદ્વેષ-કલહ-અભ્યાખ્યાન-શુન્ય-પર પરિવાદ-અરતિ–રતિભાયામૃષાવાદમિથ્યાત્વશલ્યથી રહિત છે, સમિતિથી યુક્ત છે, જ્ઞાનાદિ ગુણોથી સહિત છે, સર્વદા (સંયમાનુકાનમાં) યત્નશીલ છે, જે ક્રોધ કરતો નથી, જે માન (ગર્વ) કરતો નથી, તે ખરેખર સાચો માહણ (બ્રાહ્મણ છે. જે અનિશ્રિત (શરીરાદિમાં અપ્રતિબદ્ધ) છે, નિયાણથી રહિત છે, હિંસા-અસત્ય-મૈથુનપરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષથી જે પ્રતિવિરત છે, દાન્ત છે, શરીર ઉપરથી મમતા જેણે ઉતારી નાખી છે તે ખરેખર સાચો શ્રમણ છે. १. “होति पुण भावगाहा सागारुवओगभावणिप्फण्णा। महुराभिहाणजुत्ता तेणं गाह त्ति णं बिंति ॥१३८॥ गाहीकया व अत्था अहव ण सामुद्दएण छंदेणं । एएण होति गाहा एसो अन्नो वि पन्जाओ ॥१३९॥ पण्णरससु अज्झयणेसु पिंडितत्थेसु जो अवितह त्ति । पिंडियवयणेणऽत्थं गहेति तम्हा ततो गाहा ॥१४०॥"-सूत्रकृताङ्गनियुक्ति । "मधुरामिधाणजुत्ता चोयंतो वा पुच्छंतो वा परियहतो वा गायतीति गीयते वा गाथा"-चूणि पृ० २४५। “मधुरं श्रुतिपेशलमभिधानम् उच्चारण यस्याः सा मधुराभिधानयुक्ता, गाथाछन्दसोपनिबद्धस्य प्राकृतस्य मधुरत्वादित्यभिप्रायः। गीयते पच्यते मधुराक्षरप्रवृत्त्या गायन्ति वा तामिति गाथा। यत एवमतस्तेन गाथामिति तो ब्रुवते, णमिति वाक्यालङ्कारे, एना वा गाथामिति । अन्यथा वा निरुक्तिमधिकृत्याह-गाथीकृताः पिण्डीकृता विक्षिप्ताः सन्त एकत्र मीलिता अर्था यस्यां सा गाथेति। अथवा सामुद्रेण छन्दसा वा निबद्धा सा गाथेत्युच्यते, तच्चेदं छन्दः-'अनिबद्धं च यल्लो के गाथेति तत् पण्डितेः प्रोक्तम्।' एषोऽनन्तरोक्तो गाथाशब्दस्य पर्यायो निरुक्तं तात्पर्यार्थो द्रष्टव्यः, तद्यथा-गीयतेऽसौ, गायन्ति वा तामिति, गाथीकृता वार्थाः, सामुद्रेण वा छन्दसेति गाथेत्युच्यते, अन्यो वा स्वयमभ्यूह्य निरुक्तविधिना विधेय इति।"-वृत्ति पृ० २६२। હેમચંદ્રાચાર્યે છંદોનુશાસનના સાતમા અધ્યાયના અંતમાં ગાથાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે– “આથાડત્રાનુજના બત્ર રાત્રે ચોf ઇન્દ્રત થાઉંઝા થા– 'दश धर्म न जानन्ति धृतराष्ट्र ! निबोध तान् । मत्तः प्रमत्त उन्मत्तः क्रुद्धः श्रान्तो बुभुक्षितः। त्वरमाणश्च भीरुश्च लुब्धः कामीति ते दश॥ [महाभारत, ५ उद्योगपर्व, अध्याय ३३, श्लोक ८२] अत्र त्रिभिः षडभिर्वा पादैः श्लोकः।"-छन्दोनुशासन पृ. २२९। । બૌદ્ધોમાં પણ ગાથા પ્રકારનું સાહિત્ય હતું. જુઓ આચારાંગ સૂત્રનું પરિશિષ્ટ પૂ. ૪૦૨. બૌદ્ધાચાર્ય અસંગે ગાથાનું સ્વરૂપ આ રીતે કહ્યું છે—“નાથા તમા? ચા જન માષિતા अपि तु पादोपनिबन्धेन द्विपदा वा चतुष्पदा वा पञ्चपदा वा षट्पदा वा इयमुच्यते गाथा"બાવરમન g૦ ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy