________________
પ્રસ્તાવના
T૦ = પાન્તરો ૦િ = વિનમ્ |
૪ ૦ = ૪ સંસતી રોધિત પાટણ પ્રસ્તુત પ્રકાશનના વૈશિના સંબંધમાં કેટલીક વિગતો
અન્ય પ્રકાશિત આવૃત્તિઓથી ભિન્ન એવા અને વિયાહપણુત્તિસુત્ત = ભગવતીસૂત્રની પ્રસ્તુત વાચનાના મૂલમાં સ્વીકારેલા બધા જ પાઠોનું સ્પષ્ટીકરણ કરવા માટે સમય વધારે જોઈએ. તે તે સ્થાને આવતા પાઠભેદોને ચોકસાઈથી જેવાથી અભ્યાસી વિદ્વાનો પ્રસ્તુત વાચનાના પાઠની મૌલિકતા સહજભાવે સમજી શકશે. આમ છતાં સંશોધનની દષ્ટિએ, પ્રાચીનતમ પ્રતિઓના ઉપયોગની આવશ્યકતાની દૃષ્ટિએ અને પ્રસ્તુત મૂલવાચનાને અલ્પ–સ્વલ્પ ખ્યાલ આપવાની દષ્ટિએ અહીં કેટલાક મૌલિક પાઠો સંબંધી વિગતો નોંધું છું—
૧. બારમા શતકના ચોથા ઉદ્દેશનું ૧૮મું અને ૧૯મું સૂત્ર (પૃ. ૧૮૨-૮૩) કેવળ સંસક પ્રતિમાં જ મળે છે, તે સિવાયની મેં જોયેલી કોઈ પણ હસ્તલિખિત પ્રતિ કે મુદ્રિત આવૃત્તિમાં આ બને સૂત્રો નથી મળતાં. આ બન્ને સૂત્રો મૌલિક છે અને તેની વ્યાખ્યા પણ આચાર્ય ભગવંત શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજીએ કરી છે. જુઓ, આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત ભગવતીસૂત્રવ્યાખ્યાના ૫૬૮ મા પાનાની બીજી પંડીમાં પાંચમીથી નવમી પંક્તિ.
૨. ૫૯૩ મા પૃષ્ઠની વીસમીથી ત્રેવીસમી પંક્તિ સુધીમાં આવેલો પાઠ કેવળ ગં. સંજ્ઞક પ્રતિમાં જ છે; તે સિવાયની હસ્તલિખિત પ્રતિ કે મુદ્રિત આવૃત્તિમાં નથી. આ પાઠ પણ મૌલિક છે. આની મૌલિકતાનો નિર્ણય કરવા માટે સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રનો આધાર સ્વીકાર્યો છે. જુઓ, પૃ. ૫૯૩ ટિ છે.
૩. ચૌદમા શતકના ચોથા ઉદ્દેશના પ્રથમ અને પાંચમા સૂત્રમાં આવેલા સમર્થ સયં પાઠને બદલે ગં. સંસક પ્રતિ સિવાયની હસ્તલિખિત પ્રતિઓ અને મુદ્રિત આવૃત્તિઓમાં કેવળ સમયે પાઠ જ છે. અહીં વ્યાખ્યાકારે પ્રથમ સમયે પદનો અર્થ, વિભક્તિવ્યત્યય જણાવીને સન = જણાવ્યો છે. અને બીજો સમ શબ્દ સૂક્ષ્મ કાલભેદના અર્થમાં જણાવ્યો છે.
ઉપર જણાવેલાં ત્રણ સ્થાનોમાં મૌલિક પાઠ કેવળ એક જ અતિપ્રાચીન પ્રતિએ આપ્યો છે.
પ્રાચીનતમ પ્રતિઓમાં જે વૃત્તિસમ્મત પાઠથી ભિન્ન પાઠ હોય અને તે સ્વીકારવામાં કોઈ આપત્તિ પણ ન હોય, તોપણ તે સ્થાનમાં જે અન્ય હસ્તલિખિત પ્રત્યંતરોમાં વૃત્તિસમ્મત પાઠ મળતો હોય તો વૃત્તિસમ્મત વાચનાને મૂલમાં સ્વીકારવાનો સિદ્ધાંત અમારી આગમપ્રકાશનયોજનાએ નક્કી કર્યો છે. આ પદ્ધતિ પ્રસ્તુત સંપાદનમાં પણ સ્વીકારી છે. આના ઉદાહરણ પૂરતાં બે સ્થાન જણાવું છું—
૧. પ્રાચીનતમ નં. સંસક પ્રતિમાં આવેલો વિસ્તૃત સંદર્ભ અહીં ટિપ્પણમાં મૂક્યો છે. જુઓ, પૃ. ૬૬૫ ટિ. ૨. અહીં અન્ય હસ્તલિખિત પ્રતિઓમાં વૃત્તિસમ્મત સંક્ષિપ્ત પાઠ છે, અને તેને મૂલમાં સ્વીકાર્યો છે.
૨. બે સ્થળે તો ગં. સંજ્ઞક પ્રતિનો પાઠ મને ઉપયોગી લાગ્યો છે, છતાં તેને મૂલ વાચનામાં સ્વીકાર્યો નથી. આમાંનું એક સ્થળ તો પ્રકાશિત થયેલા વિયાહપણુત્તિસુત્તના પ્રથમ ભાગમાં છે. જુઓ, પૃ. ૭૫ ટિ. ૬, ટિ૮ અને ટિ૧૫. અહીં પ્રતિ સિવાયની બધી જ પ્રતિઓનો પાઠ વૃત્તિસમ્મત છે. આમ છતાં સોળમા શતકના પ્રથમ ઉદ્દેશના પાંચમા સૂત્રમાં ઉપર જણાવેલું (પ્રથમ ભાગગત પૃ૦ ૭૫ભાનું) જ પ્રતિપાદન છે, ત્યાં સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં વૃત્તિસમ્મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org