________________
પ્રસ્તાવના
પૂજ્યપાદ, આગમપ્રભાકર, મુત–શીલવારિધિ, મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજની સમ્મતિથી શ્રી ભગવતીસૂત્રના સંપાદનનું કાર્ય તે વિષયના અધિકારી વિદ્વાન પં. શ્રી બેચરદાસભાઈને સોંપ્યા પછી એકાદ વર્ષના અંતરમાં, સંવત ૨૦૭ના જેઠ વદ ૬ના રોજ પૂજ્યપાદ આગમપ્રભાકરજીનો મુંબઈમાં દુઃખદ દેહાંત થયો. ત્યાર પછી, સંવત ૨૦૨૦ની સાલમાં, પૂજ્ય પં. શ્રી બેચરદાસજીએ પરિશ્રમ લઈને આ મહાગ્રંથની વાચના તૈયાર કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપી. એ વાચનાને વિદ્યાલયના અધિકારી મહાનુભાવોની સમ્મતિથી મેં તદુચિત સામગ્રીના આધારે સુવ્યવસ્થિત કરવાનો શક્ય પ્રયત્ન કર્યો છે. મુદ્રિત પ્રથમ ભાગની અપેક્ષાએ બીજા અને ત્રીજા ભાગની વાચનામાં પ્રાચીનતમ તાડપત્રીય પ્રતિનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. અને મુદ્રિત પ્રથમ ભાગને તાડપત્રીય પ્રતિ સાથે મેળવીને તેના મહત્વના પાઠોની નોંધ ત્રીજા ભાગના પરિશિષ્ટમાં આપવામાં આવશે. પ્રતિપરિચય
પ્રથમ ભાગમાં જણાવેલી પ્રતિઓ ઉપરાંત અહીં જે પ્રતિનો મુખ્યતયો ઉપયોગ કર્યો છે, તે સંબંધી તથા પ્રથમ ભાગમાં જેનો પરિચય આપ્યો છે તે પ્રતિઓ સંબંધી વિશેષ માહિતી આ પ્રમાણે છે
જે –જેસલમેરના કિલ્લામાં શ્રી સંભવનાથજીના મંદિરના ભોંયરામાં સુરક્ષિત, ખરતરગચ્છીય યુગપ્રધાનાચાર્ય શ્રી જિનભદ્રસુરિસ્થાપિત જ્ઞાનભંડારની સાથે સચવાયેલા અન્ય ભંડારી પૈકીના લોંકાગચ્છીય જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજે જે સમયે (વિ. સં. ૨૦૦૬-૭) જેસલમેરના જ્ઞાનભંડારોના સમુદ્ધારનું કાર્ય કર્યું તે સમયે લોકાગચ્છીય જૈન જ્ઞાનભંડાર, જેસલમેર શહેરમાં આવેલા લોકાગચ્છીય ઉપાશ્રયમાં હતો. તે કેટલાંક વર્ષો પછી તેના વહીવટકર્તા મહાનુભાવે ઉપર સૂચિત શ્રી જિનભદ્રસૂરિસંસ્થાપિત જ્ઞાનભંડારને અર્પણ કરીને, સુરક્ષા આદિની દૃષ્ટિએ, જ્ઞાનભક્તિ કરી છે.
૪૨૨ પત્રાત્મક આ તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિ વિક્રમના બારમા શતકમાં લખાયેલી છે. તેની લંબાઈ-પહોળાઈ ૬૭૪ ૫ સેન્ટિમીટર છે અને લિપિ સુંદર સુવાચ્ય છે. અંતિમ ૪૨૨મા પત્રમાં ત્રણ સુંદર સુશોભનો છે.
પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ તૈયાર કરેલી જેસલમેરના ભંડારોની ગ્રંથસૂચીમાં આ પ્રતિનો પરિચય આપ્યો છે. જુઓ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત “સરુમેહતુર્થતંત્રિવિતસાદમાતાનાં પ્રસ્થાનાં નૂતના તૂવી” પૃ૩૬૨-૬૩. જોકે ગ્રંથની પ્રશસ્તિમાં કે પ્રતિના અંતમાં લેખસમય જણાવ્યો નથી, પણ પ્રતિની લિપિના ભરડને અને પ્રશસ્તિગત જૈનાચાર્યોના નામને અનુલક્ષીને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ આ પ્રતિનો લેખસમય વિક્રમની બારમી સદી જણાવ્યો છે. - પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ લેવરાવેલા, જેસલમેરના ભંડારીના માઈક્રોફીલ્મ સંગ્રહમાં આ પ્રતિની ફિલ્મ પણ લેવાયેલી છે. આથી મે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્રને આ પ્રતિનો ઉપયોગ કરવાની અનિવાર્યતા જણાવીને, તેની એન્લાર્જમેન્ટ કોપી કરાવવાની અનુમતિ ભાગી. આગમપ્રકાશન કાર્યની પ્રત્યેક બાબતને ચોકસાઈથી સમજીને જરાય વિલંબ વિના તે તે કાર્ય પ્રસંગે સમુચિત અનુકૂળતા કરવા માટે સદાય તત્પર એવા શ્રી મહામાત્રજીએ આ હકીકતની ઉપયોગિતા જણાવીને વિદ્યાલયના માનદ મંત્રી મહોદયો દ્વારા મંજૂરી મેળવીને સૂચિત એન્લાર્જમેન્ટ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org