________________
પ્રસ્તાવના
કેટલાક શ્રમણ તથા બ્રાહ્મણે પોતાના જ જ્ઞાનની વાત કરે છે (અર્થાત અમે જ સાચું જાણીએ છીએ), અમારા સિવાય બીજા કશું જ જાણતા નથી” આવું વર્ણન સૂ૦ ૪૧ માં છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકાર બંનેના મતે આ અજ્ઞાનવાદીઓનો મત છે. સૂ૦ ૫૩૬ માં પણ અજ્ઞાનવાદનો ઉલ્લેખ છે. બૌદ્ધગ્રંથ દીઘનિકાયના બ્રહ્મજાલસૂત્રમાં (૫૦ ૨૩–૨૬) જે અમારાવિખેપવાદનું વર્ણન છે તે પણ અજ્ઞાનવાદને મળતો વાદ જણાય છે.
નિયુક્તિકારે અજ્ઞાનવાદી પછી, અને ચતુર્વિધકર્મચય ન માનનાર વાદની વચ્ચે જ્ઞાનવાદીઓનો મત જણવ્યો છે. પણ ચૂણિ કે વૃત્તિમાં “આ ગાથામાં જ્ઞાનવાદીનો મત છે' એમ કોઈ પણ સ્થળે પછતા કરી નથી. અજ્ઞાનવાદ પછી તરત જ ચતુર્વિધ કર્મચય ન માનનાર બૌદ્ધમતને જ વર્ણન કર્યું છે. આની સંગતિ કરવી હોય તો “અજ્ઞાનવાદીનું જે ખંડન કરવામાં આવ્યું છે તે જ જ્ઞાનવાદનું સ્વરૂપ છે' એ રીતે લઈ શકાય. અથવા બીજી કોઈ રીતે આની સંગતિ વિચારવી જોઈએ. જ્ઞાનવાદથી ઉપલકિયું જ્ઞાન કે અહંકારગ્રસ્તજ્ઞાન વિવક્ષિત હોય તો આ ગાથાઓમાં આવા જ્ઞાનની પણ ઘણી ચર્ચા છે.
નિયંતિકારે કહ્યું છે કે –“આ પછી “ચાર પ્રકારનું કર્મ ઉપચય પામતું નથી (તીવ્ર વિપાક આપનારું બનતું નથી)” આવા બૌદ્ધમતની ચર્ચા છે. આ ચાર પ્રકાર વૃત્તિમાં (પૃ૦ ૧૧-૧૨, ૩૮) આ રીતે વર્ણવ્યા છે–૧ અવિપચિત કર્મ–અજાણતાં કરેલું હિંસાદિ કર્મ, ૨ પરિગોપચિત કર્મ-કેવળ મનદ્વારા જ ચિંતવેલું હિંસાદિ કર્મ, ૩ ઇયપથ કર્મ–માર્ગમાં જતાં આવતાં અનભિસંધિથી થયેલું હિંસાદિ કર્મ, ૪ સ્વપ્નાન્તિક કર્મ-સ્વપ્નમાં થયેલું હિંસાદિ કર્મ. સૂત્રપ્તાંગ મૂળમાં જણાવ્યું છે કે “હવે બીજું કિયાવાદીનું દર્શન છે. કર્મચિંતાથી ખરેખર નષ્ટ થયેલા દૂર ગયેલા (કર્મબંધના રહસ્યના જ્ઞાનથી રહિત) માણસોનું આ દર્શન છે અને તેથી જ તે ખરેખર સંસારને વધારનારું છે. એ લોકો એમ માને છે કે મારવાનો સંકલ્પ હોય છતાં શરીરથી જે મારવામાં ન આવે તો અથવા અજાણતાં (કાયવ્યાપારમાત્રથી) હિંસા થઈ જાય તો પાપકર્મનો સ્પર્શ તો થાય છે–(અવ્યક્તરૂપે તેનો) અનુભવ તો થાય છે, પરંતુ તે અવ્યક્ત પાપ છે. (એટલે
૧. સૂત્રકૃતાંગના ગુજરાતીમાં અનુવાદક ગોપાળદાસ જીવાભાઈ પટેલને અભિપ્રાય એવો છે કે–રસૂ૦
૩૩-૪૦ માં અજ્ઞાનવાદની ચર્ચા છે અને સૂ૦ ૪૫-૫૦ માં જ્ઞાનવાદી–ખરો વાદ પોપટની જેમ બોલી જાણનારા–સમજણ વિનાના લોકોની ચર્ચા છે. જુઓ મહાવીરસ્વામીનો સંચમધર્મ,
પૃ૦ ૧૪ ટિ૦ ૧. ૨. ચૂણિના પાઠમાં (પૃ. ૩૭) વિજ્ઞાનોજિત, ફૂપથ તથા સ્થાનિત ત્રણનો શબ્દથી ઉલ્લેખ છે.
સંભવ છે કે પરિજ્ઞોપવિત શબ્દ પાઠમાંથી પડી ગયો હોય. તે પછી ના IUMST૩દિ એ ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકારે આ બધા ચારે ય ભેદોનો ભાવાર્થ આપેલો છે. અને વીરો શબ્દનો પણ
પ્રયોગ કરેલો છે. ૩. અહીં ચૂર્ણિ તથા વૃત્તિમાં ક્રિયાવાદિદર્શન તરીકે બૌદ્ધદર્શનને સ્પષ્ટરીતે જણાવ્યું છે. ચૂાણમાં
કર્મવાદિદર્શન એવો પર્યાય આપ્યો છે. વૃત્તિમાં, ચૈત્યર્મ આદિ ક્રિયાઓ મોક્ષનું મુખ્ય અંગ છે એમ માનનારાઓનું દર્શન એવો અર્થ કર્યો છે. ૧૨ માં સમવસરણ અધ્યયનમાં જ્યાં ક્રિયાવાદ, અયિાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદનું નિરૂપણ છે ત્યાં સૂ. ૫૩૫ની ચૂર્ણ તથા વૃત્તિમાં બૌદ્ધોને અક્રિયાવાદીમાં ગણાવ્યા છે તે અપેક્ષાભેદથી સમજવું. બુદ્ધને અક્રિયાવાદી કહેવામાં આવતા હતા આવો ઉલ્લેખ બૌદ્ધોના જ ગ્રંથમાં અંગુત્તરનિકાયના ત્રીજા ભાગમાં અકનિપાતમાં સીહસુત્તમાં (પૃ. ૨૯૩) તથા વિનયપિટકના મહાવચ્ચપાલિમાં સીહસેનાપતિવધુમાં (પૃ. ૨૪૩) પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org