SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રસ્તાના વ્યાખ્યા નહીં કરીને આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ વૃત્તિનું કદ ઘટાડવા પ્રયત્ન કરેલ છે. આથી જ સમજી શકાય છે કે, અહીં જે મૂલમાં વરિ પાઠ હોત તો વૃત્તિમાં તેનું પ્રતીક લખીને તેનો અર્થ આપવાની આવશ્યકતા ન હતી. આથી જ અહીં મહત્ત્વની પ્રાચીન પ્રતિઓએ અને તદનુસાર અભયદેવીયવૃત્તિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓએ આપેલો અરિ પાઠ મૌલિક માન્યો છે. સાથે સાથે એ પણ સ્પષ્ટ થાય છે કે, દેશનામમાલામાં કરિ શક્તા અર્થમાં નોંધાયેલો મવરિ શબ્દ, વ્યાકરણસિદ્ધ પણ છે (સિદ્ધહૈમ ૮૧૪૧૦૮) અને તેનો પ્રયોગ અંગસૂત્રીય આગમયુગમાં પણ પ્રચલિત હતો. ૨. પૃ. ૫૯૨ ૫૦ ૧૩ મી ના પ્રારંભમાં આવેલા ત્રણ શબ્દના બદલે એક પ્રતિમાં ત્રણ પાઠ મળ્યો છે, તેને પાઠાંતરમાં લીધો છે. સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની મુદ્રિત આવૃત્તિમાં પણ ત્રણ પાઠ છે. એક તો પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓએ મૌલિક વત૬ પાઠ આપ્યો છે તેથી અને સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર તથા ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં પણ વત પાઠ મળે છે, તેથી સુનિશ્ચિત કરીને અહીં મૂલમાં વતg પાઠ સ્વીકાર્યો છે. અહીં વતણ શબ્દ, રાહુના નવ નામ પૈકીના એક નામરૂપે છે. વાફસમgogવો કોશમાં ઉત્ત" શબ્દ નોંધીને તેનો અર્થ “” જણાવ્યો છે, પણ તેનું સ્થાન અહીં સૂચવેલ ભગવતીસૂત્રનું જ આપ્યું છે. અહીં જણાવેલી ભગવતીસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર અને ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રની હસ્તલિખિત પ્રતિઓના આધારથી કહી શકાય કે, પારૂaavળવોમાં સ્વીકારેલા રાહુ” અર્થ સૂચક વત્તા શબ્દને બદલે વય = ક્ષતક શબ્દ સંગત છે. અહીં એ પણ જણાવવું ઈષ્ટ છે કે, પ્રસ્તુત સંપાદનમાં પાકનો નિર્ણય કરવા માટે અન્ય આગમોના પાઠો, કેવળ તેની મુકિત આવૃત્તિને પ્રમાણ માનીને નથી વિચાર્યા પણ, જ્યાં મને શંકા જેવું લાગ્યું ત્યાં, મેં તે તે આગમગ્રંથની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ જોવા પણ શક્ય પ્રયત્ન કર્યો છે. ૩. ૬ર૭ મા પૃષ્ઠની પ્રથમ પંક્તિમાં આવેલો મોવાતા મૌલિક પાઠ અહીં એક પ્રતિ સિવાયની પ્રાચીન પ્રતિઓમાં મળે છે. અને તે સંગત હોવાથી મૂલમાં સ્વીકાર્યો છે. અહીં આગમોદયસમિતિની મુદ્રિત આવૃત્તિમાં તથા મુદ્રિત અભયદેવીય વૃત્તિમાં મદાવાતા પાઠ છે, જ્યારે અભયદેવીય વૃત્તિની હસ્તલિખિત પ્રતિઓમાં અહીં મૂલમાં સ્વીકારેલા પાઠની સાથે સંગતિસૂચક મદીયાતર પાઠ છે. ૪. વિક્રમના સોળમા–સત્તરમા શતકમાં કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ પણ તેના પૂર્વની પ્રાચીનતમ પ્રતિઓ ઉપરથી લખાયેલી છે. આ હકીક્તને ધ્યાનમાં રાખીને અહીં પ્રાચીનતમ પ્રતિઓના પાકને મૂલવાચનામાં સ્વીકારવાના સંબંધમાં પણ વિવેક રાખવો ઉચિત માન્યો છે. ઉદાહરણ તરીકે જુઓ, પૃ૦ ૬૬૨ ટિ૦ ૬ અને તે સ્થાનનો મૂલવાચનાનો પાઠ. અહીં પ્રાચીન પ્રતિઓમાં પડી ગયેલા પાઠને વિક્રમના સોળમા-સત્તરમા શતકમાં કાગળ ઉપર લખાયેલી પ્રતિઓએ આપ્યો છે. ૫. સમગ્ર પ્રતિઓમાં મળતા સંક્ષિપ્ત પાઠના સ્થાનમાં આગમોદય સમિતિની આવૃત્તિમાં કોઈક વાર અધિક પાઠ આપેલો છે. આવો અધિક પાઠ, જે કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં મળે તો તે મૂલવાચનામાં સ્વીકારવા માટે કશી જ આપત્તિ નથી માની. પણ જે એક પણ હસ્તલિખિત પ્રતિમાં એવો વિસ્તૃત પાઠ ન જ મળે તો મુદ્રિત આવૃત્તિના પાઠને ટિપણમાં આપ્યો છે. જુઓ, પૃ. ૬૧૩ ટિવ ૨. અહીં ઉપયોગમાં લીધેલી પ્રતિઓ ઉપરાંત પ્રાચીન ચાર પ્રતિઓમાં પણ મૂલમાં સ્વીકારેલો સંક્ષિપ્ત પાઠ જ છે. એક સ્થળે આગમોદયસમિતિની આવૃત્તિનો પાઠ, અહીં ઉપયોગમાં લીધેલી મૂલસૂત્રની પ્રતિઓમાં મળ્યો નહીં, પણ એક વૃત્તિ સહિત મૂલસૂત્રની ત્રિપાઠ પ્રતિની મૂલવાચનામાં તે પાઠ મત્યો તેથી તેને મૂલમાં સ્વીકાર્યો છે. આ ત્રિપાઠ પ્રતિનો ઉપયોગ પ્રસંગોપાત્ત જ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy