________________
પ્રસ્તાવના
(પ્રતિક્ષેપ) કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. મોક્ષમાર્ગમાં ઉપકારક, અજ્ઞાનઅંધકારમાં દીપસમાન, મોક્ષમંદિરના સોપાનભૂત, નિક્ષોભ, નિષ્પકંપ સૂત્રાર્થો તેમાં છે.
* નંદીસૂત્રમાં કહ્યું છે કે–સૂત્રકૃતાંગમાં લોક, અલોક, જીવ, અજીવ, સ્વસમય, પરસમયનું સૂચન—નિરૂપણ છે. ક્રિયાવાદી વગેરે ૩૬૩ અન્ય મતોનો વ્યુહ (નિરાસ) કરીને સ્વસમયની સ્થાપના કરેલી છે..
દિગંબરગ્રંથો પૈકી ધવલામાં કહ્યું છે કે સન્નતાંગમાં જ્ઞાન–વિનયની પ્રજ્ઞાપના, કથ્ય, અક૯ય, છેદોપથાપના, વ્યવહારધર્મ તથા ક્રિયાઓની અને સમય તથા પરસમયની પ્રરૂપણા છે. તત્વાર્થરાજવાતિક, અંગપત્તિ આદિ ગ્રંથોમાં પણ આને મળતો ઉલ્લેખ છે. જ્યધવલામાં કહ્યું છે કે સૂત્રકૃતાંગમાં સ્વસમય, પરસમય, સ્ત્રી પરિણામ, ક્લબતા, અખુટત્વ, મદનાશ, વિભ્રમ, આસ્ફાલસુખ, તથા પુસ્કામતાદિ સ્ત્રીસ્વભાવની પ્રરૂપણું છે.
સમવાયાંગ આદિમાં વર્ણવેલા વિષયો વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રકૃતાંગસૂત્રમાં સંક્ષેપ અથવા વિસ્તારથી બહુલતયા મળે છે. હવે ક્રમવાર અધ્યયનનો વિષય સંક્ષેપમાં જોઈએ.
પ્રથમ અધ્યયન – સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનું નામ સમય છે. સમય એટલે સિદ્ધાંત. આમાં સ્વ-૫ર સિદ્ધાંતોની પ્રરૂપણ છે. આની પ્રથમ ગાથા નીચે પ્રમાણે છે– बुज्झिज तिउट्टिजा बंधणं परिजाणिया। किमाह बंधणं वीरे किं वा जाणं तिउट्टई ॥१॥
ભગવાન સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું કે –“જીવે બંધનને તોડી નાખવું જોઈએ.” આ ઉપરથી બૂસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું કે “ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે અને શું જાણીને બંધન તોડે?” આના ઉત્તરરૂપે સૂત્રદ્ધાંગની પ્રારંભની ગાથાઓની રચના થયેલી છે.
પ્રથમ અધ્યયનના ચાર ઉ શકે છે. તેમાં જે વિષય છે તેનું નિર્યુક્તિકારે આ રીતે વર્ણન
પંચમહાભૂતવાદ, એકત્મિવાદ, તજીવ-તચ્છરીરવાદ, અકારકવાદ, આત્મષઠ (આત્મા જેમાં છઠ્ઠો છે એવો પંચમહાભૂત)વાદ, અફલવાદ, આટલા વિષયો પ્રથમ ઉદ્દેશકમાં છે. નિયતિવાદ, અજ્ઞાનવાદ, ચાર પ્રકારે બાંધેલું કર્મ ઉપચય પામતું નથી–ગાઢ બનતું નથી આવો (બૌદ્ધોનો) વાદ, આટલા વિષયો બીજા ઉદ્દેશકમાં છે. આધાકર્મના સેવનથી થતા દોષો, કૃતવાદ (જગકર્તવવાદ), પોતાના પંથમાં જ મોક્ષ છે એ રીતે ઉપસ્થિત થયેલા વાદીઓ, આ ત્રીજા ઉદ્દેશકનો વિષય છે. ચોથા ઉદ્દેશકમાં પરવાદીઓની અસંયમી ગૃહસ્થોનાં કૃત્યો સાથે સરખામણી કરવામાં આવી છે.” - પ્રથમ ઉદ્દેશકના પ્રારંભના શ્લોકોમાં પરિગ્રહ તથા હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ (સ્વસમય-સ્વમત) આપ્યો છે. તે પછી જુદા જુદા વાદોની પ્રરૂપણું શરૂ થાય છે
૧. બોદ્ધ ગ્રંથ પાલિત્રિપિટકાન્તર્ગત સુત્તપિટકના દીઘનિકાયમાં (ભાગ ૧) બ્રહ્મજાલસૂત્રમાં જુદા જુદા
૬૨ વાદોનું (તેના પુરરર્તાના નામનિર્દેશ વિના) વર્ણન છે. અહીં વર્ણવેલા વાદોની તેની સાથે તુલના કરતાં કવચિત્ કવચિત સમાનતા પણ જોવામાં આવે છે. પણ એ બ્રહ્મજાલસૂત્ર ઘણું મોટું હોવાથી અમે અહીં ટિપ્પણમાં તેનો સમાવેશ કર્યો નથી. તેમાંથી તથા બીજા બૌદ્ધ ગ્રંથોમાંથી જરૂર પુરતો કોઈ કોઈ ઉલ્લેખ ટિપ્પણમાં આપ્યો છે. પરંતુ તે પછી દીધનિકાચમાં (ભાગ ૧) શ્રામફલસૂત્રમાં ૧ પૂરણ કસ૫, ૨ મકખલિ ગોસાલ, ૩ અજિત કેસકંબલ, ૪ પધ કશ્યાચન. ૫ નિગઠ નાટપુત્ત (નિર્ગસ્થ જ્ઞાતપુત્ર-ભગવાન મહાવીર), ૬ સંજય બેલડુપુત્ત આ છ પરતીથિકોના વાદોનું વર્ણન છે. સૂત્રકૃતાંગમાં વર્ણવેલા કેટલાક વાદાની તે વર્ણન સાથે શબ્દ તથા અર્થથી તુલના કરવા માટે અહીં ત્રીજા પરિશિષ્ટમાં ટિપ્પણરૂપે સામસુર ત્રિપિટકમાંથી ઉદ્ધત કરીને આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org