________________
૨૪
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ સાહેબે પોતાના સંગ્રહની તાડપત્રીય પ્રતિ ઉપયોગ કરવા માટે, મને આપી છે, તે બદલ તેઓશ્રી પ્રત્યે સખહુમાન વિનયપૂર્વક વંદના કરીને ઋણીભાવ વ્યક્ત કરું છું. તેમ જ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ જે જે ગ્રંથભંડારોની પ્રતિઓના આધારે ભગવતીસૂત્રની નકલ, પાઠાંતર વગેરે લીધેલ છે તે તે ગ્રન્થભંડારના અધિકારી મહાનુભાવો પ્રત્યે તેમની જ્ઞાનક્તિની અનુમોદનાપૂર્વક બહુમાનની લાગણી દર્શાવું છું.
ભારતીય દર્શનોના અને આગમોના ઊંડા અભ્યાસી સુખ્યાત સહૃદય વિર શ્રી દલસુખભાઈ માલવણિયા (શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ભૂતપૂર્વ મુખ્ય નિયામક અને વર્તમાનમાં સલાહકાર) એ આગમભક્તિથી પ્રેરાઈ તે સેવાભાવે પ્રસ્તુત સંપાદનનાં અંતિમ પુનું વાચન કરીને મને કેટલેક સ્થળે ઉચિત સુધારા જણાવ્યા છે તેમ જ મૂલવાચનાના પાઠનિર્ણયમાં વિચારણીય સ્થાનોમાં ઉપયોગી પરામર્શ કરીને સહકાર આપ્યો છે તે બદલ તેમના પ્રત્યે હાર્દિક આભારની લાગણી જણાવું છું.
શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક વિદ્યાપુરુષ ડૉ॰ શ્રી નગીનદાસભાઈ જીવણલાલ શાહે વિદ્યામંદિરની અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ મને ઉપયોગ કરવા માટે આપી છે, અને મારી ગુજરાતી પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ કરી આપ્યો છે તે બદલ તેમનો ધન્યવાદપૂર્વક આભાર માનું છું.
જૈન સમાજની વિવિધ સમસ્યાઓના સંબંધમાં તદુચિત લેખન આદિ પ્રવૃત્તિથી જેમના જીવનનો ઉત્તર ભાગ વહી રહ્યો છે તે મારા આશુતોષ મુરખ્ખી સ્નેહી શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈએ, આ પ્રસ્તાવના વાંચી, યોગ્ય સૂચન કરીને સુધારા પણ જણાવ્યા છે, તે બદલ તેમના દ્વારા આવી ઉત્તરોત્તર ઋણવૃદ્ધિની અપેક્ષા રાખીને તેમના પ્રતિ ઉપકારવશતાની લાગણી દર્શાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ માનદ મંત્રીમહોધ્યો—શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી અને શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી-તથા વર્તમાન માનદ મંત્રી મહોદયો–શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી સેવંતીલાલ કેશવલાલ શાહ અને શ્રી જગજીવનભાઈ પોપટલાલ શાહુ—એ જ્ઞાનભક્તિથી પ્રેરાઈ ને આ મહત્ત્વની આગમપ્રકાશન યોજનાને વેગ આપ્યો છે, અને આપી રહ્યા છે, તે બદલ તેમના ધર્મકાર્યની અનુમોદના કરીને તેઓ પ્રત્યે હાર્દિક ધન્યવાદ જણાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાએ તો તેમની મુખ્ય પ્રવૃત્તિ ઉપરાંત આ આગમપ્રકાશનકાર્યમાં પણ પ્રત્યેક પ્રસંગે સમુચિત ચોકસાઈ દર્શાવીને અંતરની ભક્તિથી જે સહકાર આપ્યો છે તે માટે તેઓ સૌકોઈના અનુમોદનીય ખની રહ્યા છે. આ શુભ પ્રવૃત્તિમાં સહકાર બદલ તેમને મારાં અભિવાદન જણાવું છું.
મુંબઈના અજોડ અને સુપ્રસિદ્ધ મૌજ પ્રિંટિંગ બ્યૂરોના મુખ્ય સંચાલક શ્રીમાન પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તેથી તેઓ સૌ મારા માટે અવિસ્મરણીય ખની રહ્યા છે.
અસાડ સુદ ૩, શુક્રવાર, વિ॰ સં. ૨૦૩૪
2923–6–2 P
પ્રસ્તાવના
તા.
૧૧, કરુણા સોસાયટી, નવા વાડજ પાસે
અમદાવાદ ૧૩
Jain Education International
વિજ્જનવિનેય
અમૃતલાલ મોહનલાલ ભોજ
For Private & Personal Use Only
www.jainelibrary.org