________________
પ્રસ્તાવના
૧૫. iવિ. આમાં નંદિકલ નામના વૃક્ષોની વાત છે. ચંપા નામે નગરી હતી. ત્યાં ધન નામે અત્યંત ધનાઢ્ય સાર્થવાહ હતો. ચંપા નગરીની ઈશાન દિશામાં અહિચ્છત્રા નામે નગરી હતી. ત્યાં કનકતુ નામે રાજા રાજ્ય કરતો હતો.
એકવાર ધન સાર્થવાહ વ્યાપાર કરવા માટે ઘણી ઘણી વસ્તુઓ લઈને અહિચ્છત્રા નગરીએ જવા નીકળ્યા. અને ઉદ્યોષણ કરાવી કે “જેમણે જેમણે સાથે આવવું હોય તે આવો. માર્ગમાં બધાને હું સહાય કરીશ. માર્ગમાં આગળ ગયા પછી નંદિકલ નામના વૃક્ષોનું સ્થાન આવ્યું. ત્યારે ધન સાર્થવાહે ઉદ્દઘોષણા કરાવી કે “હવે પછી મોટી અટવી શરૂ થાય છે. તેમાં નંદિકલ નામના ખૂબ ખૂબ મનહર ઘટાદાર વૃક્ષો છે. પણ તે અત્યંત ભયંકર છે. આ વૃક્ષની છાલ, પાંદડા, પુષ્પ, ફલ આદિ કોઈ પણ ચીજ ખાવામાં આવશે કે–અરે એની છાયામાં વિસામો લેવામાં આવશે તો પણ પ્રારંભમાં તો બહુ સારું લાગશે, પરંતુ પરિણામે અકાળે મૃત્યુ થશે. માટે આવા વૃક્ષોનું કંઈ ખાશો નહિ કે આવા વૃક્ષોની છાયામાં કોઈ બેસશો નહિ. બીજાં વૃક્ષોનું જ ખાવું હોય તો ખાજે અને બીજાં વૃક્ષોની છાયામાં જ બેસજો.'
જેમણે ધન સાર્થવાહની વાત ઉપર શ્રદ્ધા રાખી અને તે પ્રમાણે વર્યા તે સુખી થયા, પણ જેમણે ન માન્યું અને નંદિલ વૃક્ષોનું સેવન કર્યું તે મૃત્યુ પામ્યા.
ભગવાન સુધર્માસ્વામી આનો ઉપય કરતાં જણાવે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી પાંચ પ્રકારના કામગુણેમાં આસક્ત થતા નથી તે જગતમાં પૂજનીય બને છે તથા સંસાર સમુદ્રને પાર ઊતરી જાય છે. અને જે સાધુ–સાબી દીક્ષા લીધા પછી પાંચ પ્રકારના કામગુણોમાં આસક્ત થાય છે તે જગતમાં નિંદાપાત્ર બને છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે.
ધન સાર્થવાહ અહિચ્છત્રા નગરીમાં સુખપૂર્વક પહોંચી ગયા, ત્યાં ભાનો વિનિમય કરીને પાછા ચંપા નગરીમાં આવ્યા પછી કોઈ સ્થવિરો પાસે ધર્મશ્રવણુ કરીને દીક્ષા લઈ દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષમાં જશે.
૧૬. મવા . આમાં ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીનો પ્રસંગ આવતો હોવાથી આ અધ્યયનનું અપરકંકા નામ છે. આ નગરીનું બીજું નામ અમરકંકા પણ કેટલીક પ્રતિઓમાં મળે છે. ઉપદેશપદની આ. શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત ટીકામાં તથા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતના આઠમા પર્વમાં નેમિનાથ ચરિત્રમાં પણ આનું અમરકંકા જ નામ આપેલું છે. કલ્પસૂત્રની શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયવિરચિત સુબોધિકા ટીકા આદિ ગ્રંથોમાં અપરકંકા નામ પણ મળે છે.
નવા નામના આ સોળમા અધ્યયનમાં દ્રૌપદીસંબંધી વિસ્તૃત કથા છે.
ચંપા નગરીમાં ત્રણ ધનાઢ્ય બ્રાહ્મણે વસતા હતા–સોમ, સોમદત્ત, તથા સોમભૂતિ. તેમને અનુક્રમે ત્રણ પત્ની હતી–નાગશ્રી, ભૂતશ્રી, તથા યક્ષશ્રી. આ ભાઈઓ વારાફરતી બધા એકને જ ઘેર જમતા હતા. એકવાર નાગશ્રીને ત્યાં બધાને જમવાનો વારો આવ્યો હતો ત્યારે નાગશ્રીએ ઘણું ઘણું રસોઈ બનાવી હતી. તેમાં તુંબડાનું ઘણા સંસ્કારવાળું તેલથી પરિપૂર્ણ શાક બનાવેલું હતું. એ શાકનું એક બિંદુ તેણે ચાખીને જોયું તો અત્યંત કડવું ઝેર જેવું હતું. તે જાણીને તેને અત્યંત ખેદ થયો કે “મેં શાકમાં નાખેલાં બધાં દ્રવ્યો નકામાં ગયાં. મારી દેરાણુઓને ખબર પડશે તો તે પણ બધી મારી હાંસી કરશે એટલે તેણે શાકને છૂપાવી દીધું અને નવું સુંદર શાક બનાવીને બધાને જમાડી દીધા. બધા સુંદર ભોજન જમીને પોતાના કામે લાગ્યા.
૧. વિક્રમસંવત્ ૧૨૫રમાં મુનિરત્નસૂરિવિરચિત અમસ્વામિચરિત્રના અગિયારમા સર્ગમાં પણ
અમરકંકા નામ જ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org