SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ત્રીજા ઉદ્દેશકમાં પ્રારંભમાં આધાકમાં આહારના દોષો જણાવીને કૃતવાદ–આ જગત કોણે રચેલું છે તે વિષે અનેક વિચારો સૂ૦ ૬૪-૬૭માં વર્ણવ્યા છે. કેટલાક કહે છે કે આ લોકના કર્તા દેવ છે, કેટલાક કહે છે કે બ્રહ્મા કર્તા છે, કેટલાક કહે છે કે ઈશ્વર કર્યા છે, કેટલાક કહે છે કે પ્રધાન (સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રકૃતિની સામ્યવસ્થા) માંથી જગતની ઉત્પત્તિ થઈ છે. કેટલાક કહે છે કે સવયંભૂ આ જગતના કર્તા છે. કેટલાક કહે છે કે મારે (યમ રાજાએ) માયા કરી છે તેથી આ જગત અશાશ્વત છે. કેટલાક કહે છે કે ઈંડામાંથી જગત ઉત્પન્ન થયું છે (પહેલાં બ્રહ્માએ પાણીમાં ઈ–બ્રહ્માંડ સર્યું. તેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે). સૂ૦ ૭૦માં શુદ્ધ નિષ્પા૫ આત્મા પણ ક્રીડા તથા ઠેષથી સંસારમાં અવતરે છે આ અવતારવાદનું વર્ણન છે. સૂ૦ ૬૫૯-૧૬૨ માં ઈશ્વરવાદનું વિસ્તારથી વર્ણન છે. આ બધા જગત્યવિષયક વાદો મિટ્યા છે. જગત તો ખરેખર અનાદિ અનંત છે' આ વાત સૂ૦ ૬૮ માં કહી છે. બધા વાદોના દોષો ત્રણે ય ઉદ્દેશકમાં ભિન્ન ભિન્ન સ્થળે બતાવ્યા છે. ચોથા ઉદ્દેશકમાં વિસ્તારથી સંયમધર્મનો ઉપદેશ આપેલો છે. સૂ૦ ૮૫ માં કહ્યું છે કે (ત્રસ કે સ્થાવર) કોઈ પણ જીવની હિંસા ન કરવી એ જ જ્ઞાનનો સાર છે. અહિંસા દ્વારા આ સમતા સાધવાની છે. “મુનિએ સતત સંયમી થઈને જાગૃતિ રાખીને ઉત્કર્ષ, જવલન, ગૂમ તથા મધ્યસ્થને (અર્થાત માન, ક્રોધ, માયા તથા લોભને) ત્યજવા. પાંચ સમિતિ તથા (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ આ) પાંચ સંવરથી યુક્ત બનીને, ગૃહસ્થોમાં બંધાયા સિવાય મુનિએ મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમમાર્ગમાં વિચરવું જોઈએ... આ રીતે આ ઉદ્દેશકના અંતમાં સુધર્માસ્વામીએ ઉપદેશ આપ્યો છે. આ અધ્યયનમાં ઘણા ઘણા વાદોનું નિરૂપણ હોવાથી તેનું સમય નામ બરાબર સાર્થક છે. બીજ અધ્યયન–આનું નામ યાલિય છે. નિયુક્તિમાં આના બે અર્થ જણાવ્યા છે?— પૈદારિક અને વૈતાલીય. કર્મના વિદ્યારણનો-વિનાશને આમાં ઉપદેશ આપ્યો છે માટે આ अतः इस ‘पुत्तं' पाठ को विकृत करने की जरूरत नहीं रहती। संशोधक महानुभाव इस विषय में जरूर विचार करें। इसी प्रकार उक्त गाथा में प्रयुक्त मेहावी अथवा मेधावी शब्द भगवान बुद्ध का सूचक है। इस दृष्टि से यह मानना उपयुक्त प्रतीत होता है कि उक्त गाथा में कर्मबन्ध की चर्चा करते हुए बुद्ध के शूकर-मांसभक्षण का उल्लेख किया गया है। मेरी प्ररूपणा कहां तक सत्य है, इस का निर्णय गवेषणाशील विद्वजन ही करेंगे। અમને લાગે છે કે આવી કોઈ જ કલ્પના કરવાની અહીં કશી જ જરૂર નથી. બૌદ્ધગ્રંથ ઉદાનમાં ચુંદસુત્તમાં (પૃ. ૧૬૪-૧૬૫) બુદ્ધે કરેલા “સુકરમવભક્ષણ (કરમાંસભક્ષણ)ની વાત જરૂર આવે છે. અમરકોષમાં વરાઃ સૂરો વૃષ્ટિઃ સ્ત્રઃ વોત્રી વિરઃ બ્રિટિઃ છે (કાંડ ૨, સિંહાદિવ) મુવા કોર-ક્યો પોત્ર, ગોત્ર તુ નાગ્નિ જ છે (કાંડ ૩, નાનાર્થવર્ગ) તથા અભિધાનચિન્તામણિમાં વાદઃ ફ્રોડ-વત્રિૌt (કાંડ ૩, શ્લોક ૧૮૦) એવો પત્રિનું અને પોત્ર શબ્દનો અર્થ પણ મળે છે, પરંતુ આને સૂત્રકૃતાંગની પ્રસ્તુત ગાથા સાથે કશો સંબંધ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે શબ્દ અને ભાવ બંનેથી બાલવાદ જાતકની ગાથા સાથે સૂત્રકૃતાંગની ગાથાનું સમાનપણું સ્પષ્ટ જોઈ શકાય છે. બૌદ્ધગ્રંથ સંયુતાનિચમાં પુત્તમંતસુત્તમાં (પૃ. ૮૪) પણ આ વાતનું સમર્થન જોવા મળે છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું, પૃ. ૩૬૧. ૧. આ ભિન્ન ભિન્ન વાદો પુરાણ આદિ વૈદિક ગ્રંથોમાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે. ૨. જુઓ પૃ૦ ૧૬ ટિ૦ %, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy