________________
પ્રસ્તાવના
૨૩
અહીં જણાવેલી વિગતોના આધારે સહજભાવે એ પણ ફલિત થાય છે કે, પ્રાચીન ગ્રંથોના સંપાદન-સંશોધન અંગે જે કોઈ ગ્રંથાંતર જોવાની આવશ્યકતા ઉપસ્થિત થાય તો કેવળ તે તે ગ્રંથની મુદ્રિત આવૃત્તિને જ જોઈને નિર્ણય ન લેવો, પણ તદુચિત પાઠના નિર્ણય માટે તે તે ગ્રંથાંતરની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ પણ અવશ્ય જેવી જોઈએ.
૧ થી ૪૮૪ પૃષ્ઠ સુધીમાં પ્રસ્તુત વિયાહપણુત્તિસુત્ત = ભગવતીસૂત્રનો પ્રથમ ભાગ સન ૧૯૭૪ માં પ્રકાશિત થયેલો છે. ૪૮૫ થી ૧૦૭૦ પૃછાત્મક પ્રસ્તુત બીજો ભાગ આ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. શેષ ૧૦૭૧ થી ૧૧૮૭ પૃષ્ઠ સુધીમાં સમગ્ર ભગવતીસૂત્ર સંપૂર્ણ થાય છે, અને તેનું મુદ્રણ પણ થઈ ગયું છે, જે ત્રીજા ભાગમાં આવશે. અર્થાત્ ભગવતીસૂત્ર મૂલ ગ્રંથનું મુદ્રણ સંપૂર્ણ થયું છે.
આવા અતિમહત્ત્વના મહાશાસ્ત્રની શબ્દસૂચી અને વિવિધ દષ્ટિએ ઉપયોગી ગણાય એવી માહિતી આપતાં પરિશિષ્ટ હોય તો જ પ્રસ્તુત પ્રકાશનની સવિશેષ ઉપયોગિતા થઈ શકે–આ અનિવાર્ય વાત છે. જોકે પરિશિષ્ટોનું કાર્ય શ્રમ અને સમય સાધ્ય છે જ, છતાં પૂજ્યપાદ પરમોપકારક આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના અદશ્ય કૃપાટાક્ષની હૂંફથી તે કાર્ય એકલે હાથે શક્ય પ્રયત્ન કરીને જલદી પૂર્ણ કરવા ધારું છે. - પ્રસ્તુત ગ્રંથના પ્રત્યેક ભાગના અંતમાં આપેલા શુદ્ધિપત્રક પ્રમાણે સુધારી વાંચવા ભલામણ
ઋણસ્વીકાર
ઘણાં વર્ષો પહેલાં પાટણમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીની સાથે સંશોધન કાર્ય કરતાં કરતાં, મને પ્રાકૃત ચરિત્રગ્રંથોની ભાષા સુગમ થઈ હતી. તે સમયમાં મેં પૂજ્યપાદ આગમપ્રભાકરજીને વિનાત કરેલી કે, “સાહેબ! પ્રાકૃત ચરિત્રગ્રંથોની ભાષા સમજવામાં બહુ મુશ્કેલી નથી પડતી, પણ આગમસૂત્રોની ભાષા જરાય સમજી શકતો નથી. જે આપ એકાદ આગમ ગ્રંથનું સંશોધન-સંપાદન શરૂ કરો તો મને તેનો પણ અનુભવ થાય.” જવાબમાં પૂજ્યપાદ મહારાજજીએ જણાવેલું કે—“એ પણ થશે.”
ઉપર જણાવેલી આગમપ્રભાકરજીની આર્ષવાણી વિ. સં. ૨૦૧૭માં ફલિત થઈ અને સમગ્ર આગમોની સંશોધિત વાચના પ્રકાશિત કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન આગમ ગ્રંથમાલા શરૂ કરી. એકાદ આગમગ્રંથના સંશોધનની વર્ષો પહેલાંની વિનંતિના સ્થાને આજે નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રના સંશોધનમાં સહસંપાદક રૂપે, દશવૈકાલિકસૂત્ર, આવશ્યક અને ભગવતીસૂત્રના સંશોધનમાં સહાયકરૂપે તેમ જ ઉત્તરાધ્યયનસૂત્રના સંશોધક-સંપાદકરૂપે કાર્ય કરવાનું મને સૌભાગ્ય સાંપડ્યું તેથી અતિ ઘણું ધન્યતા અનુભવીને, પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી આગમપ્રભાકરજીના ઉપકારોનું સ્મરણ કરું છું અને તેમને કોટિ કોટિ વંદના કરું છું.
પૂજ્યપાદ આગમપ્રભાકરજીના દેહાંત પછી શ્રી સિંધના સૌભાગ્યના પ્રતીકરૂપ પૂજ્યપાદ વિરેણ્ય મુનિભગવંત શ્રી જંબૂ વિજ્યજી મહારાજસાહેબે આગમપ્રકાશન–કાર્યને અવિરત ચાલૂ રાખ્યું છે, તે આપણા સૌનું મહભાગ્ય છે. મારા સંશોધનકાર્યના સંબંધમાં તેઓશ્રીની દુચિત પ્રેરણા તો મને મળે જ છે, ઉપરાંત હું જ્યારે જ્યારે તેઓશ્રીની પાસે જાઉં ત્યારે તેમના ચાલુ આગમસંશોધન કાર્યમાં જે મહત્ત્વના નિર્ણયો તેમણે લીધા હોય તે સાંભળીને અનેક વાર નવું જાણ્યાની ધન્યતા અનુભવી છે. આવા વિભૂતિ મુનિભગવંતના ઉપકારનું સ્મરણ કરીને તેઓશ્રીને સબહુમાન વિનયપૂર્વક વંદના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org