SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પાઠથી ભિન્ન પાઠ છે. અર્થાત અહીં જણાવેલા પૃ૦ ૭૫ માં જે ગં. સંસક પ્રતિનો પાઠ છે તે મુજબ જ પૃ૦ ૭૪૩માં સમગ્ર સૂત્રપ્રતિઓનો પાઠ છે. જુઓ, પૃ. ૭૪૩ ટિ. ૩. આ બન્ને સ્થાનોમાં (પૃ. ૭૫ તથા પૃ૦ ૭૪૩ માં) વૃત્તિસમ્મત વાચના મૂલમાં સ્વીકારવાના હેતુથી જ, એકસૂત્રરૂપે આવેલા નં૦ પ્રતિના મૌલિક જણાતા પાઠને પાઠાંતરરૂપે નોંધ્યો છે. અહીં વૃત્તિકાર ભગવતે જે ઉપલબ્ધ પાઠ હતો તેની સિદ્ધિ કરીને શાસ્ત્રની પ્રતિઓના પાઠનું ઘણું ગૌરવ કર્યું છે, એમ સમજવું જોઈએ. આગમોયસમિતિની આવૃત્તિથી ભિન્ન મૌલિક પાઠો અહીં મૂલવાચનામાં સ્વીકારેલા, આગમોદય સમિતિની આવૃત્તિથી ભિન્ન મૌલિક પાઠોના સંબંધમાં ઉદાહરણ પૂરતાં ચાર સ્થાન જણાવું છું— ૧. તેરમા શતકના છઠ્ઠા ઉદેશના નવમા સૂત્રથી તેત્રીસમા સૂત્ર સુધીનાં સૂત્રોમાં, સમગ્ર હસ્તલિખિત પ્રતિઓએ આપેલા ૩ાથી શબ્દના સ્થાને આગમોદયસમિતિની આવૃત્તિમાં ડાય શબ્દ છે. જો કે મુદ્રિત સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાનમાં પણ કાચા પાઠ છે, છતાં તેની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં મૌલિક કદ્દાયના પાઠ જ છે. ૨. અગિયારમા શતકના બારમા ઉદ્દેશના ૧૬, ૧૭ અને ૧૮માં સૂત્રમાં આવેલા મોઢિ પાઠને સ્થાને આગોદય સમિતિની તેમ જ અન્ય મુદ્રિત આવૃત્તિઓમાં માત્ર પાઠ છે. મેં જોયેલી ભગવતી સૂત્રની અનેક હસ્તલિખિત પ્રતિઓ પૈકીની એક પણ પ્રતિમાં અહીં જણાવેલા સ્થાનમાં વિયત્ર પાઠ મળતો નથી. અહીં વોટ શબ્દ વિશેષનામરૂપે ઘટમાન પણ જણાતી નથી એમ મારું માનવું છે. “પાઇયસદમહરાવો” કોશમાં અશુદ્ધ વિમા કે શુદ્ધ નો શબ્દ પરિવ્રાજકના વિશેષનામરૂપે નોંધાયો નથી. ૩. તેરમા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં આવતું પમવર્ડ રાણીના નામને જણાવતું બારમું સૂત્ર સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે. પણ આ સૂત્ર આગમોદય સમિતિની આવૃત્તિમાં નથી મળતું. આને લીધે અહીં એક્વીસમા સૂત્રમાં આવેલા અને સમગ્ર હસ્તલિખિત પ્રતિઓએ આપેલા વર્ષમતીપામોલ્લાઓ પાઠને બદલે આગમોદયસમિતિની આવૃત્તિમાં માવતી પામોલ્લો પાઠ સ્વીકારાયેલો હોય, એમ મને લાગે છે. ૪. તેરમા શતકના નવમા ઉદેશના ૧૮ મા સૂત્ર (પૃ. ૬૫૫ પં. ૬)ના પુર્વ જન્મ પાઠને બદલે આગોદય સમિતિની આવૃત્તિમાં જુવે રામર એવો પાઠ છે, જે કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં મને મળ્યો નથી. સંશવનવિવેક મૂલ વાચનામાં અને વૃત્તિમાં જ્યારે મૌલિક પાઠના નિર્ણય અંગે વિચારવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે તદ્દચિત વિવેકપૂર્વક તે તે સ્થાનમાં મૌલિક પાઠ આપવા પ્રયત્ન કર્યો છે. આ હકીકતના ઉદાહરણરૂપે પાંચ સ્થાન જણાવું છું– ૧. ચૌદમા શતકના છઠ્ઠા ઉદ્દેશના છઠ્ઠા સૂત્રમાં (પૃ. ૬૭૩ ૫. ૬) આવેલો એરિ પાઠ ત્રણેય તાડપત્રીય પ્રતિમાં છે. કાગળની પ્રતિઓ અને મુદ્રિત અભયદેવીય વૃત્તિમાં આ સ્થાને રિ પાઠ છે. આમ છતાં અભયદેવીય વૃત્તિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં કમર પાઠ જ મળે છે. અહીં નિર્ણય કરતાં એ પણ વિચારવું જોઈએ કે, અભયદેવીય વૃત્તિની શૈલી સર્વથા સાધારણ શબ્દનું પ્રતીક નોંધીને તેની વ્યાખ્યા કરવાની નથી; આ ઉપરાંત અનેક વાર વ્યાખ્યાત અને સુવિદિત શબ્દની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy