SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વર્ણન આ પ્રમાણે છે–પ્રથમ ઉદેશમાં પ્રતિકૂલ ઉપસર્ગોનું, બીજામાં માતા વગેરે સ્વજનોએ કરેલા અનુકૂળ ઉપસર્ગોનું, ત્રીજામાં અધ્યાત્મમાં વિષાદનું અને પરવાદીઓના વિવિધ આક્ષેપોનું વર્ણન છે. ચોથામાં હેત્વાભાસો દ્વારા વ્યામોહિત થયેલાઓને–સંયમથી ચલિત થયેલાઓને શાસ્ત્રાનુસારે સમજાવવા માટે યથાવસ્થિત અર્થની પ્રરૂપણ કરેલી છે.” સૂ૦ ૨૨૫-૨૨૯માં કહ્યું છે કે કેટલાક (સમજ્યા વિના) એમ કહે છે કે પૂર્વકાળમ ઘણું મહાપુરુષો સચિત્ત પાણી પીવા છતાં ય મોક્ષમાં ગયા છે. પામિ વિદેહી ભોજન કર્યા વિન મોક્ષમાં ગયા છે, તો રામગુપ્ત ઋષિ ભજન કરવા છતાં યે મોક્ષમાં ગયા છે. બાહુક અને ૧. હેમંત ઋતુમાં ભયંકર ઠંડી, ગ્રીષ્મ ઋતુમાં તાપ તથા તૃષા, સદા યાચના–ભિક્ષાવૃત્તિ ૭૫૨ જીવવાનું માનસિક તથા શારીરિક મહાન્ કષ્ટ, કુતરા કરડે, લોકો જાતજાતનાં કઠોર અપમાનજનક વચનો ઉચ્ચારે, ડાંસ-મચ્છરના ઉપદ્રવો, કેશલોચ, બ્રહ્મચર્ય, અનાર્ય લોકો તરફથી વચન તથા લાકડી આદિથી કરાતા પ્રહારો આવા આવા અનેક પ્રતિકુળ ઉપસર્ગો આવી પડે ત્યારે દુર્બળ મનવાળા સાધુઓની થતી અવદશાનું ચિત્ર આ ઉદ્દેશકમાં વર્ણવ્યું છે. ૨. માતા-પિતા વગેરે સ્વજનો દ્વારા ગૃહસંસારમાં પાછા ખેંચી જવા માટે કરાતી પ્રાર્થનાઓ તથા રાજા, મંત્રી વગેરે સમાજના મોટા માણસો દ્વારા ભગો માટે અપાતાં નિમંત્રણથી પ્રબુદ્ધ સાધુઓ તો અત્યંત સાવચેતીથી દૂર ખસી જાય છે, પણ અબુધ સાધુઓ કેવા ફસાઈ જાય છે અને માર્ગથી પતિત થઈ જાય છે તેનું આબેહુબ વર્ણન આ ઉદ્દેશકમાં છે. ૩. ભવિષ્યમાં સાધુજીવન પાળી ન શકાય તો શું કરવું? એવી માનસિક વિષાદયુક્ત કલ્પનાથી કેટલાક જ્યોતિષ, મંત્રશાસ્ત્ર આદિ ગ્રન્થો ભણવા લાગે છે. આવા વિષાદથી દૂર રહીને શરવીરતાથી સંયમની આરાધના કરવા આમાં ઉપદેશ છે. ૪. “જેમ ટંકણ જાતના પ્લેછો યુદ્ધમાં હારી જાય ત્યારે પર્વતનો આશ્રય લે છે તેમ પરવાદીઓ યુકિતથી જ્યારે ફાવી શકતા નથી ત્યારે આક્રોશોનો-ગાળા-ગાળીનો આશ્રય લે છે. પરંતુ આવા પ્રસંગે પોતાની સમાધિ ટકી રહે અને સામા સાથે કલેશ ન થાય તે રીતે સાધુએ શાંતિથી વર્તવું– યથાયોગ્ય જવાબ આપવો” એમ સૂ૦ ૨૨૧-૨૨૨ માં કહ્યું છે. ડૉહર્મન યાકોબીનું ધારવું છે કે આ ટંકણ મધ્યપ્રદેશના ઈશાન પ્રદેશમાં વસતી કોઈક જાતિ હતી. સૂત્રકૃતાંગના અંગ્રેજી ભાષાંતરમાં ટિપ્પણમાં તેમણે આ વાત જણાવી છે—“This hill-tribe lived somewhere in the north-east of Madhyapradesa, see Petersburg Dictionary, S. V.”-Sacred Books of the East Vol. XLV p. 268. ૫. આ રાજર્ષિનો ઉલેખ ઉત્તરાયયન સૂત્રના નવમા નિમિત્રા અધ્યયનમાં આવે છે. ભાગવત પુરાણમાં સ્કંધ અધ્યાય ૧૩ માં નિમિનું ચરિત્ર છે. નિમિનાં જનક, વૈદેહ તથા મિથિલ આ નામો કેવી રીતે થયાં છે તે જાણવા માટે જુઓ આ ગ્રન્યનું ત્રીજું પરિશિષ્ટ પૃ. ૩૬૪. ૬. ઈસિભાસિયાઈ (ષિભાષિત) માં ૨૩મા રામપુત્તર અધ્યયનમાં “ટુ મUા હિંસ સ્ત્રો gવમાન્તિ , તે –ઇફમાં રેવ તુર્ત રેવ રામપુન કરતા સિગા પુત” (g૦ ૪૫) એ પ્રમાણે નામોલ્લેખ આવે છે. ૭. જુત્તમનુનો જ પમિતિ વાદુળ માતા સિત ગુર્ત (9૨૭) એ પ્રમાણે ઇસિભાસિચાઈના ૧૪ મા વાદુ અધ્યયનમાં નામોલ્લેખ છે, મહાભારતમાં ત્રીજા આરણ્યકપર્વમાં નળરાજાનું બીજું નામ બાહુક આવે છે. પણ તે તો રાજાનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy