SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૩ વેયાલિય છે.! વૈતાલીય વૃત્ત(છંદ)માંર આની રચના કરેલી છે તેથી પણ આ તૈયાલિય છે. નિયુક્તિમાં જણાવ્યું છે કે અષ્ટાપદપર્વત ઉપર ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને જે ઉપદેશ આપ્યો હતો કે જેથી પ્રતિબોધ પામીને તે બધાએ પ્રભુ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી તે ઉપદેશ આ અધ્યયનમાં સંગૃહીત કરાયેલો છે. આ અધ્યયનમાં પિતાનો પુત્રોને ઉદ્દેશીને વૈરાગ્યમય અતિ અદ્ભુત ઉપદેશ આપણને સાંભળવા મળે છે.પ આ અધ્યયનમાં ત્રણ ઉદ્દેશકો છે. નિર્યુક્તિમાં જણાવ્યું છે કે પહેલા ઉદ્દેશકમાં સંબોધ (ધર્મના સાચા જ્ઞાનની પ્રાપ્તિ.) તથા અનિત્યતાનો વિચાર છે. ખીજામાં માનના ત્યાગની તથા ખીજી પણ અનેક વાતો છે. ત્રીજામાં અજ્ઞાનથી ખાંધેલા કર્મનો અપચય કેમ થાય તેની વિચારણા છે. તથા યતિવર્ગે સુખશીલતા અને પ્રમાદનો સદા ચે ત્યાગ કરવો જોઈ એ તેનો ઉપદેશ છે. ત્રીજું અધ્યયનનું નામ વસાળા છે. ઉપસર્ગોને (સાધનામાર્ગનાં વિઘ્નોને ઉપદ્રવોને) જાણીને તેને સહન કરતાં શીખવું—તેના ઉપર વિજય મેળવતાં શીખવું એ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશકો છે. તેના વિષયનું નિર્યુક્તિમાં સંક્ષેપથી ૧. આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના અંતમાં વૈતાયિમગમાગો.શ્લોક છે. ત્યાં ચૂર્ણિમાં (પૃ૦ ૫૮) વૃત્તિમાં (પૃ૦ ૬૦) કર્મવિદ્યારણનો માર્ગ એવો અર્થ આપેલો છે. તે ઉપરાંત ર્મનું વિદારણ કરનાર ભગવાન, તેમનો માર્ગ એ અર્થ પણ ચૂર્ણમાં (૪૦ ૫૮) છે. આ અધ્યયનના ત્રીજા ઉદ્દેશને અંતે (સૂ॰ ૧૧૦ પૃ૦ ૨૦ પૃ૦૧માં) કૃતિ વિચામુત્તમ.. એવો ઉલ્લેખ પણ છે. ૨. કેટલાક સ્થળોમાં વૈતાછીચ છંદવાળો પાઠ ટિપ્પણમાં અપાઈ ગયો છે અને ખીજો જ પાડ મૂળમાં અપાયો છે તેવા સ્થળોને પરિશિષ્ટમાં તથા શુદ્ધિપત્રકમાં અમે સુધારી લીધા છે, એટલે અભ્યાસીઓ પરિશિષ્ટ તથા શુદ્ધિપત્રકનો જરૂર ઉપયોગ કરીને આ અધ્યયન વાંચે. ૩. જુઓ આ જ ગ્રંથમાં પૃ૦ ૧૬ ટિ૦ * ४. कामं तु सासयमिणं कहियं अट्ठावयम्मि उसभेणं । अट्ठाणउतिसुयाणं सोऊण ते वि पव्वइया ॥ ३९ ॥ ૫. સમજો, કેમ સમજતા નથી ? પરલોકમાં સાચી સમજણ મળવી દુર્લભ છે. ગયેલી રાત્રિઓ પાછી ફરતી નથી. આયુષ્ય તૂટયા પછી ફરીથી (સંયમી) જીવન મળવું સુલભ નથી” આ અધ્યયનની પ્રથમ ગાથાનો આ અર્થ છે. ९. पढने संबोहो अनिश्चया य बीयम्मि माणवज्जणया । अहिगारो पुण भणिओ तहा तहा बहुविहो तत्थ ॥ ४० ॥ उद्देसम्मि य तइए अन्नाणचियस्स अवचओ भणिओ । वज्जेयव्वो य सथा सुहृप्पमाओ નફનળનું ॥ ૪૧ ॥ ૭. વૈતાલીય અધ્યયનના બીજા ઉદ્દેશની ૧૧મી ગાથાને કંઈક અંશે મળતી એક ગાથા ખૌગ્રન્થ સુત્તપિટકની ચેરગાથામાં આવે છે, તથા ૧૭મી ગાથાને ઘણા અંશે મળતી એક ગાથા સુત્તપિટકના સુત્તનિપાત માં આવે છે. જુઓ ત્રીજું પરિશિષ્ટ પૃ૦ ૩૬૩. ८. पढमम्मि पडिलोमा, मायादि (हुंती - प्र०) अणुलोमगा य बितियम्मि ( नाइकयणुलोमगा य बीयम्मिप्र०) । तइए अज्झत्थविसीदणा (अज्झत्थुवदंसणा - प्र० ) य परवादिवयणं च ॥ ४९ ॥ हेउसरिसेहिं अहे एहिं ससमयपडिएहिं निउणेहिं । सीलखलितपण्णवणा य कथा चउत्थम्मि उद्देसे ॥५५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy