________________
૧૮
પ્રસ્તાવના
કરાવવાની મને અનુમતિ આપી. આ પ્રતિની એન્લાર્જમેન્ટ કૉપીની સાથે શ્રી ભગવતીસૂત્રના બીજા ભાગથી (દસમા શતકથી) અંત સુધીની વાચનાને મેં અક્ષરશઃ મેળવી છે. અહીં ત––ય, નવગેરે વૈકલ્પિક વર્ણી આ પ્રતિના પાઠને અનુસરીને મૂલવાચનામાં સ્વીકાર્યાં છે. જેસલમેરના ભંડારની પ્રતિની ફીલ્મ ઉપરથી એન્લાર્જમેન્ટ નકલ કરાવેલી તેથી મેં દસમા શતકથી ગ્રન્થની સમાપ્તિ પર્યન્તના મુદ્રણમાં આ પ્રતિની ઝે॰ સંજ્ઞા સૂચવી છે.
પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ભાગના મુદ્રણ વખતે એના પાઠોને આ પ્રતિની સાથે મેળવવાનું શક્ય ન હતું. આમ છતાં આ પ્રતિ ઉપરથી પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ કરાવેલી, પાંચમા શતકના ત્રીજા ઉદ્દેશ પર્યન્તની નકલનો ગ્રંથના સંપાદકજીએ ઉપયોગ કર્યો છે અને એને હ્રીઁ॰ સંજ્ઞા સૂચવીને આ પ્રતિના પાડભેદો નોંધ્યા છે. આ ટ્રૅ॰ સંજ્ઞાવાળી પ્રતિ જ અહીં ઉપર સૂચિત ને સંનક પ્રતિ છે. પ્રતિપરિચય લખતી વખતે આ બાબત તરફ મારું ધ્યાન ગયું. આ રીતે અહીં એક જ પ્રતિને એ સંજ્ઞાઓ અપાઈ ગઈ છે. ટૂંકમાં, પ્રથમ ભાગમાં નોંધાયેલી * સંજ્ઞક પ્રતિ અને ખીજા-ત્રીજા ભાગમાં નોંધાયેલી ઝે॰ સંજ્ઞક પ્રતિ એક જ છે, એમ સમજવું. વળી, પ્રથમ ભાગની સંકેતસૂચીમાં જેનો જૈ॰ સંજ્ઞા તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ પોતાના સંગ્રહની મુદ્રિત આવૃત્તિમાં અંગ્રેજીમાં ‘J’ સંજ્ઞા સૂચવીને ક્વચિત પાડભેદ નોંધ્યો છે તે પ્રાંતનો છે. પ્રથમ ભાગમાં જણાવેલ ને સંનક પ્રતિથી પ્રસ્તુત ખીજા-ત્રીજા ભાગમાં જણાવેલી બે॰ સંજ્ઞક પ્રતિ ભિન્ન છે, એમ સમજવું.
આ જૈ॰ સંજ્ઞક પ્રતિના અંતિમ પત્રમાં પ્રતિ લખાવનારની તેર પદ્યોવાળી પ્રશસ્તિ છે, તેનો સંક્ષિપ્ત સાર નીચે મુજબ —
પ્રારંભનાં પાંચ પદ્યોમાં ચંદ્રગચ્છ, આચાર્ય શ્રી સર્વદેવસૂરિ, તેમના શિષ્ય શ્રી મુનિચંદ્રોપાધ્યાય, તેમના શિષ્ય ધનેશ્વરસૂરિનો નામોલ્લેખ કરીને છઠ્ઠા પદ્યમાં પ્રવર્તિની સાધ્વી શ્રી મૃગાવતીજીનું નામ જણાવ્યું છે. આથી કલ્પી શકાય કે શ્રી મૃગાવતી સાધ્વીજી, આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજીનાં આનાવર્તિની શિષ્યા હશે.
સાતમા પદ્યમાં ધર્કટવંશનો ઉલ્લેખ છે.
આઠમા પદ્યથી બારમા પદ્ય સુધીમાં ધર્કટવંશીય ‘નાગ’ નામના શેઠે પ્રસ્તુત ભગવતીસૂત્રની પ્રતિ લખાવી છે, તેમ જણાવીને તેરમા પદ્યમાં આ ભગવતીસૂત્રની પ્રતિ ચિરકાળ પર્યંત વિદ્યમાન રહો, એ પ્રકારની શુભકામના દર્શાવી છે.
ઉપર જણાવેલી પ્રશસ્તિ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. આનો સંપૂર્ણ પાડ, વિયાવળત્તિમુત્ત ના ત્રીજા ભાગના ૧૧૮૫ મા પૃષ્ઠની ચોથી ટિપ્પણીમાં અક્ષરશઃ આપ્યો છે.
ઉક્ત પ્રશસ્તિમાં જોકે સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ એટલું સમજી શકાય છે કે ચંદ્રગચ્છીય આચાર્ય શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી મુનિચંદ્રોપાધ્યાયના શિષ્ય આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિની શિષ્યા શ્રી મૃગાવતી સાધ્વીના સૂચનથી ધર્મેદ્રવંશીય ‘નાગ’ નામના શેઠે ભગવતીસૂત્રની આ પ્રતિ લખાવી છે. પ્રસ્તુત ને સંનક પ્રતિની ફોટો કોપી ઉપરથી મેં ઉપર જણાવેલા સ્થાનમાં પ્રશસ્તિનો સંપૂર્ણ પાઠ ચોકસાઈથી નોંધીને છપાવ્યો છે, તેથી સૂચિત જેસલમેરના ભંડારોની મુદ્રિત સૂચીમાં આપેલા પાની, કોઈક સ્થળે અનવધાનથી રહી ગયેલી અશુદ્ધિ દૂર થઈ છે.
નં॰ પ્રતિ-1--આ પ્રતિનો પરિચય પ્રથમ ભાગના સંપાદકીયમાં આપેલો છે. આ પ્રતિ અપૂર્ણ છે—૩૪ મા શતકના પ્રથમ એકેન્દ્રિયશતકના બીજા ઉદ્દેશના પાંચમા સૂત્રમાં આવતા વવનંતિ (પૃ૦ ૧૧૩૬ નં. ૨૨) પદ પછીથી અંત સુધીનાં પત્રો અપ્રાપ્ય છે. અર્થાત્ ત્રીજા ભાગમાં આવેલા ૧૧૩૭થી અંતિમ ૧૧૮૭મા પૃષ્ટ સુધીના પાડવાળાં આ પ્રતિનાં પાનાં નષ્ટ થયાં છે. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org