________________
હિws ઉપરાંત મૂળમાં આપેલો “જ્ઞાત અને ધર્મકથાઓ એ અર્થ પણ મળવા કરીને લીધેલો છે. પરંતુ હેમચંદ્રાચાર્યે પોતાના કોશમાં “જ્ઞાતપ્રધાન ધર્મકથાઓ” એવો પ્રથમ અર્થ જ લીધો છે.
નાયાધમ્મકહા એ પ્રાકૃત પદમાંથી દિગંબરોએ નાથવગા (ગમ્મસાર), શાતૃધર્મયા (તત્વાર્થરાજવાતિક) તથા શ્વેતાંબરોએ સાતધર્મવાળા અને સાતાવથી એવાં પદો ઉપજાવેલાં છે. તથાં તે પદોમાંથી તે ઉપર જણાવેલા ભિન્ન ભિન્ન અર્થે બતાવ્યા છે. પરંતુ તે બધામાં ભગવાન મહાવીરના નામ સાથે સંબંધ જોડનારો ઐતિહાસિક અર્થ વધુ સુસંગત છે. માટે જ આ સૂત્રનું નામ “નાયધમ્મકહા” મુખપૃષ્ઠ ઉપર અમે હેલું છે.
૯ ઉકિખત્ત-ણાય: આ અધ્યયનમાં મેઘકુમારની વાત આવે છે. તેમાં તેણે હાથીના ભવમાં સસલાને બચાવવા “વાઈ વરે પગ ઊંચો કર્યો હતો–એવું વર્ણન આવે છે. તે ઉપરથી આ અધ્યયનનું નામ ઉખિત્ત–ણાય પડ્યું છે.
૧૦, રાજગૃહ : આ નગર બૌદ્ધો અને જૈનોનું પૂજનીય તીર્થ છે. ત્યાં મહાવીર અને બુદ્ધ અનેક ચાતુર્માસો કરેલા. તેથી જ તેનો ઉલ્લેખ વારંવાર બંને ધર્મના ગ્રંથોમાં આવે છે. જરાસંધના સમયમાં રાજગૃહ મગધની રાજધાની હતી એ જાતની નોંધ મહાભારતના સભાપર્વમાં મળે છે. તેનું બીજું નામ ગિરિધ્વજ પણ તેમાં નોંધેલું છે. ત્યાં પાંચ પહાડો છે એમ મહાભારતકારે તેમજ જૈન ગ્રંથકારોએ જણાવેલું છે. પણ તેમનાં નામોમાં ભેદ નીચે પ્રમાણે છે.
મહાભારત વૈહાર (વૈભાર), વારાહ, વૃષભ, ઋષિગિરિ, ચેત્યક વાયુપુરાણ વૈભાર, વિપુલ, રત્નકૂટ, ગિરિવજ, રત્નાચલ, જૈન વૈભાર, વિપુલ, ઉદય, સુવર્ણ, રત્નગિરિ;
આ પહાડોને કારણે તેનું બીજું નામ ગિરિત્રજ પડયું હશે. તેનું વર્તમાન નામ રાજગિર છે. તે બિહારથી લગભગ ૧૩, ૧૪ માઈલ દક્ષિણે આવેલું છે. આ જ રાજગૃહની બહાર ઉત્તરપૂર્વમાં જૈન સૂત્રોમાં નાલંદા નામનું સ્થળ હોવાનું જણાવ્યું છે. પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠ ત્યાં હતું.
આવશ્યક નિર્યુક્તિની અવચૂર્ણમાં લખેલું છે કે પહેલાં ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું. તેને ક્ષીણવાસ્તુક થયેલું જાણુને જિતશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર સ્થાપ્યું. કાળે કરીને તે ક્ષીણ થતાં ત્યાં ઋષભપુર સ્થપાયું. ત્યારબાદ કુશાગ્રપુર થયું. તે આખું બળી ગયા પછી શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં રાજગુહ વસાવ્યું.
પન્નવણસત્રમાં રાજગૃહને મગધની રાજધાની તરીકે વર્ણવેલું છે.
ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશકમાં રાજગૃહના ઊના પાણીના ઝરા વિષે ઉલ્લેખ છે. તેનું નામ મહાતપોપતીપ્રભ આપેલું છે. ચીનાઈ પ્રવાસી ફાસ્થાને અને હ્યુએક્સિંગે તે ઊના પાણીનો ઝરો જોયાનું લખેલું છે. બૌદ્ધગ્રંથોમાં આ ઝરાને તપોદ નામે કહેલો છે.
૧૧, મગધ : આવેદમાં આ દેશનો કીકટ નામે ઉલ્લેખ કરેલો છે. અથર્વવેદમાં તેનું મગધ નામ આવે છે. હેમાચાર્યે પોતાના કોશમાં તે બંને નામો આપેલાં છે. પન્નવણાસ્ત્રમાં આદેશો ગણાવતી વખતે મગધને પહેલો ગણાવ્યો છે. અત્યારના બિહારને પ્રાચીન મગધ કહી શકાય. તેમાં બૌદ્ધો અને જૈનોનાં અનેક તીર્થો છે. તેથી તેઓ તેને પૂજ્ય અને પવિત્ર માને છે.
પરંતુ વૈદિક લોકોએ તીર્થયાત્રાના કારણે સિવાય તેમાં પ્રવેશ કરવાનો પણ નિષેધ કરેલો છે અને ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત કરવાનું ફરમાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org