________________
પ્રસ્તાવના
તે અવસરે ધર્મધર નામના ગુરૂ મહારાજ વિશાળ પરિવાર સાથે ત્યાં પધારેલા હતા. તેમના પરિવારમાં ધર્મરૂચિ નામના માસક્ષમણના પારણે માસક્ષમણ કરનારા એક મહા તપસ્વી મહાત્મા હતા. માસખમણના પારણે વહોરવા માટે નીકળેલા આ તપસ્વિ મહાત્માને નાગશ્રીએ કડવી તુંબડાનું બધું જ શાક વહોરાવી દીધું. આ શાકના ગંધથી જ ચેતી ગયેલા ગુરૂ મહારાજે “આ શાક વિનાશક છે” એવી સૂચના કરીને તે પરઠવી દેવા માટે ધર્મરૂચિ અણગારને કહ્યું. ધર્મરૂચિ અણગાર જ્યાં પાઠવવા ગયા ત્યાં એક ટીંપામાં પણ હજારો કીડીઓ ભરતી જોઈને, તેમણે પોતે જ બધું શાક વાપરી લીધું અને નાગશ્રીએ વહોરાવેલા કડવા તુંબડાના આહારથી છેવટે તેમનું મૃત્યુ થયું. આ સમાચાર ક્રમે ક્રમે ફેલાઈ ગયા. નાગશ્રીના ઘરના માણસોએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી, તેને સોળ સોળ રોગો ઉત્પન્ન થયા, અને અતિ અતિ દુઃખી થઈને મૃત્યુ પામી. તે પછી પણ અનેક અનેક જન્મો સુધી ભિન્ન ભિન્ન દુર્ગતિઓમાં તેણે ઘણું ઘણાં દુખો સહન કર્યો
તે પછી ચંપા નગરીમાં ધનાઢ્ય સાગરદન સાર્થવાહને ત્યાં તેનો જન્મ થયો. સુકુમારિકા તેનું નામ રાખવામાં આવ્યું. સાગર નામના ધનાઢ્ય સાર્થવાહપુત્ર સાથે તેનું લગ્ન થયું. પરંતુ સુકુમારિકા અત્યંત રૂપવતી હોવા છતાં પણ તેના શરીરમાં અગ્નિ કરતાં પણ વધારે ભયંકર ઉષ્ણ સ્પર્શનો અનુભવ થવાથી, પ્રથમ રાત્રે જ તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો. એને પરણવા હવે કોઈ તૈયાર થતું નથી. તેના પિતાએ એક ભટકતા ભિખારી સાથે તેનું લગ્ન કર્યું તો તે પણ તેને છોડીને ચાલ્યો ગયો. છેવટે તેણે ગોપાલિકા નામે સાધ્વીજી પાસે દીક્ષા લીધી, અને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી. છત મનમાં ભોગની વાસના રહી ગઈ હતી તેથી તે એકવાર ઉદ્યાનમાં આતાપના કરતી હતી ત્યારે પાંચ પુરૂષો જેની સેવા કરી રહ્યા છે એવી વેશ્યાને જોઈને એણે નિયાણું કર્યું કે “જે આ તપ આદિનું કંઈ ફળ હોય તો આ વેશ્યા જેવું સુખ મને પ્રાપ્ત થાઓ. સંયમની આરાધનામાં પણ ક્રમે ક્રમે તે શિથિલ થઈ ગઈ અને કાળ કરીને આ ભરતક્ષેત્રમાં પાંચાલ દેશમાં કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ નામે રાજાને ત્યાં જન્મી. તેનું દ્રૌપદી એવું નામ રાખવામાં આવ્યું.
દ્રૌપદી મોટી થયા પછી તેને સ્વયંવર રચવામાં આવ્યો. ત્યાં અનેક અનેક દેશોના રાજાઓ આવેલા હતા. સ્વયંવર મંડપમાં જતાં પહેલાં જિનમંદિરમાં જિનેશ્વર ભગવાનની પૂજા કરીને દ્રૌપદી સ્વયંવર મંડપમાં ગયાં. ત્યાં એક દાસી મોટું દર્પણ લઈને સાથે ફરતી હતી, રાજાઓની સામે સીધું ન જોતાં તે દર્પણમાં પ્રતિબિંબિત થયેલા રાજાઓને જોતી જોતી તે મહાસતી દ્રૌપદી પાંચ પાંડવો પાસે આવી. અને પૂર્વે કરેલા નિયાણને લીધે પાંચે ય પાંડવોના ગળામાં તેણે એક સાથે વરમાળા નાખી. પછી પાંચે ય પાંડવો દ્રૌપદી સાથે હસ્તિનાપુર આવ્યા.
એકવાર નારદ ઋષિ ત્યાં આવ્યા. બધાએ તેમનો સત્કાર કર્યો પણ દ્રૌપદીએ નારદને અસંયત માનીને આદર-સત્કાર કર્યો નહિ એટલે ગુસ્સે થયેલા નારદે ઘ તકીખંડના ભરતક્ષેત્રની અપરકા નગરીના રાજા પદ્મનાભ પાસે આવીને દ્રૌપદીના રૂ૫-લાવણ્ય આદિની પ્રશંસા કરી. તેથી પદ્મનાભ રાજાએ તેના મિત્ર દેવ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. કન્યાના અંત:પુરમાં દ્રૌપદીને રાખવામાં આવી. ત્યાં તેણે છઠના પારણે આયંબિલની તપશ્ચર્યા શરૂ કરી. આ બાજુ પાંડવો તરફથી દ્રોપદીની ચારે બાજુ શોધ કરવામાં આવી, પણ કંઈ જ સમાચાર મળ્યા નહિ.
છેવટે નારદ ઋષિ પાસેથી જ કૃણને સમાચાર મળ્યા કે “પદ્મનાભ રાજાના અંતઃપુરમાં દ્રૌપદી જેવી સ્ત્રી છે. એટલે કૃષ્ણ અને પાંચ પાંડવો લવણું સમુદ્ર ઓળંગીને ધાતકીખંડના ભરતક્ષેત્રમાં અપરકંકામાં પહોંચ્યા. ત્યાં પદ્મનાભ સાથે લડાઈ થઈ પદ્મનાભને હરાવીને દ્રૌપદીને પાછી લાવ્યા. વળતાં લવણુ સમુદ્ર પાર કરીને બધા ગંગા નદી પાસે આવ્યા. કૃણ લવણસમુદ્રાધિપતિ દેવને મળવા માટે રોકાયા. પાંડવો હોડીમાં બેસીને ગંગા ઊતરીને આવ્યા. પરંતુ કૃષ્ણ હોડી વિના ગંગા કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org