SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પર ટિ૫ણ ૪, મહાવીર: જૈનધર્મના ૨૪ તીર્થકરોમાંના છેલ્લા તીર્થકર, તેમના પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશલા, ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના અને જમાઈનું નામ જમાલિ હતું. તે તેમની બેન સુદર્શનાનો પુત્ર હતો. તેમનાં માતપિતા પાર્શ્વનાથનાં શ્રમણોપાસક હતાં. તેમના પિતા જ્ઞાતકુળના ક્ષત્રિય હતાં. મહાવીરનો જન્મ વૈશાલિમાં (અત્યારનું બસાર, પટણાથી ર૭ માઈલ ઉત્તરે) ક્ષત્રિયકુંડમાં થયો હતો. તેમનાં માતાપિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તે ત્રીસ વર્ષના થતાં તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં. ત્યારબાદ મોટાભાઈની રજા લઈ તેમણે પ્રવજ્યા લીધી અને ૧૨ વર્ષ તપશ્ચર્યા અને ધ્યાનમાં ગાળ્યા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તે ૪ર વર્ષ સુધી ઉપદેશ આપતા જીવ્યા અને ૭૨ વર્ષની ઉમરે ઈ. સ. પૂર્વે ૪૮૦ની આસપાસમાં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. શ્વેતાંબરો તેમજ દિગંબરો બંનેને મહાવીર સ્વામી તીર્થકર તરીકે સરખા જ માન્ય હોવા છતાં તેમના જન્મની અને વિવાહની હકીકત તથા સમયાદિ વિષે બંનેમાં મતભેદ છે. તેમનાં બીજાં નામ આ પ્રમાણે છે – વીર, ચરમતીર્થકત, દેવાય, રાતનંદન, વિશાલિક, સન્મતિ, મહતવીર, અંત્યકાશ્યપ, નાથાવય (જ્ઞાતાન્વય). બૌદ્ધગ્રંથોમાં તે દીર્ધતપસ્વી નિર્ગઠ નાતપુર નામે પ્રસિદ્ધ છે. વીર નિર્વાણ સંવત ૨૪૫૭મો અત્યારે ચાલે છે (શ્વેતાંબર). ૫. સુધર્મા તેમના પરિચય માટે જુઓ રાયચંદ જિનાગમસંગ્રહનું ભગવતીસૂત્ર, પ્રથમ ભાગ-પૃ. ૧૫. ૬. જંબુઃ તેમના પરિચય માટે પણ ઉપર સુધમ માટે બનાવેલું સ્થાન જુઓ. ૭. પૂર્ણભદ્રચય: ચૈત્યર એટલે ચિતા ઉપરનું સ્મારક. આ પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન કરતાં પપાતિક સૂત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે -“તેમાં નટ, નર્તક, મલ, મૌષ્ટિક, લંબગ”, પ્લવક, જલ, કથક, રાસક, આખ્યાતા, લેખ, મંખ, તુંબ, વેણુ વગાડનારા અને માગધો પોતાના ગાયન, વાદન, ખેલન હાસ્ય વગેરેના પ્રયોગો કર્યા કરતા હતા, આહોતાઓ તેમાં આહુતિઓ આપતા અને હજારો યાગોના લાગી ત્યાં આવતા.” ૮ નાયાધમ્મકહા: આ સૂત્રની શરૂઆત કરતાં કહેવામાં આવ્યું છે કે “આ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાતોઉદાહરણ છે અને બીજામાં ધર્મકથાઓ છે.” તેમાં મૂળ શબ્દો નાયા િય ધHહાગો ય છે. ટીકાકાર અભયદેવે એ મૂળને અનુસરીને નાયાધમ્મકહા” શબ્દનો “જ્ઞાતો—ઉદાહરણું અને ધર્મકથાઓ” એવો અર્થ કરેલો છે. જ્ઞાતાસૂત્રના ટીકાકાર અભયદેવે જ સમવાયાંગની ટીકામાં અને મલયગિરિએ નંદીસૂત્રની ટીકામાં “જેમાં જ્ઞાતો એટલે ઉદાહરણ પ્રધાન છે તેવી ધર્મકથાઓ” એવો અર્થ લીધો છે. તે ૧. આવશ્યચૂર્ણમાં “ત્રકષભદેવના પોતાના જ લોકો એને જ્ઞાતા તરીકે જણાવેલા છે. તેઓનું કુળ તે જ્ઞાતકુળ અને તેઓનો વંશ તે જ્ઞાતવંશ. ૨. ટીકાકારો ચૈત્યને વ્યંતરાયતન-“ભૂત, વ્યંતરનું રહેઠાણ” કહે છે. ૩. મુષ્ટિયુદ્ધ કરનારા. ૪. વિડંબના-ટીખળ કરનારા. પ. તરનારા. ૬. દોરડા ઉપર ખેલનારા. ૭. મોટા વાંસડાના અગ્રભાગ ઉપર ખેલનારા, ૮. ચિત્રનાં પાટિયાં બતાવનારા ભિક્ષુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy