________________
પ્રસ્તાવના
તે તે ઉદાહરણોનું એવું સુંદર રીતે આલેખન કરેલું છે કે સંસારનાં દુઃખદાયક સાચાં બંધનોને સમજવામાં તથા તેને તોડવામાં ગણધર ભગવંતોની આ વાણી આપણને અભુત સામર્થ્ય આપે છે. આ ઓગણસ અધ્યયનોનાં શ્વેતાંબરસંમત નામ નીચે પ્રમાણે છે – પ્રાકૃત નામ સંસ્કૃત નામ
પ્રાકૃત નામ સંસ્કૃત નામ १. उक्खित्त उत्क्षिप्त
११. दावद्दव
दावद्रव २. संघाड संघाट
१२. उदग
उदक ३. अंड अण्ड १३. मंडुक्क
मण्डूक ४. कुम्म कूर्म
१४. तेयली
तेतलि ५. सेलग शैलक
१५. णंदिफल नन्दिफल ६. तुंब
१६. अवरकंका अपरकङ्का ७. रोहिणी रोहिणी
१७. आतिण्ण आकीर्ण ८. मल्ली मल्लि
१८. सुंसुमा ९. मायंदी माकन्दी
१९. पुंडरीय पुण्डरीक १०. चंदिमा चन्द्रमाः
આ સૂત્રની શરૂઆત આ રીતે થાય છે–ચંપા નામની નગરી હતી. તેની બહાર પૂર્ણભદ્ર નામે ચૈત્ય (વ્યંતર દેવનું મંદિર) હતું. ચંપા નગરીમાં તે સમયે કોણિક રાજા (શ્રેણિક રાજાના પુત્ર) રાજ્ય કરતા હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શિષ્ય અનેક અનેક ગુણોથી સંપન્ન, ચાર જ્ઞાનથી યુક્ત, ભગવાન સુધર્માસ્વામી વિચરતા વિચરતા પાંચસો શ્રમ સાથે રાજગૃહના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ત્યાંના નગરવાસીઓની પર્ષદા ભગવાન સુધર્માસ્વામીના દર્શન–વંદનાર્થે આવી, ધર્મનું શ્રવણ કરીને પોતાના સ્થાને પાછી ફરી. તે વખતે ભગવાન સુધર્માસ્વામીના ચેક શિષ્ય જંબુસ્વામી ભ. સુધર્માસ્વામી પાસે આવીને પૂછે છે કે ભગવાન મહાવીર પરમાત્માએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે તો છઠ્ઠા અંગનો શો અર્થ કહ્યો છે? ઉત્તરમાં ભ. સુધર્માસ્વામી ફરમાવે છે કે છઠ્ઠા વાયવમાં અંગમાં બે શ્રુતસ્કંધ છે ૧ રાત અને ૨ વર્મકથા. જ્ઞાતિમાં ૧૯ અધ્યયનો છે. આ રીતે આ ગ્રંથની શરૂઆત કરીને ભગવાન સુધર્માસ્વામીએ બંને શ્રુતસ્કંધોનું નિરૂપણ કર્યું છે. પ્રથમ શ્રુતસ્કંધના આ ૧૮ અધ્યયનમાં શું શું વર્ણવ્યું છે તે જાણવા માટે ખરેખર તો આ અધ્યયન જ વાંચવાં જોઈએ. અહીં તો સંક્ષેપમાં જ, આ અધ્યયનમાં શું વર્ણવ્યું છે તે જોઈએ.
૧. કવિવર-રિક્ષત–(પગ ઊંચો કર્યો). આ અધ્યયન સૌથી મોટું છે. કરૂણાનું જીવનમાં કેટલું બધું અપાર મહત્વ છે એ આ અધ્યયનમાં ભગવાને સમજાવ્યું છે. માત્ર કરૂણાના બળથી, હાથી જેવો પશુ શ્રેણિક મહારાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષિથી જન્મ લે છે, મેધકુમાર એવું તેનું નામ રાખવામાં આવે છે, તેને ભગવાન મહાવીરની દેશના સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય છે, તે સાધુજીવન
અંગીકાર કરે છે, પ્રભુની પાસેથી તેને પૂર્વ જન્મ સાંભળવા મળે છે, પછી ઉગ્ર આરાધના કરીને છેવટે રાજગૃહ પાસે વિપુલાચલ પર્વત ઉપર એક મહિનાનું અણસણું કરીને કાળ કરીને વિજ્ય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાંથી આવીને મહાવિદેહમાં મોક્ષમાં જશે. કરૂણા હાથી જેવા પશુને પણ કેવી રીતે પરમાત્મપદ સુધી પહોંચાડે છે એનું હૃદયંગમ વર્ણન આ અધ્યયનમાં છે.
પશુમાંથી પરમાત્મા થવાની આ ઘટના આ રીતે બની છે–
આ જંબૂદીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધભારતમાં રાજગૃહ નામે નગર હતું. ત્યાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને નંદા નામે રાણી હતી. આ નંદાથી શ્રેણિક રાજાને અભયકુમાર નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org