________________
ટિપ્પણ
ખસો વર્ષ પહેલાંના એક જૈન યાત્રિક લખ્યું છે
66
કાસીવાસી કાગ મૂઉઇ મુગતિ લહુઇ, મધિ મુઓ નર ખર હુઈ એ”
“ કાગડો પણ કાશીમાં મરે તો મુક્તિ પામે, પરંતુ માણસ પણ જો મગધમાં મરે તો ગધેડો થાય” એવી માન્યતા તે તરફના લોકોમાં ચાલે છે.
૪
૧૨. શ્રેણિક : આ રાજા આગળ આવી ગયેલા કોણિક રાજાનો પિતા થાય. તે શિશુનાગવશનો હતો. બૌદ્દગ્રંથોમાં આને સેનિય અને બિંબિસાર નામે વર્ણવેલો છે. જૈનગ્રંથોમાં તેનું ખીજું નામ ભિભિસાર કે ભંભાસાર આપેલું છે, તેના તે નામનું કારણુ ખતાવતાં આચાર્ય હેમચંદ્રે જણાવ્યું છે કે “ એક વાર કુશાગ્રપુરમાં આગ થતાં રાજા પ્રસેનજિત અને તેના બધા કુમોરો મહેલ બહાર નીકળી ગયા. ખીજા કુમારોએ નીકળતાં નીકળતાં હાથી, ધોડા, રત્ન, મણિ, માણેક વગેરે લીધાં પણ શ્રેણિકે માત્ર એક ભંભા જ લીધી. પ્રસેનજિતે તેને તેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે ભંભા એ રાજાનું વિજયચિહ્ન છે માટે મેં તેને એકલીને લીધી છે. આ ઉપરથી રાજાએ તેનું નામ ભંભાસાર પાડ્યું.” બિંબિસાર અને લિંભિસાર એ નામોમાં સામ્ય ચોખ્ખું લાગે છે,
-
૧૩. ધારિણીનું સ્વપ્ર : લલિતવિસ્તરમાં જણાવ્યા પ્રમાણે યુદ્ધની માતા માયાદેવીએ, જ્યારે યુદ્ધ તેના ગર્ભમાં પેઠા તે વખતે રૂપાના ઢગલા જેવો, છ દાંતવાળો અને સર્વાંગસુંદર હાથી પોતાના ઉદરમાં પેસતો હોય એવું સ્વપ્ન જોયું હતું. આ પ્રમાણે જૈન તેમજ બૌદ્ધ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ કુક્ષીમાં આવવાનો હોય તે પહેલાં તેમની માતાઓએ આવાં ઉત્તમ સ્વપ્નો જોયાની હકીકત મળી આવે છે.
kr
**
૧૪. કૌટુંબિક પુરુષો : “ખાસ તહેનાતના નોકરો.” જૈનસૂત્રોમાં નોકર અર્થમાં ‘કૌટુંબિક પુરુષ” તેમજ “દાસચેટ' એમ બે શબ્દનો પ્રયોગ આવે છે. કૌટુંબિક શબ્દનો અર્થ ‘કુટુંબનો માણુસ” થાય. તે ઉપરથી એમ માલમ પડે છે કે રાજાઓ પોતાના રાંજવંશીઓમાંથી કેટલાકને ખાસ તહેનાતના નોકરો તરીકે રાખતા. પરંતુ જે લોકો દાસ જાતિના જ એટલે કે ગુલામ વંશના હતા તેમને માટે દાસચેટ શબ્દ વપરાતો હશે. જેમને અત્યારે આપણે ગોલા કહીએ છીએ તેવા પ્રકારના જ આ લોકો હતા. આ લોકોને એ રીતે જન્મથી મરણ સુધી દાસનું જ કામ કરવાનું રહેતું, જ્યારે કૌટુંબિક પુરુષોને તેવું બંધન ન હોતું. કેટલાંક વર્ણનો ઉપરથી એવું લાગે છે કે આ દાસચેટો ધણું કરીને પરદેશીઓ જ હતા. (જુઓ ટિપ્પણુ નં. ૨ ૬)
૧૫. જવનિકા : (નળિયા) યવન શબ્દ સાથે આ શબ્દનો સંબંધ છે. કોશકારોએ આ શબ્દની વ્યુત્પત્તિ ઽ ધાતુ ઉપરથી ખતાવી છે. પણ ઇતિહાસની દૃષ્ટિથી વિચાર કરતાં લાગે છે કે આ શબ્દ યવન શબ્દમાંથી જ નીકળેલો છે. કારણ કે યવનિા—પડદો રાખવાની પ્રથા યવનોમાં જ હતી તેમ ઇતિહાસ પરથી માલમ પડે છે.
અમરકોશમાં નવનિા અને યવના એમ બે શબ્દો મૂકેલા છે, અને હેમચંદ્રે નવની અને યમની આપેલા છે. પરદેશીઓના સહવાસથી આપણે ત્યાં પણ યવનિકા-પડદાનો રિવાજ તેમજ તે શબ્દ દાખલ થયા લાગે છે.
નાતામાં આવેલો યુવનિકાનો ઉલ્લેખ અને વર્ણન ખરાખર હોય તો એમ કલ્પી શકાય કે બિંબિસારના સમયમાં રાજકુટુંબોમાં તેની પ્રથા તથા યવનોનો પગપેસારો આપણા દેશમાં હતાં.
૧૬. અષ્ટાંગનિમિત્તવેદી : “નિમિત્તનાં આઠ અંગોને જાણનાર.” તે આઠ અંગો આ પ્રમાણે છે :- (૧) ભૌમ [ભૂકંપ વગેરે] (૨) ઉત્પાત [લોહીનો વરસાદ વગેરે] (૩) સ્વમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org