SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સંપાદનમાં દસમા શતકના પ્રારંભથી જ્યાં સુધી ઉપલબ્ધ છે ત્યાં સુધીની વાચાનાને મેટરની સાથે અક્ષરશઃ મેળવી છે. આમ છતાં વિપુલ પ્રમાણમાં મળતા, વૈકલ્પિક વોંવાળા પાઠભેદો નથી નોંધ્યા. આ અતિ પ્રાચીન પ્રતિ, આચાર્ય શ્રી અભયદેવસૂરિરચિત ભગવતીસૂત્રની વૃત્તિની રચના પહેલાં લખાયેલી છે. આ એક જ પ્રતિએ મૂલવાચનાનાં કેટલાંક સ્થાનોમાં મહત્વને પાઠ આપ્યા છે, જે આગળ જણાવેલી વિગતોમાંથી જાણી શકાશે. આ પ્રતિની સવિશેષ ઉપયોગિતા જાણીને પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજ સાહેબે મને અનેક વાર જણાવેલું કે, જો કે આ પ્રતિ અપૂર્ણ છે અને વચમાં પણ કેટલાંય પાનાં નષ્ટ થયેલાં છે છતાં જે ભાગ મળે છે તે પણ ઓછો નથી, આવી મહત્વની પ્રતિની વાચનાને યથાવત્ અલગ છપાવીશું. સૂ૦ પ્રતિ–પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાનુગામી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ સાહેબના સંગ્રહની આ પ્રતિ, શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનશાલા (ગોધરા) માં સુરક્ષિત છે. તાડપત્ર ઉપર લખાયેલી કુલ ૩૪૧ પત્રાત્મક આ પ્રતિની લંબાઈ–પહોળાઈ ૩૮ ૪૬ સેન્ટિમીટર છે. શ્રી ગવતીસૂત્રના તેરમા શતકથી સમાપ્તિ પર્યન્તની વાચના આ પ્રતિમાં લખેલી છે. આ પ્રતિના લેખકે ભગવતીસૂત્રને બે ખંડમાં લખેલું, તેમાંથી, પ્રારંભથી બારમા શતક સુધીનો પ્રથમ ખંડ ઉપલબ્ધ નથી. અ, પ્રતિની સ્થિતિ જીર્ણ અને લિપિ સુવાચ્ય છે. પ્રારંભના ચાર પત્ર અને વચમાં પણ અનેક પત્રો નષ્ટ થયેલાં હોવાથી આ પ્રતિ ત્રુટક છે. અંતિમ ૩૪૧મા પત્રમાં ગ્રંથસમાપ્તિ પછી લેખકે પ્રશસ્તિ, પુપિકા અને લેખનસંવત લખેલ નથી. આમ છતાં લિપિના ભરડના આધારે આ પ્રતિ વિક્રમના ચૌદમાં શતકમાં લખાયેલી જણાય છે. જે પત્રો નષ્ટ થયાં છે તેના અંક આ પ્રમાણે છે–૧ થી ૪, ૭થી ૧૨, ૧૫, ૨૩, ૪૨, ૪૪, ૫૦, ૫૧, ૫૨, ૫૫, ૫૯, ૭૦, ૮૦, ૮૬ ૯૧ થી ૯૪, ૯૬, ૭, ૧૪૧, ૧૬૮, ૨૦૪, ૨૦૬, ૨૦૭, ૨૧૫, ૨૧૯, ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫ અને ૨૮૩. ૮૯મા પત્રનો અંક બેવડાયો છે. અને ૧૮૯-૧૯૦ અંક એક જ પત્ર ઉપર છે. અહીં જણાવેલાં નષ્ટ પત્રોના કેટલાક ટુકડા પ્રતિની સાથે જ સાચવી રાખેલા છે. અન્ય પ્રતિઓમાં મળતા પાઠભેદોને ચોકસાઈથી સમજવા પૂરતો જ આ પ્રતિનો ઉપયોગ કર્યો છે. તેથી પ્રત્યેક સ્થાનમાં આ પ્રતિની સંજ્ઞા નોંધી નથી. હવે પછી પ્રકાશિત થનાર ભગવતીસત્રના ત્રીજા ભાગમાં આવેલા પૃ૦ ૧૧૮૪, ૧૧૮૫ અને ૧૧૮૭ની ટિપ્પણીમાં આની સંજ્ઞા સૂચવી છે. પ્રથમ ભાગના સંપાદકીયમાં જણાવેલી ૪ સંસક પ્રતિની સાથે પણ પ્રસ્તુત બીજા-ત્રીજા ભાગની વાચનાને મેં અક્ષરશઃ મેળવી લીધી છે. આ પ્રતિના સંબંધમાં વિશેષ જણાવવાનું કે–આ પ્રતિને કોઈ વિદ્વાન મુનિવરે સાઘન શોધેલી છે. પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ સંકલિત કરેલી, ખંભાતના ગ્રંથભંડારની સૂચી, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલી છે. તેમાં, ભગવતીસૂત્રની તાડપત્રીય પ્રતિનો પરિચય તેમ જ સમાપ્તિ પછી આવતા ભગવતીસૂત્રના ઉદ્દેશવિધિના પાઠમાં વિશેષ સંદર્ભ સેંધેલો છે. તેથી તે પૂરતો તેનો ઉપયોગ કર્યો છે. જુઓ, પ્રકાશ્યમાન ત્રીજા ભાગના ૧૧૮૩ થી ૧૧૮૭ સુધીનાં પૃષ્ઠ અને તેની ટિપ્પણીઓ. પ્રસ્તુત બીજા અને પ્રકાશ્યમાન ત્રીજા ભાગનાં ટિપ્પણમાં આપેલા સંકેતોની ઓળખ પ્રથમ ભાગમાં આપેલી સંકેતસૂચી પ્રમાણે સમજવી. વિશેષમાં, ત્યાં જે સંકેતોની ઓળખ નથી જણાવી તે આ પ્રમાણે સમજવી– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001019
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages679
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy